મંગલમ્/અમારી સંગમની દુનિયા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:06, 28 January 2025

અમારી સંગમની દુનિયા

અમારી સંગમની દુનિયા, રચીશું સંગમની દુનિયા,
કુદરત કેરા આ ઉપવનમાં,
વાસ અમારો વિશ્વ ભવનમાં,
અમારી ભારતી મૈયા… રચીશું૦

પ્રેમ અમારી મોંઘી મૂડી, જાળવશું ના જાય જ ઊડી,
કરીશું સાફ સરળ હૈયાં… ૨ચીશું૦

તીર્થ અમારાં ઘર ઘર પ્યારાં, માનવથી નહીં દેવનિરાળાં,
બનીશું નવયુગ ઘડવૈયા… રચીશું૦

— પૂનમચંદ શાહ