મંગલમ્/ના દો તો પ્રભુ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 28: | Line 28: | ||
તમે હજુ ઘેર નથી પધાર્યા એના ભણકારા | તમે હજુ ઘેર નથી પધાર્યા એના ભણકારા | ||
રહેજો અંતરમાં મારા. | રહેજો અંતરમાં મારા. | ||
— રવીન્દ્રનાથ ટાગોર | |||
{{right|— રવીન્દ્રનાથ ટાગોર}} | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 02:58, 27 January 2025
ના દો તો પ્રભુ
ના દો તો પ્રભુ, ભલે ના દેશો દર્શન તમારાં
આ ને આ જન્મે મારા,
મિલન હજુ નથી થયું તમારું એના ભણકારા
રહેજો અંતરમાં મારા;
ભૂલું નહીં શયને કે સપને
શલ્ય જેવા સાલો મનને… મિલન…
આ સંસારી ગુજરીમાં મુજ ઝાઝા કે થોડા
ગુજરજો જીવનના દહાડા,
ધનના ઢગલા વડે ભરાજો હાથ ભલે મારા;
લાધજો સુખ અપરંપારા,
ખરી કમાણી કશી ન થઈ હજી એના ભણકારા
રહેજો અંતરમાં મારા… ભૂલું…
વાટ વચ્ચે ભરાય અંગો આળસથી મારાં.
વધે નહીં આગળ પગ મારા;
ભોંય પર હું ભલે પડી રહું, ગાત્રો આ મારાં
પસારીને હિંમતહારા,
આખી વાટ હજુ રહી બાકી એના ભણકારા
રહેજો અંતરમાં મારા,
મંગળ વાદ્યો મચી રહે ને આનંદ ફુવારા
ભરી દે મંદિરિયાં મારાં;
ઓચ્છવ રંગે ભલે જ રમીએ ઘરનાં જન સારાં
સજીને શણગારો સારા.
તમે હજુ ઘેર નથી પધાર્યા એના ભણકારા
રહેજો અંતરમાં મારા.
— રવીન્દ્રનાથ ટાગોર