અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘જનપદ' - કાનજી પટેલ: Difference between revisions
No edit summary |
(+1) |
||
| Line 6: | Line 6: | ||
‘જનપદ’નાં કાવ્યોમાંથી પસાર થતાં પંચતત્ત્વનાં બનેલા આ શરીરને પામવાનો અને એમાંથી મુક્ત થવાનો કવિનો પુરુષાર્થ પામી શકાય છે. જળ, અગ્નિ, વાયુ, તેજ અને પૃથ્વી અનેક રૂપ ધરીને આ કાવ્યસૃષ્ટિમાં આવ્યા છે. કેટલાંક ઉદાહરણો જોઈએ : | ‘જનપદ’નાં કાવ્યોમાંથી પસાર થતાં પંચતત્ત્વનાં બનેલા આ શરીરને પામવાનો અને એમાંથી મુક્ત થવાનો કવિનો પુરુષાર્થ પામી શકાય છે. જળ, અગ્નિ, વાયુ, તેજ અને પૃથ્વી અનેક રૂપ ધરીને આ કાવ્યસૃષ્ટિમાં આવ્યા છે. કેટલાંક ઉદાહરણો જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જળ :{{gap|1em}} ‘તાંબડીમાં | {{Block center|'''<poem>જળ :{{gap|1em}} ‘તાંબડીમાં | ||
{{gap|3.25em}}ચળક્યા કરી જળચાંદાની રાબ | {{gap|3.25em}}ચળક્યા કરી જળચાંદાની રાબ | ||
{{gap|3.25em}}થથરી આભ છારી | {{gap|3.25em}}થથરી આભ છારી | ||
| Line 12: | Line 12: | ||
{{gap|3.25em}}આકાશી કમાનથી છૂટે તીર | {{gap|3.25em}}આકાશી કમાનથી છૂટે તીર | ||
{{gap|3.25em}}જળ વીંધાય નહીં’ | {{gap|3.25em}}જળ વીંધાય નહીં’ | ||
અગ્નિ : ‘કાષ્ઠમાં ઊંડે અગ્નિ | અગ્નિ : {{gap|0.3em}} ‘કાષ્ઠમાં ઊંડે અગ્નિ | ||
{{gap|3.25em}}એવાં ગરજે ઊર’ | {{gap|3.25em}}એવાં ગરજે ઊર’ | ||
વાયુ : ‘પવન કરે જળ હવાપાતળું | વાયુ :{{gap|1em}} ‘પવન કરે જળ હવાપાતળું | ||
{{gap|3.25em}}ફાટ ફાટ શઢ જળનો | {{gap|3.25em}}ફાટ ફાટ શઢ જળનો | ||
{{gap|3.25em}}ધમકારાને છોળ રમારમ | {{gap|3.25em}}ધમકારાને છોળ રમારમ | ||
{{gap|3.25em}}હોલવાય સૌ ભેદ' | {{gap|3.25em}}હોલવાય સૌ ભેદ' | ||
તેજ : ‘ઘડીમાં અંધારગાભ નીલ પીળાસોનેરી તાંબારંગી ભડકે બળે | તેજ :{{gap|1em}} ‘ઘડીમાં અંધારગાભ નીલ પીળાસોનેરી તાંબારંગી ભડકે બળે | ||
{{gap|3.25em}}અરુણ અરુણ ઉગમણું | {{gap|3.25em}}અરુણ અરુણ ઉગમણું | ||
{{gap|3.25em}}થડમૂળ ઝગારા મારે.’ | {{gap|3.25em}}થડમૂળ ઝગારા મારે.’ | ||
પૃથ્વી : ‘વર્ષોથી ઢીમ નાળિયાં | પૃથ્વી :{{gap|0.8em}} ‘વર્ષોથી ઢીમ નાળિયાં | ||
{{gap|3.25em}}સાથળ સમાણા કળે પગ અમારા | {{gap|3.25em}}સાથળ સમાણા કળે પગ અમારા | ||
{{gap|3.25em}}સૂડાનાં પાંદડાં ઊડે આભ | {{gap|3.25em}}સૂડાનાં પાંદડાં ઊડે આભ | ||
{{gap|3.25em}}સૂરજ દીવો રાત થાય | {{gap|3.25em}}સૂરજ દીવો રાત થાય | ||
{{gap|3.25em}}કળણથી પગના ગોટલાં ઓગળે | {{gap|3.25em}}કળણથી પગના ગોટલાં ઓગળે | ||
{{gap|3.25em}}માટી ભેગી માટી અમે'</poem>}} | {{gap|3.25em}}માટી ભેગી માટી અમે'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જગતને આપણે આ પાંચ તત્ત્વોનાં બનેલા શરીરથી પામીએ છીએ. આપણી પાંચે ઇન્દ્રિયો દ્વારા જગત અનેક રૂપે આપણી પાસે આવે છે અને એ રીતે આ શરીર જગત સાથે શ્લેષ, આશ્લેષ અનુભવે છે. જેમાંથી આ સૃષ્ટિ રચાય છે. આ શરીર જનક જનનીનાં લોહીથી બંધાયેલું છે. કવિના શબ્દોમાં કહીએ તો : | આ જગતને આપણે આ પાંચ તત્ત્વોનાં બનેલા શરીરથી પામીએ છીએ. આપણી પાંચે ઇન્દ્રિયો દ્વારા જગત અનેક રૂપે આપણી પાસે આવે છે અને એ રીતે આ શરીર જગત સાથે શ્લેષ, આશ્લેષ અનુભવે છે. જેમાંથી આ સૃષ્ટિ રચાય છે. આ શરીર જનક જનનીનાં લોહીથી બંધાયેલું છે. કવિના શબ્દોમાં કહીએ તો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘જનક જનનીએ | {{Block center|'''<poem>‘જનક જનનીએ | ||
દેશકાળથી ઊફરાં જઈ | દેશકાળથી ઊફરાં જઈ | ||
માંડ્યા ઓધાન'</poem>}} | માંડ્યા ઓધાન'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા આ શરીરનો સંબંધ છેક પ્રથમ પૂર્વજ સુધી વિસ્તરે છે. આ સંબંધને કવિ તીવ્રતાથી અનુભવે છે : | આવા આ શરીરનો સંબંધ છેક પ્રથમ પૂર્વજ સુધી વિસ્તરે છે. આ સંબંધને કવિ તીવ્રતાથી અનુભવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem>‘ભાગતી રાતના | ||
તારોડિયામાં | તારોડિયામાં | ||
વડવો. | વડવો. | ||
સીધો એક તાર | સીધો એક તાર | ||
ત્યાંથી અહીં સુધી વાટ વીજાણું ભરિત.’</poem>}} | ત્યાંથી અહીં સુધી વાટ વીજાણું ભરિત.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જન્મ-મરણની પ્રક્રિયા તો ચાલતી જ રહે છે. એક પેઢી પછી બીજી પેઢી આવતી જ રહે છે. પૂર્વજો બાળવેશે પાછાં આવે છે : | જન્મ-મરણની પ્રક્રિયા તો ચાલતી જ રહે છે. એક પેઢી પછી બીજી પેઢી આવતી જ રહે છે. પૂર્વજો બાળવેશે પાછાં આવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આભલામાંથી મનપવન સરીખા | {{Block center|'''<poem>‘આભલામાંથી મનપવન સરીખા | ||
પ્રગટી આવ્યા પૂર્વજ બાળવેશે’</poem>}} | પ્રગટી આવ્યા પૂર્વજ બાળવેશે’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એટલે કવિને એ તો ખબર છે જ કે ‘મોલ લણશે મોલને.' પરંતુ કવિનો મુખ્ય સંઘર્ષ તો આ શરીરમાંથી મુક્તિ મેળવવાનો છે, પાર્થિવમાંથી અપાર્થિવમાં જવાનો છે. આ પાર્થિવથી અપાર્થિવ તરફની યાત્રાનાં વાહન બને છે અજવાળું, અંધારું જળ, માટી, પવન વગેરે. ‘જનપદ’નાં કાવ્યોમાં અજવાળા અને અંધારાનાં અનેક રૂપો શબ્દસ્થ થયાં છે. આ અજવાળું અને અંધારું એરુ થઈને આભડે છે. પ્રથમીના પેટાળમાંથી વખના ઝાડ ઊગે છે અને એની છાયામાં ઘેન ચડે છે. ચેતના છેક ઋગ્વેદનાં પૂર્વજ સુધી પહોંચે છે : | એટલે કવિને એ તો ખબર છે જ કે ‘મોલ લણશે મોલને.' પરંતુ કવિનો મુખ્ય સંઘર્ષ તો આ શરીરમાંથી મુક્તિ મેળવવાનો છે, પાર્થિવમાંથી અપાર્થિવમાં જવાનો છે. આ પાર્થિવથી અપાર્થિવ તરફની યાત્રાનાં વાહન બને છે અજવાળું, અંધારું જળ, માટી, પવન વગેરે. ‘જનપદ’નાં કાવ્યોમાં અજવાળા અને અંધારાનાં અનેક રૂપો શબ્દસ્થ થયાં છે. આ અજવાળું અને અંધારું એરુ થઈને આભડે છે. પ્રથમીના પેટાળમાંથી વખના ઝાડ ઊગે છે અને એની છાયામાં ઘેન ચડે છે. ચેતના છેક ઋગ્વેદનાં પૂર્વજ સુધી પહોંચે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અમે સોમ પીધો છે | {{Block center|'''<poem>‘અમે સોમ પીધો છે | ||
અમે આલોકમાં પહોંચી ગયા છીએ! | અમે આલોકમાં પહોંચી ગયા છીએ! | ||
અમે દેદીપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે | અમે દેદીપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે | ||
અમે અમર બની ગયા છીએ!’</poem>}} | અમે અમર બની ગયા છીએ!’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ પૂર્વજ પાસે તો અમરત્વની શ્રદ્ધા હતી, પરંતુ કવિ પાસે તો એવી કોઈ શ્રદ્ધા પણ નથી. ‘થળ ને જળની પેલી ગમ’ ભંભોલા પાતાળ મોટાં થયાં કરે છે. ગ્લાનિ, ખિન્નતાનાં ભાવ પ્રબળ બને છે, ક્યાંય પ્રાપ્તિ કે મુક્તિ નથી. જળ અંધારા અને આકાશને બાંધતી વાચા નાભિમાં જાગે છે. કવિ દેવ પાસે માગે છે : | એ પૂર્વજ પાસે તો અમરત્વની શ્રદ્ધા હતી, પરંતુ કવિ પાસે તો એવી કોઈ શ્રદ્ધા પણ નથી. ‘થળ ને જળની પેલી ગમ’ ભંભોલા પાતાળ મોટાં થયાં કરે છે. ગ્લાનિ, ખિન્નતાનાં ભાવ પ્રબળ બને છે, ક્યાંય પ્રાપ્તિ કે મુક્તિ નથી. જળ અંધારા અને આકાશને બાંધતી વાચા નાભિમાં જાગે છે. કવિ દેવ પાસે માગે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'દેવ | {{Block center|'''<poem>'દેવ | ||
તમારા પાણીનો અંતરપટ ઉડાડી દો | તમારા પાણીનો અંતરપટ ઉડાડી દો | ||
નાભિ અને વાણીનો મેળ કરી આલો.’</poem>}} | નાભિ અને વાણીનો મેળ કરી આલો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાભિમાંથી જ કહો કે ગર્ભમાંથી જે પ્રાપ્ત થયું છે, વારસામાં મળ્યું છે એનો વાણી સાથે મેળ મળતો નથી. વાણી વેદનાઓને વ્યક્ત કરવા સમર્થ લાગતી નથી. કવિને આ જે પરંપરા સાથે પ્રાપ્ત થયું છે તેનો અને વાણીનો મેળ કરવો છે પણ એ શક્ય બનતું નથી. પાણીનો અંતરપટ નડે છે. દેવ જો આ પાણીનો અંતરપટ દૂર કરવા તૈયાર હોય તો કવિ ગમે તે સહન કરવા તત્પર છે. એટલે જ તો કહે છે કે : | નાભિમાંથી જ કહો કે ગર્ભમાંથી જે પ્રાપ્ત થયું છે, વારસામાં મળ્યું છે એનો વાણી સાથે મેળ મળતો નથી. વાણી વેદનાઓને વ્યક્ત કરવા સમર્થ લાગતી નથી. કવિને આ જે પરંપરા સાથે પ્રાપ્ત થયું છે તેનો અને વાણીનો મેળ કરવો છે પણ એ શક્ય બનતું નથી. પાણીનો અંતરપટ નડે છે. દેવ જો આ પાણીનો અંતરપટ દૂર કરવા તૈયાર હોય તો કવિ ગમે તે સહન કરવા તત્પર છે. એટલે જ તો કહે છે કે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પવનને ઝાઝેરો પવન કરજો | {{Block center|'''<poem>‘પવનને ઝાઝેરો પવન કરજો | ||
રચો અજવાળું ધોર અંધારા જેવું | રચો અજવાળું ધોર અંધારા જેવું | ||
ને અંધારું લાખવાર કાળું’</poem>}} | ને અંધારું લાખવાર કાળું’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અજવાળું મળવાની શક્યતા જ ન હોય તો ભલે અંધારુ આવે અને એય ભલે લાખવાર કાળું હોય શો ફેર પડે છે! | અજવાળું મળવાની શક્યતા જ ન હોય તો ભલે અંધારુ આવે અને એય ભલે લાખવાર કાળું હોય શો ફેર પડે છે! | ||
દેવ પાસેથી ઉત્તર મળે છે ‘તેમ થાઓ. કવિ ખુમારીથી એનો સ્વીકાર કરે છે. કહે છે : | દેવ પાસેથી ઉત્તર મળે છે ‘તેમ થાઓ. કવિ ખુમારીથી એનો સ્વીકાર કરે છે. કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એ તો એવું જ | {{Block center|'''<poem>‘એ તો એવું જ | ||
માગ્યું અને મળ્યું.'</poem>}} | માગ્યું અને મળ્યું.'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે કંઈ મળ્યું છે તેનો સ્વીકાર કરીને કવિની જિજીવિષા નવા સાહસ તરફ દોરી જાય છે. સારા દિવસોની આશા યાત્રાને આગળ ચાલવા પ્રેરે છે. નૈરાશ્ય, ગ્લાનિ અને ખિન્નતાના ભાવો સમેતની જન્મ-મરણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને એ પ્રક્રિયા કવિચિત્તમાં અનેક ભાવસ્પંદન જગાવે છે. કવિને ગૂંચ વગર ગૂંચાયેલા આદિ-અંત દેખાય છે, પણ ઉકેલાતા નથી. અંદર હાલતું જળ ઈંડાની જરદી જેવું સંભળાય છે. કવિ આ સઘળાને ‘ચાંગળુક વૈખરી'થી પકડવા મથે છે. આ મથામણમાંથી જ આ કાવ્યસૃષ્ટિનું નિર્માણ થયું છે. | જે કંઈ મળ્યું છે તેનો સ્વીકાર કરીને કવિની જિજીવિષા નવા સાહસ તરફ દોરી જાય છે. સારા દિવસોની આશા યાત્રાને આગળ ચાલવા પ્રેરે છે. નૈરાશ્ય, ગ્લાનિ અને ખિન્નતાના ભાવો સમેતની જન્મ-મરણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને એ પ્રક્રિયા કવિચિત્તમાં અનેક ભાવસ્પંદન જગાવે છે. કવિને ગૂંચ વગર ગૂંચાયેલા આદિ-અંત દેખાય છે, પણ ઉકેલાતા નથી. અંદર હાલતું જળ ઈંડાની જરદી જેવું સંભળાય છે. કવિ આ સઘળાને ‘ચાંગળુક વૈખરી'થી પકડવા મથે છે. આ મથામણમાંથી જ આ કાવ્યસૃષ્ટિનું નિર્માણ થયું છે. | ||
| Line 85: | Line 85: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|❖}} | {{center|❖}} | ||
{{right|( | {{right|(‘અધીત : સોળ')}}<br><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘અને ભૌમિતિકા' : કેટલાક મુદ્દાઓ | |previous = ‘અને ભૌમિતિકા' : કેટલાક મુદ્દાઓ | ||
|next = ‘જાતિસ્મર’ની કવિતા | |next = ‘જાતિસ્મર’ની કવિતા | ||
}} | }} | ||
Revision as of 16:47, 12 January 2025
ડૉ. દીપક રાવલ
ગુજરાતી કવિતાનાં અભ્યાસીઓ માટે કાનજી પટેલનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કાનજી પટેલનાં કાવ્યો વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે જે હવે આપણને ‘જનપદ’ કાવ્યસંગ્રહના રૂપે એકસાથે પ્રાપ્ત થાય છે. ‘જનપદ’માં કવિનાં સઘળાં કાવ્યોને સાથે તપાસતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે સામયિકોમાં પ્રગટ થયેલાં કાવ્યનો આસ્વાદ એક જુદી બાબત હતી અને આ પણ એક જુદો જ અનુભવ છે. ‘જનપદ’નાં કાવ્યોમાં કેટલીક બાબતોનું સાતત્ય સ્પષ્ટપણે નોંખું તરી આવે છે. તે અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. આપણી ૭૦ પછીની ગુજરાતી કવિતાના કેટલાક કવિઓમાં ત્રણ વલણો પ્રગટતાં જણાય છે : (૧) આકારની સાથે સાથે સામગ્રીનાં મૂલ્યનો પણ સ્વીકાર એટલે કે આકાર અને સામગ્રીનું તુલ્યબળ > રસકીય સંતુલન, (૨) શિષ્ટ ભાષાકર્મની સાથે સાથે બોલીઓ અને તળપદી ભાષાનો વિન્યાસ કહો કે ભાષાનાં બૃહદ પરિપ્રેક્ષ્યને તાકવાનું વલણ અને (૩) સામગ્રીની પોતાનાં જ પરિવેશમાંથી શોધ, પોતાનાં મૂળની શોધ. જનપદની કવિતામાં આ ત્રણે વલણો જોઈ શકાય છે. ‘જનપદ’નાં કાવ્યોમાંથી પસાર થતાં પંચતત્ત્વનાં બનેલા આ શરીરને પામવાનો અને એમાંથી મુક્ત થવાનો કવિનો પુરુષાર્થ પામી શકાય છે. જળ, અગ્નિ, વાયુ, તેજ અને પૃથ્વી અનેક રૂપ ધરીને આ કાવ્યસૃષ્ટિમાં આવ્યા છે. કેટલાંક ઉદાહરણો જોઈએ :
જળ : ‘તાંબડીમાં
ચળક્યા કરી જળચાંદાની રાબ
થથરી આભ છારી
અમે તરાપે બેસી તરવા ચાલ્યા ચાંદો
આકાશી કમાનથી છૂટે તીર
જળ વીંધાય નહીં’
અગ્નિ : ‘કાષ્ઠમાં ઊંડે અગ્નિ
એવાં ગરજે ઊર’
વાયુ : ‘પવન કરે જળ હવાપાતળું
ફાટ ફાટ શઢ જળનો
ધમકારાને છોળ રમારમ
હોલવાય સૌ ભેદ’
તેજ : ‘ઘડીમાં અંધારગાભ નીલ પીળાસોનેરી તાંબારંગી ભડકે બળે
અરુણ અરુણ ઉગમણું
થડમૂળ ઝગારા મારે.’
પૃથ્વી : ‘વર્ષોથી ઢીમ નાળિયાં
સાથળ સમાણા કળે પગ અમારા
સૂડાનાં પાંદડાં ઊડે આભ
સૂરજ દીવો રાત થાય
કળણથી પગના ગોટલાં ઓગળે
માટી ભેગી માટી અમે’
આ જગતને આપણે આ પાંચ તત્ત્વોનાં બનેલા શરીરથી પામીએ છીએ. આપણી પાંચે ઇન્દ્રિયો દ્વારા જગત અનેક રૂપે આપણી પાસે આવે છે અને એ રીતે આ શરીર જગત સાથે શ્લેષ, આશ્લેષ અનુભવે છે. જેમાંથી આ સૃષ્ટિ રચાય છે. આ શરીર જનક જનનીનાં લોહીથી બંધાયેલું છે. કવિના શબ્દોમાં કહીએ તો :
‘જનક જનનીએ
દેશકાળથી ઊફરાં જઈ
માંડ્યા ઓધાન’
આવા આ શરીરનો સંબંધ છેક પ્રથમ પૂર્વજ સુધી વિસ્તરે છે. આ સંબંધને કવિ તીવ્રતાથી અનુભવે છે :
‘ભાગતી રાતના
તારોડિયામાં
વડવો.
સીધો એક તાર
ત્યાંથી અહીં સુધી વાટ વીજાણું ભરિત.’
જન્મ-મરણની પ્રક્રિયા તો ચાલતી જ રહે છે. એક પેઢી પછી બીજી પેઢી આવતી જ રહે છે. પૂર્વજો બાળવેશે પાછાં આવે છે :
‘આભલામાંથી મનપવન સરીખા
પ્રગટી આવ્યા પૂર્વજ બાળવેશે’
એટલે કવિને એ તો ખબર છે જ કે ‘મોલ લણશે મોલને.’ પરંતુ કવિનો મુખ્ય સંઘર્ષ તો આ શરીરમાંથી મુક્તિ મેળવવાનો છે, પાર્થિવમાંથી અપાર્થિવમાં જવાનો છે. આ પાર્થિવથી અપાર્થિવ તરફની યાત્રાનાં વાહન બને છે અજવાળું, અંધારું જળ, માટી, પવન વગેરે. ‘જનપદ’નાં કાવ્યોમાં અજવાળા અને અંધારાનાં અનેક રૂપો શબ્દસ્થ થયાં છે. આ અજવાળું અને અંધારું એરુ થઈને આભડે છે. પ્રથમીના પેટાળમાંથી વખના ઝાડ ઊગે છે અને એની છાયામાં ઘેન ચડે છે. ચેતના છેક ઋગ્વેદનાં પૂર્વજ સુધી પહોંચે છે :
‘અમે સોમ પીધો છે
અમે આલોકમાં પહોંચી ગયા છીએ!
અમે દેદીપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે
અમે અમર બની ગયા છીએ!’
એ પૂર્વજ પાસે તો અમરત્વની શ્રદ્ધા હતી, પરંતુ કવિ પાસે તો એવી કોઈ શ્રદ્ધા પણ નથી. ‘થળ ને જળની પેલી ગમ’ ભંભોલા પાતાળ મોટાં થયાં કરે છે. ગ્લાનિ, ખિન્નતાનાં ભાવ પ્રબળ બને છે, ક્યાંય પ્રાપ્તિ કે મુક્તિ નથી. જળ અંધારા અને આકાશને બાંધતી વાચા નાભિમાં જાગે છે. કવિ દેવ પાસે માગે છે :
‘દેવ
તમારા પાણીનો અંતરપટ ઉડાડી દો
નાભિ અને વાણીનો મેળ કરી આલો.’
નાભિમાંથી જ કહો કે ગર્ભમાંથી જે પ્રાપ્ત થયું છે, વારસામાં મળ્યું છે એનો વાણી સાથે મેળ મળતો નથી. વાણી વેદનાઓને વ્યક્ત કરવા સમર્થ લાગતી નથી. કવિને આ જે પરંપરા સાથે પ્રાપ્ત થયું છે તેનો અને વાણીનો મેળ કરવો છે પણ એ શક્ય બનતું નથી. પાણીનો અંતરપટ નડે છે. દેવ જો આ પાણીનો અંતરપટ દૂર કરવા તૈયાર હોય તો કવિ ગમે તે સહન કરવા તત્પર છે. એટલે જ તો કહે છે કે :
‘પવનને ઝાઝેરો પવન કરજો
રચો અજવાળું ધોર અંધારા જેવું
ને અંધારું લાખવાર કાળું’
અજવાળું મળવાની શક્યતા જ ન હોય તો ભલે અંધારુ આવે અને એય ભલે લાખવાર કાળું હોય શો ફેર પડે છે! દેવ પાસેથી ઉત્તર મળે છે ‘તેમ થાઓ. કવિ ખુમારીથી એનો સ્વીકાર કરે છે. કહે છે :
‘એ તો એવું જ
માગ્યું અને મળ્યું.’
જે કંઈ મળ્યું છે તેનો સ્વીકાર કરીને કવિની જિજીવિષા નવા સાહસ તરફ દોરી જાય છે. સારા દિવસોની આશા યાત્રાને આગળ ચાલવા પ્રેરે છે. નૈરાશ્ય, ગ્લાનિ અને ખિન્નતાના ભાવો સમેતની જન્મ-મરણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને એ પ્રક્રિયા કવિચિત્તમાં અનેક ભાવસ્પંદન જગાવે છે. કવિને ગૂંચ વગર ગૂંચાયેલા આદિ-અંત દેખાય છે, પણ ઉકેલાતા નથી. અંદર હાલતું જળ ઈંડાની જરદી જેવું સંભળાય છે. કવિ આ સઘળાને ‘ચાંગળુક વૈખરી’થી પકડવા મથે છે. આ મથામણમાંથી જ આ કાવ્યસૃષ્ટિનું નિર્માણ થયું છે. ‘જનપદ’નાં કાવ્યોમાં અનેક બળવાન કલ્પનો, પ્રતીકો જોવા મળે છે. જેની લાંબી યાદી થઈ શકે. આ કલ્પનો અને પ્રતીકો કવિએ પોતાના પરિવેશમાંથી જ લીધાં છે. કૃષિજીવનનાં અનેક સંદર્ભો અને અધ્યાસો અનેક રૂપે અહીં મૂર્ત થયાં છે. કવિના વતનની આસપાસ વસતી આદિવાસી પ્રજા પણ ‘ભીલનો મકોડો ભાંગ્યો’ જેવા કાવ્યમાં અને અન્ય કેટલીક કાવ્યપંકિતઓમાં ઝીલાઈ છે જેમ કે:
(૧) ‘ધોરીડા તો કામઠાથી છૂટ્યાં તીર’
(૨) ‘આકાશી કમાનથી છૂટે તીર’
(૩) ‘ભુલાયેલા ઊંડા કંદ હજુ સૂરજ પીએ
ને કોઢમાં ચઢાવે તીર કામઠા પર
કમાન પાર ઝગતગે અદીઠ, મનઘડ કસ્તૂરસોના’
તળપદા શબ્દોને કારણે અને કવિએ સહેતુક રાખેલી સંદિગ્ધતાને કારણે આ કાવ્યો સરળતાથી પમાય એમ નથી. આ કાવ્યો પાસે વારંવાર જઈને, ખાસ્સી મથામણ કર્યા પછી જ ખૂલે તો ખૂલે એવી સંકુલતા જનપદમાં છે. સેક્સનાં, પ્રકૃતિનાં અનેક સંદર્ભો આ કાવ્યોમાં છે જેનો એક જુદો જ અભ્યાસ-લેખ કરવો પડે. આવી આ ‘જનપદ’ની કવિતા સ્થૂળ અર્થમાં ‘તળપદી’ કે ‘જાનપદી’ કવિતાનાં ચોકઠામાં ગોઠવાઈ જાય એવી ડાહીડમરી નથી. કવિ કાનજી પટેલનાં સંવિતમાં ત્રણ પરિમાણો ભળેલાં છે: (૧) એનું બાળપણ જે પરિવેશમાં ઊછર્યું છે એ વતનપ્રદેશનાં સ્થાનિક લોકજીવનના વિવિધ રંગો અને સમગ્ર માહોલનાં સંસ્કાર એની ચેતનામાં ઊંડે સુધી એક રસ થઈને વ્યાપેલા છે તે. (૨) પોતાનાં આદિપૂર્વજો સાથેના તીવ્ર અનુસંધાનનો અનુભવ જે છેક ઋગ્વેદકાળ સુધી વિસ્તરેલો છે. (૩) અને અનેક સંકુલતાઓથી ભરેલું એનું આધુનિક સમસામયિક જીવન. આ ત્રણે પરિમાણ એકમેકમાં ભળીને કે ક્યારેક એકમેક સાથે ટકરાઈને આ કાવ્યોને પ્રભાવિત કરે છે. ‘જનપદ’ની કવિતા આ ત્રણે પરિમાણોનો ચૈતસિક પ્રાદુર્ભાવ છે. આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતામાં આધુનિક ભાવો મોટા ભાગે નાગરી વાતાવરણને સંદર્ભે જ પ્રગટ્યા છે, પરંતુ કાનજી પટેલનાં કાવ્યોમાં એ તળપદા વાતાવરણને સંદર્ભે પ્રગટે છે. કાનજીએ આધુનિક ભાવોને પ્રગટ કરવા અનુકરણના સરળ માર્ગને પસંદ કરવાને બદલે પોતાની ચેતનામાં જવાનો કઠણ માર્ગ પસંદ કર્યો છે. આ કવિનું સંવિત આધુનિક કહી શકીએ તેવું છે, પરંતુ એની બાની તળપદી છે. આ બાનીને ઘડનારું સંવિત્ જાગ્રત છે, અત્યંત સભાન છે. આ અર્થમાં કાનજી આપણી જાનપદી કવિતાની પરંપરાથી ઉફરો ફંટાય છે અને પોતાની અભિનય કેડી કંડારે છે. આપણી આધુનિક અને તળપદી બંને પરંપરાના ભોગળ ભાંગીને ‘જનપદ’ની કવિતા નવી દિશામાં પ્રસ્થાન કરે છે.
❖
(‘અધીત : સોળ’)