ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બકુલેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|પ્રયોગથી... પ્રયોગ સુધી<br>બકુલેશની વાર્તાઓ |કિશન પટેલ }}

[[File:Sundaram.jpg|right|200px]]{{right|પ્રો. ડૉ. વિપુલ પુરોહિત}}
[[File:Bakulesh.jpg|right|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
રામજી અર્જુન ગજકંધ, ૧૧મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ કચ્છના કાંડગરામાં જન્મે છે. આ રામજી અર્જુન ગજકંધ કોણ એમ ચોક્કસ સવાલ થાય. કારણ કે મૂળ નામ કરતાં આ વાર્તાકારનું ઉપનામ ‘બકુલેશ’ વધારે જાણીતું બન્યું. મુંબઈની રામજી આશર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. મેટ્રિકમાં નાપાસ થયા. એ પછી એમને કોઈ શૈક્ષણિક સંસ્થા તરફ જોવાનું થયું નહીં. ‘બકુલેશ’ના ઉપનામથી જ ‘વીસમી સદી’ના તંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તો ‘પ્રજામિત્ર કેસરી’ના તંત્રીમંડળમાં, ‘હિંદુસ્તાન’, ‘પ્રજાતંત્ર’, ‘આજકાલ’, ‘Blitz’, ‘Times of India’ વગેરેમાં એમણે અનેક વિષયો પર લખ્યું. સિનેમાની (બી.આર. ફિલ્મ્સ, રણજીત મૂવીટોન, મહેબૂબ પ્રોડ્‌ક્શન વગેરે માટે) જાહેરાતો લખી. માત્ર જાહેરાતો નહીં પણ સાથે સાથે ફિલ્મોનું વિવેચન પણ કર્યું અને ચિત્રકળામાં ઊંડો રસ (અભ્યાસકાળ દરમિયાન ચિત્રો પણ કર્યા). પોતાની વાર્તાવિભાવના વિશે વાત કરતાં અનેક ચિત્રકારો અને ચિત્રકળાના સંદર્ભો અંગે વાત કરે છે. જયંત ખત્રી એમને નવલિકાકાર કરતાં કલાવિવેચક તરીકે ચડિયાતો ગણે છે. આ ક્ષેત્રોમાં કરેલા કામની અસર એમની વાર્તાની રચનાપ્રયુક્તિમાં દેખાઈ આવે છે. બકુલેશના પ્રકાશિત વાર્તાસંગ્રહોની કુલ સંખ્યા છ છે.
રામજી અર્જુન ગજકંધ, ૧૧મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ કચ્છના કાંડગરામાં જન્મે છે. આ રામજી અર્જુન ગજકંધ કોણ એમ ચોક્કસ સવાલ થાય. કારણ કે મૂળ નામ કરતાં આ વાર્તાકારનું ઉપનામ ‘બકુલેશ’ વધારે જાણીતું બન્યું. મુંબઈની રામજી આશર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. મેટ્રિકમાં નાપાસ થયા. એ પછી એમને કોઈ શૈક્ષણિક સંસ્થા તરફ જોવાનું થયું નહીં. ‘બકુલેશ’ના ઉપનામથી જ ‘વીસમી સદી’ના તંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તો ‘પ્રજામિત્ર કેસરી’ના તંત્રીમંડળમાં, ‘હિંદુસ્તાન’, ‘પ્રજાતંત્ર’, ‘આજકાલ’, ‘Blitz’, ‘Times of India’ વગેરેમાં એમણે અનેક વિષયો પર લખ્યું. સિનેમાની (બી.આર. ફિલ્મ્સ, રણજીત મૂવીટોન, મહેબૂબ પ્રોડ્‌ક્શન વગેરે માટે) જાહેરાતો લખી. માત્ર જાહેરાતો નહીં પણ સાથે સાથે ફિલ્મોનું વિવેચન પણ કર્યું અને ચિત્રકળામાં ઊંડો રસ (અભ્યાસકાળ દરમિયાન ચિત્રો પણ કર્યા). પોતાની વાર્તાવિભાવના વિશે વાત કરતાં અનેક ચિત્રકારો અને ચિત્રકળાના સંદર્ભો અંગે વાત કરે છે. જયંત ખત્રી એમને નવલિકાકાર કરતાં કલાવિવેચક તરીકે ચડિયાતો ગણે છે. આ ક્ષેત્રોમાં કરેલા કામની અસર એમની વાર્તાની રચનાપ્રયુક્તિમાં દેખાઈ આવે છે.  
 
બકુલેશના પ્રકાશિત વાર્તાસંગ્રહોની કુલ સંખ્યા છ છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
<poem>
<poem>
Line 19: Line 21:
– આ ઉપરાંત બકુલેશનું વિશ્વસાહિત્યનું વાચન – આ જ સમયમાં મેક્સીમ ગોર્કીનો ‘ક્રાંતિકારી રોમાન્સવાદ’. બકુલેશ પણ વાર્તાકાર તરીકે એક તરફ Revolutionist છે અને એક તરફ વર્ણન, પાત્રનિરૂપણ વગેરે બાબતોમાં Romantic છે (આ વાર્તાઓને Romanticrealism સાથે મૂકીને પણ જોઈ શકાય). આમ ઇશ્કની ખુશબૂનો બકુલેશ, ઉત્તર બકુલેશમાં પણ ક્યાંક ને ક્યાંક હાજર જ છે.

–  માત્ર વાર્તાઓમાં જ નહીં પણ ‘હું કેમ લખું છું’ લેખમાં પણ જ્યારે બકુલેશ પોતાની લેખન પદ્ધતિ અને ખાસ કરીને જ્યારે નવલિકા વિશે વાત કરે છે ત્યારે પોતાના પર હાવી થયેલી વિચારધારા સ્પષ્ટપણે આપણને દેખાઈ આવે છે. સમાજની ગંદકી, ગલીચ ઉલેચીને દાખવવી, વાસ્તવિકતાથી જિંદગીને આલેખવી, સમાજે ઊભી કરેલી અવનીતિ પર રોશની ફેંકવી વગેરે બકુલેશ માટે વાર્તાઓમાં મુખ્ય છે. પણ ‘કાદવનાં કંકુ’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના ‘ક્ષમાયાચના વિના’ વાંચતા(જયંત ખત્રીના વાર્તાસંગ્રહ ‘વહેતાં ઝરણાં’ની પ્રસ્તાવના પણ) બકુલેશે (આ સમયગાળો ૧૯૪૪નો છે) તત્કાલીન સમયે કરેલી વાતો બકુલેશની ટૂંકીવાર્તાના નિષ્ણાત તરીકેની છાપ ઊભી કરે છે. તેઓ માને છે કે, ૧) ટૂંકીવાર્તાની કલા, તેના સ્વરૂપ આકાર અને અવાજ-અજવાળા ઉપર ગુજરાત તરફથી ખૂબ ખૂબ જ ક્રૂર રીતે આક્રમણો અને બળાત્કારો થયા હોવાનાં ઉદાહરણોથી આપણો સાહિત્યનો ઇતિહાસ ‘ઝળહળે’ છે. ૨) ‘પ્લોટ’ જેવી વસ્તુ વાર્તામાં હોવી જ જોઈએ એવા આગ્રહને નકારે છે. ૩) ધૂમકેતુની વાર્તાઓની મર્યાદા તથા ૪) તત્કાલીન સમયે લખાતી સામાજિક સંસ્કારવાળી, દલિતો, શોષિતો અંગેની વાર્તાઓમાંની મંદપ્રાણતા બકુલેશ પકડી શક્યા છે. આ મુદ્દાઓ બકુલેશની વાર્તાઓ વાંચતાં પહેલાં ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે. ને વાર્તાઓની સાથે બીજા કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કરતા જઈશું.

[[File:Kadav-na Kanku.jpg|left|200px]]
અહીં આ અધિકરણ બકુલેશના બે વાર્તાસંગ્રહ ‘કાદવનાં કંકુ’ અને ‘ખારાં પાણી’ તથા મહેશ દવે અને શરીફા વીજળીવાળાના સંપાદનને આધારે તૈયાર કરવા આવ્યું છે. ‘કાદવનાં કંકુ’ વાર્તાસંગ્રહ (કુલ તેર વાર્તાઓ) જૂન ૧૯૪૪માં પ્રગટ થાય છે.આ વાર્તાઓ ઉત્તર બકુલેશ દ્વારા લખાયેલી વાર્તાઓ છે. સાંપ્રત સમયબિંદુએ આ વાર્તાઓ તપાસવામાં આવે તો આમાંની મોટાભાગની વાર્તાઓ ઊણી ઊતરે એમાં કોઈ શંકા નથી. કોઈ મજૂર મિલમાંથી કામ કર્યા પછી બહાર નીકળે ત્યારે એના આખા બદન પર જે કાળાશનું સામ્રાજ્ય હોય એવી જ કાળાશ બકુલેશની વાર્તાઓમાંથી પસાર થતાં આપણા સમગ્ર માનસતંત્ર પર બાઝેલી જણાય છે. બધી જ વાર્તામાંથી મોટેભાગે એકસરખી જ રાગિણી સંભળાય છે. બકુલેશ આને કાદવની કલા કહી ઓળખાવે છે, તો એક જગ્યાએ રક્તરંગી પીંછીના શ્રદ્ધાપૂર્વકના કલાત્મક લપેડાઓ કહે છે. ‘કાદવનાં કંકુ’ માટે ‘કાદવની કલા’ જેવું વિશેષણ વાપરવું યોગ્ય લાગે. ડોશી, પાંડુ, ગૌરી અને દત્તુ – આ ચાર પાત્રો અને સાથે પરિવેશ, બકુલેશ જે કલાત્મક કમાલ કરી શક્યા છે એની સાપેક્ષે બીજી બધી વાર્તાઓમાં એવી કોઈ કમાલ દેખાતી નથી. પાંડુ અને ગૌરી વચ્ચેની નિકટતા દત્તુના આવ્યા પછી ઓછી થઈ છે. પાંડુ આ બધું જ જોઈ શકે છે. ગૌરીને વેણી પહેરાવતો દત્તુ અને આ દૃશ્ય પાંડુએ જોઈ લીધું છે. આ તો સંઘર્ષ ક્ષણની શરૂઆત છે. આ જ દૃશ્ય ભૂલવા મથતા પાંડુને રસ્તા પર આવું જ કોઈ દૃશ્ય દેખાય છે ત્યારે શાંત રહેલું જળ ખળભળી ઊઠે છે. દત્તુ ગટરમાં ઉતર્યો છે ત્યારે ફાનસ ગટરમાં ન મોકલવું અને કોઈ જોઈ ન જાય એ રીતે સાંકળ છોડી દેવી. આ જ વાર્તાના સંદર્ભે આ સંગ્રહની બીજી વાર્તાઓ જોઈએ. બકુલેશ જ્યારે શોષિત, પીડિત પાત્રોની વેદના વ્યક્ત કરવા જાય છે ત્યારે એમાં સંવેદનની માત્રા થોડી વધી જાય છે. અને એને કારણે મોટાભાગનાં પાત્રો કોઈ નબળા નિર્દેશકના નિર્દેશનમાં અભિનય કરતાં હોય એવા મેલોડ્રામેટિક લાગે છે. ‘ઘૂમરીઓ વચ્ચે’ વાર્તાનો અંત, ‘યંત્ર પર નહીં જતાં’માં હડતાળ વગેરેનું વર્ણન ‘ફેંકાઈ ગયેલા’માં સિગારેટના મુખે વાર્તા કહેવડાવી અને એમાં વેદનાનું વર્ણન. આ સિવાયની પણ ઘણી વાર્તાઓ જેમાં મેલોડ્રામા વાર્તાને કઈ રીતે હાનિ પહોંચાડે છે એના દૃષ્ટાંત તરીકે જોઈ શકાય. ‘ગુલાબની રાખ’ વાર્તામાં વાર્તાનું પાત્ર વાર્તાકાર છે અને એણે સર્જેલું પાત્ર ગુલાબી, એ જેલમાં મળેલ નિર્દોષ ગુલાબને મળવા વાર્તાકારને લઈ જાય, અહીં જેલના અધિકારીઓનો અત્યાચાર ગુજારવો ખોટી વાત છે જ પણ જેલ હોવાને કારણે જ ગુનાઓ વધવા એવું પાત્રમુખે બોલાવતા કેટલાક અંશે અયોગ્ય લાગે એવા મૂલ્યહીન મત પણ બકુલેશ આપે છે. આ ઉપરાંત જ્યારે ‘તેતરની જોડી’ વાર્તા વાંચીએ ત્યારે ચુનીલાલ મડિયાની વાર્તા ‘નવી વાત’ યાદ આવે (બકુલેશની વાર્તા પહેલાં લખાઈ છે). અહીં વાત છે અમીર અને મીરઝાની. અમીર ( અમીર નેત્રહીન છે) ગુલમર્ગ ફરવા આવતાં લોકોનું દિલરુબા બઝાવીને મનોરંજન કરતો. એકવાર એક મુસાફરે અમીરના મનમાં નાખેલી પૈસા બાબતની શંકાને કારણે બંને વચ્ચે ઝઘડો થાય છે. મડિયાની વાર્તામાં વાત બે ભિખારીની છે. જગ્યા છે મુંબઈ અને મડિયા વાર્તામાં બીજા વિશ્વયુદ્ધનો સંદર્ભ જોડી, પૈસા નાના થયા અને બંને ભિખારી અલગ થઈ જાય છે. મડિયા વાર્તાના અંતને કારણે વાર્તાને સાદ્યંત સુંદર બનાવી શક્યા છે જ્યારે બકુલેશ પોતાની મર્યાદાઓ ઓળંગી શકતા નથી.  

[[File:Khara-m Pani.jpg|left|200px]]
બકુલેશની વિશેષતા ગણાવી શકાય એ વાતાવરણનું નિરૂપણ, વાર્તા જે પરિવેશમાં ઘટવાની છે એ પરિવેશને બકુલેશ જે રીતે ઝીણવટથી આપણી સામે મૂકે છે એમાં બકુલેશ ઘટનાની સાથે ગદ્યને જે રીતે પ્રધાનતા આપે છે એમાં ભાવિ ગુજરાતી ટૂંકીવાર્તાના ગદ્યના સંકેત આપણને સ્પષ્ટપણે મળી આવે છે. મોટાભાગની વાર્તાઓની શરૂઆત વાતાવરણના વર્ણનથી જ થતી જોવા મળે. પણ આ વિશેષતા બકુલેશની Pattern બનતી જાય છે અને એટલે કહેવાનું મન થાય કે આ વિશેષતા કંટાળો જન્માવે છે. Screenplay writer જેમ Detailingમાં ઉતરે, બકુલેશ એમ જ નાનામાં નાની વસ્તુ બતાવવાનું ચૂકતા નથી પણ આ Detailing ઘણી જગ્યા એ પ્રચૂર માત્રામાં આવવાથી વિપરીત અસર ઉપજાવે છે.  

‘ખારાં પાણી’ વાર્તાસંગ્રહ ફેબ્રુઆરી ૧૯૫૩માં પ્રકાશિત થાય છે. મેક્સીમ ગોર્કીની ટૂંકીવાર્તા ‘The birth of man’માંથી લીધેલું વિધાન અને ઉર્દૂ શાયરોના શેરોથી આપણને સંગ્રહમાં પ્રવેશ મળે છે. અહીં કુલ અગિયાર વાર્તાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. અહીં પણ ઉપરોક્ત સંગ્રહની વાર્તાઓ અંગે કરેલી કેટલીક વાત એક પણ અક્ષરના ફેરફાર વગર લાગુ પાડી શકાય છે. ‘નિશિગંધા’ વાર્તા આકર્ષક લાગે. ઘટના સાવ પાતળી અને કાવ્યાત્મક વર્ણન. પણ બીજી વાર્તાઓની સરખામણીએ આમાં કોઈ ઉત્ક્રાંતિ હોય એવું જણાતું નથી. ‘આગળ ને આગળ’ વાર્તામાં તો જાણે રાત્રિ, આકાશ અને વરસાદના લાંબાંલચક વર્ણનો વચ્ચે વાર્તા ગોઠવી છે. ‘કિમી-ચાન’, વાર્તા વેશ્યાજીવન અંગે વાત કરે છે. વાર્તાકાર પોતાના સમૃદ્ધ અનુભવવિશ્વને બરાબર ઉઘાડી શક્યા છે. પણ આ વાર્તા વાંચતી વખતે પણ આપણે યાદ તો રાખવું જ પડે છે કે આ વાર્તા કયા સમયગાળામાં લખાઈ છે. ‘કાદવનાં કંકુ’ અને ‘ખારાં પાણી’ વાર્તાસંગ્રહ સિવાય સંપાદનમાંથી પ્રાપ્ત થયેલી વાર્તાઓમાં ‘જગત જીતનારું કારમું કાળયંત્ર’ અને ‘અગનફૂલ’, ‘કંકુડી’ બકુલેશની એકવિધતાથી અલગ પડતી વાર્તા છે. અગનફૂલ પ્રકાશનું પ્રતીક છે. અંધકારમાં રહેવા ટેવાઈ ચૂકેલી પ્રજાને પ્રકાશ તરફ લઈ જનાર આત્મભોગ આપતો હોય છે (આ શાશ્વત સત્ય બસ એ સિવાય માત્ર વર્ણનભેદ બીજું કંઈ નહીં). ‘જગત જીતનારું કારમું કાળયંત્ર’ આજના સાયન્સ ફિક્શનના શોખીન વાચકને ગમે એવી વાર્તા (પણ તર્ક બાજુએ રાખીને વાંચવી પડે).  

Latest revision as of 12:25, 15 December 2024

પ્રયોગથી... પ્રયોગ સુધી
બકુલેશની વાર્તાઓ

કિશન પટેલ

Bakulesh.jpg

રામજી અર્જુન ગજકંધ, ૧૧મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ કચ્છના કાંડગરામાં જન્મે છે. આ રામજી અર્જુન ગજકંધ કોણ એમ ચોક્કસ સવાલ થાય. કારણ કે મૂળ નામ કરતાં આ વાર્તાકારનું ઉપનામ ‘બકુલેશ’ વધારે જાણીતું બન્યું. મુંબઈની રામજી આશર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. મેટ્રિકમાં નાપાસ થયા. એ પછી એમને કોઈ શૈક્ષણિક સંસ્થા તરફ જોવાનું થયું નહીં. ‘બકુલેશ’ના ઉપનામથી જ ‘વીસમી સદી’ના તંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તો ‘પ્રજામિત્ર કેસરી’ના તંત્રીમંડળમાં, ‘હિંદુસ્તાન’, ‘પ્રજાતંત્ર’, ‘આજકાલ’, ‘Blitz’, ‘Times of India’ વગેરેમાં એમણે અનેક વિષયો પર લખ્યું. સિનેમાની (બી.આર. ફિલ્મ્સ, રણજીત મૂવીટોન, મહેબૂબ પ્રોડ્‌ક્શન વગેરે માટે) જાહેરાતો લખી. માત્ર જાહેરાતો નહીં પણ સાથે સાથે ફિલ્મોનું વિવેચન પણ કર્યું અને ચિત્રકળામાં ઊંડો રસ (અભ્યાસકાળ દરમિયાન ચિત્રો પણ કર્યા). પોતાની વાર્તાવિભાવના વિશે વાત કરતાં અનેક ચિત્રકારો અને ચિત્રકળાના સંદર્ભો અંગે વાત કરે છે. જયંત ખત્રી એમને નવલિકાકાર કરતાં કલાવિવેચક તરીકે ચડિયાતો ગણે છે. આ ક્ષેત્રોમાં કરેલા કામની અસર એમની વાર્તાની રચનાપ્રયુક્તિમાં દેખાઈ આવે છે.

બકુલેશના પ્રકાશિત વાર્તાસંગ્રહોની કુલ સંખ્યા છ છે.

૧) નિઃશ્વાસ (એપ્રિલ. ૧૯૩૬, નવી દુનિયા કાર્યાલય, અમદાવાદ, કુલ નવ વાર્તાઓ)
૨) ઇશ્કની ખુશબૂ (જાન્યુ. ૧૯૪૨, આર. આર. શેઠ કું., મુંબઈ, દસ વાર્તાઓ)
૩) કાદવનાં કંકુ (જૂન. ૧૯૪૪, પદ્મ પબ્લિકેશન્સ લિમિટેડ, મુંબઈ, કુલ તેર વાર્તા)
૪) અગનફૂલ (૧૯૪૭, નેશનલ ઇન્ફોર્મેશન ઍન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ, મુંબઈ, કુલ નવ વાર્તાઓ)
૫) ખારાં પાણી (ફેબ્રુઆરી, ૧૯૫૩, પ્રતિમ પ્રકાશન, મુંબઈ)
૬) કંકુડી (૧૯૫૩, ચેતન પ્રકાશન ગૃહ લિ. આ સંગ્રહની વાર્તાઓ ભોગીલાલ ગાંધીએ પસંદ કરીને રજૂ કરી છે.) આ સિવાય બે વાર્તાસંગ્રહોની આગામી પ્રકાશન તરીકે માત્ર નોંધ મળે છે.

પોતાના મિત્રો વચ્ચે ‘જગતના વાર્તાસાહિત્ય અને સાહિત્યકારોની જીવતી અનુક્રમણિકા’ તરીકે જાણીતા બકુલેશ વિશ્વસાહિત્યનું વિશાળ વાચન ધરાવતા હતા. જ્હોન ડોસપાસોસ, માઈકલ ગોલ્ડ અને હેમિંગ્વે વગેરે જેવા અમેરિકન લેખકોને પોતાની પ્રેરણામૂર્તિ ગણે છે. દોસ્તોએવસ્કી, બાલઝાક અને લમેત્ર વગેરે બકુલેશ માટે તૂફાન જગવનારા સાબિત થયા. મહેશ દવે તો બકુલેશે લખેલી જયંત ખત્રીના ‘વહેતાં ઝરણાં’ની પ્રસ્તાવનાને ટૂંકીવાર્તાના નવીન વિવેચનનો પ્રથમ નમૂનો માને છે. આમ બકુલેશની વાર્તાઓ અંગે વાત કરતાં પહેલાં એમની વાર્તાવિભાવના અંગેના અને તત્કાલીન સમયનાં પરિવર્તનો અંગેના કેટલાક મુદ્દાઓ સમજી લેવા ખૂબ જરૂરી છે. – ઈ. સ. ૧૯૪૨માં બકુલેશનો બીજો વાર્તાસંગ્રહ ‘ઇશ્કની ખુશબૂ’ પ્રકાશિત થાય છે. આ વાર્તાઓ ૧૯૨૮-૩૦ની આસપાસ લખાયેલી છે. બકુલેશ પ્રસ્તાવનામાં લખે છે, ‘રંગે જામ, મ્હોબ્બત અને દર્દદિલ જેવા શબ્દોના સાથી બકુલેશનું આજથી ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું છે. એની આ નોંધ લેતાં મ્હને ગ્લાનિ નહિ પણ હર્ષ ઉપજે છે.’ (બકુલેશ ભલે કહે કે અવસાન થઈ ચૂક્યું છે પણ બકુલેશની વાર્તામાંથી આ રંગરાગી શૈલી એવીને એવી જ રહે છે બદલાય છે તો માત્ર વાર્તાઓનું વિષયવસ્તુ.) આ પરિવર્તનનાં કારણો કંઈક નીચે મુજબ જોઈ શકાય. – ગુજરાતમાં ઈ. સ. ૧૯૩૬-૧૯૪૦ની આસપાસ પ્રગતિશીલ લેખક આંદોલનનો વેગ પકડવો, સમાજવાદ અને માર્ક્સવાદ તરફનું પ્રયાણ (ભોગીલાલ ગાંધી ટૂંકીવાર્તામાં આ વલણના પ્રતિનિધિઓ તરીકે બકુલેશ અને જયંત ખત્રીને ગણાવે છે.) – આ ઉપરાંત બકુલેશનું વિશ્વસાહિત્યનું વાચન – આ જ સમયમાં મેક્સીમ ગોર્કીનો ‘ક્રાંતિકારી રોમાન્સવાદ’. બકુલેશ પણ વાર્તાકાર તરીકે એક તરફ Revolutionist છે અને એક તરફ વર્ણન, પાત્રનિરૂપણ વગેરે બાબતોમાં Romantic છે (આ વાર્તાઓને Romanticrealism સાથે મૂકીને પણ જોઈ શકાય). આમ ઇશ્કની ખુશબૂનો બકુલેશ, ઉત્તર બકુલેશમાં પણ ક્યાંક ને ક્યાંક હાજર જ છે. – માત્ર વાર્તાઓમાં જ નહીં પણ ‘હું કેમ લખું છું’ લેખમાં પણ જ્યારે બકુલેશ પોતાની લેખન પદ્ધતિ અને ખાસ કરીને જ્યારે નવલિકા વિશે વાત કરે છે ત્યારે પોતાના પર હાવી થયેલી વિચારધારા સ્પષ્ટપણે આપણને દેખાઈ આવે છે. સમાજની ગંદકી, ગલીચ ઉલેચીને દાખવવી, વાસ્તવિકતાથી જિંદગીને આલેખવી, સમાજે ઊભી કરેલી અવનીતિ પર રોશની ફેંકવી વગેરે બકુલેશ માટે વાર્તાઓમાં મુખ્ય છે. પણ ‘કાદવનાં કંકુ’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના ‘ક્ષમાયાચના વિના’ વાંચતા(જયંત ખત્રીના વાર્તાસંગ્રહ ‘વહેતાં ઝરણાં’ની પ્રસ્તાવના પણ) બકુલેશે (આ સમયગાળો ૧૯૪૪નો છે) તત્કાલીન સમયે કરેલી વાતો બકુલેશની ટૂંકીવાર્તાના નિષ્ણાત તરીકેની છાપ ઊભી કરે છે. તેઓ માને છે કે, ૧) ટૂંકીવાર્તાની કલા, તેના સ્વરૂપ આકાર અને અવાજ-અજવાળા ઉપર ગુજરાત તરફથી ખૂબ ખૂબ જ ક્રૂર રીતે આક્રમણો અને બળાત્કારો થયા હોવાનાં ઉદાહરણોથી આપણો સાહિત્યનો ઇતિહાસ ‘ઝળહળે’ છે. ૨) ‘પ્લોટ’ જેવી વસ્તુ વાર્તામાં હોવી જ જોઈએ એવા આગ્રહને નકારે છે. ૩) ધૂમકેતુની વાર્તાઓની મર્યાદા તથા ૪) તત્કાલીન સમયે લખાતી સામાજિક સંસ્કારવાળી, દલિતો, શોષિતો અંગેની વાર્તાઓમાંની મંદપ્રાણતા બકુલેશ પકડી શક્યા છે. આ મુદ્દાઓ બકુલેશની વાર્તાઓ વાંચતાં પહેલાં ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે. ને વાર્તાઓની સાથે બીજા કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કરતા જઈશું.

Kadav-na Kanku.jpg

અહીં આ અધિકરણ બકુલેશના બે વાર્તાસંગ્રહ ‘કાદવનાં કંકુ’ અને ‘ખારાં પાણી’ તથા મહેશ દવે અને શરીફા વીજળીવાળાના સંપાદનને આધારે તૈયાર કરવા આવ્યું છે. ‘કાદવનાં કંકુ’ વાર્તાસંગ્રહ (કુલ તેર વાર્તાઓ) જૂન ૧૯૪૪માં પ્રગટ થાય છે.આ વાર્તાઓ ઉત્તર બકુલેશ દ્વારા લખાયેલી વાર્તાઓ છે. સાંપ્રત સમયબિંદુએ આ વાર્તાઓ તપાસવામાં આવે તો આમાંની મોટાભાગની વાર્તાઓ ઊણી ઊતરે એમાં કોઈ શંકા નથી. કોઈ મજૂર મિલમાંથી કામ કર્યા પછી બહાર નીકળે ત્યારે એના આખા બદન પર જે કાળાશનું સામ્રાજ્ય હોય એવી જ કાળાશ બકુલેશની વાર્તાઓમાંથી પસાર થતાં આપણા સમગ્ર માનસતંત્ર પર બાઝેલી જણાય છે. બધી જ વાર્તામાંથી મોટેભાગે એકસરખી જ રાગિણી સંભળાય છે. બકુલેશ આને કાદવની કલા કહી ઓળખાવે છે, તો એક જગ્યાએ રક્તરંગી પીંછીના શ્રદ્ધાપૂર્વકના કલાત્મક લપેડાઓ કહે છે. ‘કાદવનાં કંકુ’ માટે ‘કાદવની કલા’ જેવું વિશેષણ વાપરવું યોગ્ય લાગે. ડોશી, પાંડુ, ગૌરી અને દત્તુ – આ ચાર પાત્રો અને સાથે પરિવેશ, બકુલેશ જે કલાત્મક કમાલ કરી શક્યા છે એની સાપેક્ષે બીજી બધી વાર્તાઓમાં એવી કોઈ કમાલ દેખાતી નથી. પાંડુ અને ગૌરી વચ્ચેની નિકટતા દત્તુના આવ્યા પછી ઓછી થઈ છે. પાંડુ આ બધું જ જોઈ શકે છે. ગૌરીને વેણી પહેરાવતો દત્તુ અને આ દૃશ્ય પાંડુએ જોઈ લીધું છે. આ તો સંઘર્ષ ક્ષણની શરૂઆત છે. આ જ દૃશ્ય ભૂલવા મથતા પાંડુને રસ્તા પર આવું જ કોઈ દૃશ્ય દેખાય છે ત્યારે શાંત રહેલું જળ ખળભળી ઊઠે છે. દત્તુ ગટરમાં ઉતર્યો છે ત્યારે ફાનસ ગટરમાં ન મોકલવું અને કોઈ જોઈ ન જાય એ રીતે સાંકળ છોડી દેવી. આ જ વાર્તાના સંદર્ભે આ સંગ્રહની બીજી વાર્તાઓ જોઈએ. બકુલેશ જ્યારે શોષિત, પીડિત પાત્રોની વેદના વ્યક્ત કરવા જાય છે ત્યારે એમાં સંવેદનની માત્રા થોડી વધી જાય છે. અને એને કારણે મોટાભાગનાં પાત્રો કોઈ નબળા નિર્દેશકના નિર્દેશનમાં અભિનય કરતાં હોય એવા મેલોડ્રામેટિક લાગે છે. ‘ઘૂમરીઓ વચ્ચે’ વાર્તાનો અંત, ‘યંત્ર પર નહીં જતાં’માં હડતાળ વગેરેનું વર્ણન ‘ફેંકાઈ ગયેલા’માં સિગારેટના મુખે વાર્તા કહેવડાવી અને એમાં વેદનાનું વર્ણન. આ સિવાયની પણ ઘણી વાર્તાઓ જેમાં મેલોડ્રામા વાર્તાને કઈ રીતે હાનિ પહોંચાડે છે એના દૃષ્ટાંત તરીકે જોઈ શકાય. ‘ગુલાબની રાખ’ વાર્તામાં વાર્તાનું પાત્ર વાર્તાકાર છે અને એણે સર્જેલું પાત્ર ગુલાબી, એ જેલમાં મળેલ નિર્દોષ ગુલાબને મળવા વાર્તાકારને લઈ જાય, અહીં જેલના અધિકારીઓનો અત્યાચાર ગુજારવો ખોટી વાત છે જ પણ જેલ હોવાને કારણે જ ગુનાઓ વધવા એવું પાત્રમુખે બોલાવતા કેટલાક અંશે અયોગ્ય લાગે એવા મૂલ્યહીન મત પણ બકુલેશ આપે છે. આ ઉપરાંત જ્યારે ‘તેતરની જોડી’ વાર્તા વાંચીએ ત્યારે ચુનીલાલ મડિયાની વાર્તા ‘નવી વાત’ યાદ આવે (બકુલેશની વાર્તા પહેલાં લખાઈ છે). અહીં વાત છે અમીર અને મીરઝાની. અમીર ( અમીર નેત્રહીન છે) ગુલમર્ગ ફરવા આવતાં લોકોનું દિલરુબા બઝાવીને મનોરંજન કરતો. એકવાર એક મુસાફરે અમીરના મનમાં નાખેલી પૈસા બાબતની શંકાને કારણે બંને વચ્ચે ઝઘડો થાય છે. મડિયાની વાર્તામાં વાત બે ભિખારીની છે. જગ્યા છે મુંબઈ અને મડિયા વાર્તામાં બીજા વિશ્વયુદ્ધનો સંદર્ભ જોડી, પૈસા નાના થયા અને બંને ભિખારી અલગ થઈ જાય છે. મડિયા વાર્તાના અંતને કારણે વાર્તાને સાદ્યંત સુંદર બનાવી શક્યા છે જ્યારે બકુલેશ પોતાની મર્યાદાઓ ઓળંગી શકતા નથી.

Khara-m Pani.jpg

બકુલેશની વિશેષતા ગણાવી શકાય એ વાતાવરણનું નિરૂપણ, વાર્તા જે પરિવેશમાં ઘટવાની છે એ પરિવેશને બકુલેશ જે રીતે ઝીણવટથી આપણી સામે મૂકે છે એમાં બકુલેશ ઘટનાની સાથે ગદ્યને જે રીતે પ્રધાનતા આપે છે એમાં ભાવિ ગુજરાતી ટૂંકીવાર્તાના ગદ્યના સંકેત આપણને સ્પષ્ટપણે મળી આવે છે. મોટાભાગની વાર્તાઓની શરૂઆત વાતાવરણના વર્ણનથી જ થતી જોવા મળે. પણ આ વિશેષતા બકુલેશની Pattern બનતી જાય છે અને એટલે કહેવાનું મન થાય કે આ વિશેષતા કંટાળો જન્માવે છે. Screenplay writer જેમ Detailingમાં ઉતરે, બકુલેશ એમ જ નાનામાં નાની વસ્તુ બતાવવાનું ચૂકતા નથી પણ આ Detailing ઘણી જગ્યા એ પ્રચૂર માત્રામાં આવવાથી વિપરીત અસર ઉપજાવે છે. ‘ખારાં પાણી’ વાર્તાસંગ્રહ ફેબ્રુઆરી ૧૯૫૩માં પ્રકાશિત થાય છે. મેક્સીમ ગોર્કીની ટૂંકીવાર્તા ‘The birth of man’માંથી લીધેલું વિધાન અને ઉર્દૂ શાયરોના શેરોથી આપણને સંગ્રહમાં પ્રવેશ મળે છે. અહીં કુલ અગિયાર વાર્તાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. અહીં પણ ઉપરોક્ત સંગ્રહની વાર્તાઓ અંગે કરેલી કેટલીક વાત એક પણ અક્ષરના ફેરફાર વગર લાગુ પાડી શકાય છે. ‘નિશિગંધા’ વાર્તા આકર્ષક લાગે. ઘટના સાવ પાતળી અને કાવ્યાત્મક વર્ણન. પણ બીજી વાર્તાઓની સરખામણીએ આમાં કોઈ ઉત્ક્રાંતિ હોય એવું જણાતું નથી. ‘આગળ ને આગળ’ વાર્તામાં તો જાણે રાત્રિ, આકાશ અને વરસાદના લાંબાંલચક વર્ણનો વચ્ચે વાર્તા ગોઠવી છે. ‘કિમી-ચાન’, વાર્તા વેશ્યાજીવન અંગે વાત કરે છે. વાર્તાકાર પોતાના સમૃદ્ધ અનુભવવિશ્વને બરાબર ઉઘાડી શક્યા છે. પણ આ વાર્તા વાંચતી વખતે પણ આપણે યાદ તો રાખવું જ પડે છે કે આ વાર્તા કયા સમયગાળામાં લખાઈ છે. ‘કાદવનાં કંકુ’ અને ‘ખારાં પાણી’ વાર્તાસંગ્રહ સિવાય સંપાદનમાંથી પ્રાપ્ત થયેલી વાર્તાઓમાં ‘જગત જીતનારું કારમું કાળયંત્ર’ અને ‘અગનફૂલ’, ‘કંકુડી’ બકુલેશની એકવિધતાથી અલગ પડતી વાર્તા છે. અગનફૂલ પ્રકાશનું પ્રતીક છે. અંધકારમાં રહેવા ટેવાઈ ચૂકેલી પ્રજાને પ્રકાશ તરફ લઈ જનાર આત્મભોગ આપતો હોય છે (આ શાશ્વત સત્ય બસ એ સિવાય માત્ર વર્ણનભેદ બીજું કંઈ નહીં). ‘જગત જીતનારું કારમું કાળયંત્ર’ આજના સાયન્સ ફિક્શનના શોખીન વાચકને ગમે એવી વાર્તા (પણ તર્ક બાજુએ રાખીને વાંચવી પડે). બકુલેશની વાર્તાઓમાં સ્પષ્ટપણે હાવી થયેલી વિચારધારાનાં દર્શન થાય છે. નિરુ દેસાઈ એમના ‘માર્ક્સવાદ અને સાહિત્ય’ નામના લેખમાં લખે છે કે, ‘ભૂતકાળમાં લખાયેલાં પુસ્તકો તે કાળના સપાટીના જીવનને વફાદાર હોય પણ તે વખતના ઊંડાં બળો વિષે કશું ન કહેતાં હોય તો તેનું મૂલ્ય ઇતિહાસગ્રંથો તરીકે ય ઓછું થશે, સાહિત્ય તરીકે પણ ઓછું થશે.’ બકુલેશની શૈલી જે આભાસ રચી શકે છે તે લાંબો સમય ટકાવી શકતી નથી. બકુલેશના અવસાન પ્રસંગે જયંત ખત્રી કહે છે “સાહિત્ય ક્ષેત્રે બકુલેશ એક એવો વિજ્ઞાનશાસ્ત્રી હતો કે જેણે નવલિકાના તે વખતના પ્રચલિત સ્વરૂપને પલટાવવા અનેક પ્રયોગો કર્યા. કોઈપણ વિજ્ઞાનશાસ્ત્રી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા જ્યારે પ્રયોગોની પરંપરા શરૂ કરે છે ત્યારે એ પ્રયોગોમાં જ તેમની સમગ્ર શક્તિ કેન્દ્રિત થયેલી હોય છે.’ બકુલેશની વાર્તા સંદર્ભે જયંત ખત્રીના આ નિરીક્ષણ સાથે સહમત થયા વગર આપણને ન ચાલે. કારણ કે આમ તો ‘જિંદગીનો તરજુમો’ વાર્તામાં એક પાત્ર(પાત્ર વાર્તાકાર છે કે બકુલેશ પોતે જ છે એમ પણ કહી શકાય) કહે છે, ‘its jumbale.’ બકુલેશ પોતાની વાર્તાની મર્યાદા અંગે સંપૂર્ણ સભાન છે તે આ વાર્તા વાંચતાં દરેક વાચકને લાગે. બકુલેશની વાર્તાનું વિષયવસ્તુ, ગદ્યનું પોત, અરબી, ફારસી, સંસ્કૃત, ઉર્દૂ શબ્દોથી મિશ્રિત ક્યારેક અડચણ બનતી ભાષા, વાર્તા કહેવાની અલગ અલગ પ્રયુક્તિઓ(બીડીનું ઠૂંઠું કે ગલીનો કોઈ ખૂણો હોય વગેરે...) અને છોછ વગર કહેવાની શૈલી, આ બધું જ તત્કાલીન સમય પછી ગુજરાતી ટૂંકીવાર્તામાં આવનારાં પરિવર્તનનાં દ્વાર રૂપ સાબિત થાય છે.

સંદર્ભસૂચિ :

૧. ‘કાદવનાં કંકુ’, લે. બકુલેશ (જૂન, ૧૯૪૪ પ્રથમ આવૃત્તિ અને ૧૯૪૭ બીજી આવૃત્તિ)
૨. ‘ખારાં પાણી’, લે. બકુલેશ (ફેબ્રુઆરી, ૧૯૫૩ પ્રથમ આવૃત્તિ)
૩. ‘બકુલેશની વાર્તાઓ’, સં. મહેશ દવે (સપ્ટેમ્બર ૧૯૭૭)
૪. ‘બકુલેશની વાર્તાઓ’, સં. શરીફા વીજળીવાળા (૨૦૦૪)
૫. ‘મિતાક્ષર’, લે. ભોગીલાલ ગાંધી (૧૯૭૦)
૬. ‘સાહિત્ય અને પ્રગતિ’ (નિરુ દેસાઈનો લેખ-માર્ક્સવાદ અને સાહિત્ય) – ગુજરાત પ્રગતિશીલ સાહિત્ય મંડળ દ્વારા

કિશન પટેલ
કવિ, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ગુજરાતી
એન. એસ. પટેલ (ઓટોનોમસ) કૉલેજ,
આણંદ
મો. ૮૪૬૯૬ ૪૬૭૩૮
Email : pakishan૮૭@gamail.com