આવજો આવજો આવજો રે મારે આંગણ પંખીડાં આવજો રે ચોક વળાવી ચણ ૨ે નંખાવું નાનાં બચ્ચાંને સાથે લાવજો રે…મારે૦ ચણની સાથે પાણીડાં દઈશું નહાવાની મોજ પણ માણજો રે…મારે૦ નાહ્યા પછી સૌ ખૂબ ખૂબ નાચજો નાચીને ગીત લલકારજો રે…મારે૦