બાળ કાવ્ય સંપદા/જાંબુડો
લેખક : શામજીભાઈ જમોડ, તારાબહેન જમોડ
(1916)
જાંબુડો કોણે વાવ્યો ? કોણે વાવ્યો ? કોણે વાવ્યો રે...?
જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, આપણે વાવ્યો રે...
જાંબુડો કેમ વાવ્યો ? કેમ વાવ્યો ? કેમ વાવ્યો રે...?
જાંબુડો આમ વાવ્યો, આમ વાવ્યો, આમ વાવ્યો રે...
પાણી કોણે પાયું ? કોણે પાયું ? કોણે પાયું રે....?
પાણી અમે પાયું, તમે પાયું, આપણે પાયું રે....
જાંબુડો કેવડો થયો ? કેવડો થયો ? કેવડો થયો રે...?
જાંબુડો આવડો થયો, આવડો થયો, આવડો થયો રે...
જાંબુડાં કેવડાં થયાં ? કેવડાં થયાં ? કેવડાં થયાં રે...?
જાંબુડાં આવડાં થયાં, આવડાં થયાં, આવડાં થયાં રે...
જાંબુડાં કેટલાં ખાધાં ? કેટલાં ખાધાં ? કેટલાં ખાધાં રે...?
જાંબુડાં આટલાં ખાધાં, આટલાં ખાધાં, આટલાં ખાધાં રે....
જાંબુડાં કેમ ખાધાં ? કેમ ખાધાં ? કેમ ખાધાં રે...?
જાંબુડાં આમ ખાધાં, આમ ખાધાં, આમ ખાધાં રે....
જાંબુડાં કોણે ખાધાં ? કોણે ખાધાં ? કોણે ખાધાં રે...?
જાંબુડાં અમે ખાધાં, તમે ખાધાં, સૌએ ખાધાં રે...