કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/આવડે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
(+૧)
 
Line 26: Line 26:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ડગલે પગલે માયા જેવું
|previous = મેં આ ઘૂંટ ભર્યો, લે!
|next = મેં આ ઘૂંટ ભર્યો, લે!
|next = ના હિન્દુ નીકળ્યા...
}}
}}

Latest revision as of 02:05, 19 November 2024

૩૩. આવડે છે

અમને કહ્યું નજરનું કરતાં ય આવડે છે,
જીવતાં ય આવડે છે, મરતાં ય આવડે છે.

મૃગ જેમ ફાળ લાંબી ભરતાં ય આવડે છે,
ઝરણાંની જેમ ધીરે સરતાં ય આવડે છે.

કે આવડે છે સ્થળ પર પર્વતની જેમ ટકતાં,
ને આ પવનની પેઠે ફરતાં ય આવડે છે.

ખીલી નથી જ જાણ્યું કેવળ અમે ખુશીમાં,
ખીલી અને ખુશીથી ખરતાં ય આવડે છે.

આંખોમાં ડૂબવું તો ડૂબી મર્યા અચાનક,
ને આમ જો જુઓ તો તરતાં ય આવડે છે.

અગ્નિ પિછોડી ઓઢી જાશું નિરાંતે પોઢી,
કે આવડે છે બળતાં ઠરતાં ય આવડે છે.

અવસર તો આવવા દો ‘ઘાયલ' તમે ય કહેશો,
અલગારીઓને આદર કરતાં ય આવડે છે.

માર્ચ, ૧૯૬૮(આઠોં જામ ખુમારી, પૃ. ૪૪૨)