મંગલમ્/બાજે મૃદંગ ઢોલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 14:54, 28 January 2025
બાજે મૃદંગ ઢોલ
બાજે મૃદંગ ઢોલ, બાજે પખવાજ ખોલ,
બાજે એ તંબૂરાના તાર,
મંદિરમાં બાજે છે બંસરી …બાજે૦
સાંજ સંધ્યાનાં રૂપેરી વાદળે,
રંગેલી સોનેરી કોર,
સોનેરી કોરે, રૂપેરી વાદળે,
બાજે એ બંસરીના શોર
મંદિરમાં બાજે છે બંસરી …બાજે૦
આવતાં અંધારાના કાળા ઓછાયે,
ચમકે છે આરતીની જ્યોત,
જ્યોતના પ્રકાશે, કાળા અંધારે,
બાજે એ બંસરીના શોર,
મંદિરમાં બાજે છે બંસરી …બાજે૦
— જગદીશચંદ્ર વીરાણી