મંગલમ્/માછીડા, હોડી તું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 15:22, 28 January 2025

માછીડા, હોડી તું

માછીડા, હોડી તું હંકાર
મારે જાવું પેલે પાર. (૨)

જમણે કાંઠે મથુરા નગરી
ડાબે ગોકુલ ગામ,
આ આરે મારી દેહ ઊભી છે
ત્યાં છે આતમરામ;
મારે જાવું પેલે ધામ… માછીડા૦

આભનો સાગર ઝળહળ ભરિયો
માંહી સૂરજ ને સોમ
આ આરે ધરતીની ભેખડ
ત્યાં છે ચેતન ભોમ;
મારે જાવું ત્યાં હરિ ૐ… માછીડા૦

હલકી હેલે આયુષ ઊછળે
જગના વાય સમીર,
આ આરે મારી આશાની નિકુંજો,
ત્યાં છે પ્રેમમંદિર;
મારે જાવું પેલે તીર… માછીડા૦