બાળ કાવ્ય સંપદા/ફોરાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 03:08, 14 February 2025
ફોરાં
લેખક : પિનાકીન ઠાકોર
(1916-1995)
ફોરાં વ૨સે છે આજ
વસે છે ફોરાં,
ઝીલવા આવ્યાં જો
કેટલાંય છોરાં
ફોરાં વ૨સે આજ વરસે ફોરાં.
શેરીમાં સામટાં
થાય બધાં એકઠાં,
દોડે કૂદે ને ગાય
ગીતો વરસાદનાં,
બોલાવે બા, તોય
સાંભળે એ સાદ ના;
કાલું કાણું ગાતાં ને
નાચતાં ને ન્હાતાં;
ઊંચે જુએ તો વળી
નીચાંયે જાય લળી;
જોતાં ચોમેર જાય,
ધરતી આકાશ થાય !
કેવાં ગોરાં !
ફોરાં વ૨સે આજ વરસે ફોરાં.