મંગલમ્/બાળગીત-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 15:22, 30 January 2025
બાળગીત
શાને આ રંગ જુદા-જુદા
નિત નિત ખીલતાં ફૂલડાં નવરંગી
ઓલી ધરતીના રંગ જુદા-જુદા…શાને૦
કોયલનો રંગ કાળો કંઠે સોહામણો
ઓલ્યા મોરલાના રંગ જુદા-જુદા…શાને૦
ચાંદાનો રંગ જુદો સૂરજનો રંગ જુદો
ઓલ્યા આભલાના રંગ જુદા-જુદા… શાને૦
દુનિયાને રંગનાર કેવો રંગીલો?
જેણે ઢોળ્યા છે રંગ જુદા-જુદા…શાને૦