મંગલમ્/જાગો જાગો જન: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
શ્યામલ-વરણી પલટી ધરણી, તેજ તણા શણગાર કરી, | શ્યામલ-વરણી પલટી ધરણી, તેજ તણા શણગાર કરી, | ||
જાગે છે નવ જોમ ગગનમાં, લાલ રંગ સૌ અંગ ધરી. {{right|જાગો…}} | જાગે છે નવ જોમ ગગનમાં, લાલ રંગ સૌ અંગ ધરી. {{right|જાગો…}} | ||
{{right|— પ્રહલાદ પારેખ}} | {{right|— પ્રહલાદ પારેખ}} | ||
</poem>}} | </poem>}} | ||
Revision as of 01:58, 27 January 2025
જાગો જાગો જન
જાગો જાગો જન, જુઓ, ગઈ રાત વહી
રાત વહી ને ભોર ભઈ… જાગો…
હિમડુંગરનાં શિખરો ઝળક્યાં, મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે, ઝરણ જલે નવ ઝલક ધરી. જાગો…
દૂરે દૂરે ઝાલર બાજે, ક્યાંક બજી શરણાઈ રહી,
વન ઉપવનમાં ફૂલડાં જાગે, પવન ફરે પમરાટ ભરી. જાગો…
શ્યામલ-વરણી પલટી ધરણી, તેજ તણા શણગાર કરી,
જાગે છે નવ જોમ ગગનમાં, લાલ રંગ સૌ અંગ ધરી. જાગો…
— પ્રહલાદ પારેખ