મંગલમ્/ઝળકતું જીવન ઝાંખું થાય રે


ઝળકતું જીવન ઝાંખું થાય રે

ઝળકતું જીવન ઝાંખું થાય રે,
જો માનવ ભૂલે તો.
પ્રભુ પણ પાપોથી દુભાય રે,
જો માનવ ભૂલે તો.
જગતમાં મારું મારું થાય,
મનુષ્યો ઈશને ભૂલી જાય.
ભૂલે તો ભવસાગર ભટકાય રે,
જો માનવ ભૂલે તો.
ગુમાની ઘેન મહીં ફરતો,
વિભુથી લેશ નહીં ડરતો,
બિચારો અધવચ ડૂબી જાય રે,
જો માનવ ભૂલે તો.