બાળ કાવ્ય સંપદા/અંધકારના હાથી ઉપર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 05:28, 16 February 2025
અંધકારના હાથી ઉપર
લેખક : સુરેશ દલાલ
(1932-2012)
અંધકારના હાથી ઉપર ચાંદ મહાવત બેઠો :
તેજકિરણની સીડી મૂકીને સૂરજ ઉતારે હેઠો !
સૂરજને હાથી નહીં ચાલે
એના ઘોડા સાત;
રવિવારથી શનિ સુધી છે
સાતેનો સંગાથ.
આજ ભલેને ચાંદો લાગે મહારાજાનો બેટો :
તેજકિરણની સીડી મૂકીને સૂરજ ઉતારે હેઠો !
ચાંદા સાથે તારાઓનું
લશ્કર કરતું કૂચ;
નરબંકા સૂરજના તાપે
બળે બધાની મૂછ.
સૂરજ ને ચાંદાનો થાશે કદી આભમાં ભેટો
તો તો જોવા જેવી : આજે આંખ મીંચીને લેટો !
</poem>