બાળ કાવ્ય સંપદા/ઊડું ઊડું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 03:31, 14 February 2025
ઊડું ઊડું
લેખક : એની સરૈયા
(1917-1985)
પંખીડાની પાંખ પ્હેરી
ઊડું ઊડું વાદળ સંગે
આભ મિનારે,
રંગ-ફુવારે,
ત્યારે હો મારી મા !
તું જોયા કરજે...
જોયા કરજે !
સૂરજ સંગે સંગે આભલિયે હું ઘૂમું,
ઉપવનમાં ગાતાં ગાતાં ફૂલડિયાંને ચૂમું :
ત્યારે હો મારી મા !
તું જોયા કરજે...
જોયા કરજે !
હિમાલયનાં શિખરે શિખરે ઊંચે ઊંચે ઊડું,
વિશ્વ બધુંયે ન્યાળું ન્યાળું રંગબેરંગી રૂડું :
ત્યારે હો મારી મા !
તું જોયા કરજે...
જોયા કરજે !
શીતળ માનસરોવર તીરે પીઉં ખોબે પાણી,
રાજહંસની જોડી સંગે પોયણે પોઢું જાણી :
ત્યારે હો મારી મા !
તું જોયા કરજે...
જોયા કરજે !