બાળ કાવ્ય સંપદા/અંદોરો કંદોરો
અંદોરો કંદોરો
લેખક : સુરેશ દલાલ
(1932-2012)
કોઈ આઘો કોઈ ઓરો ભાઈ
સોયની સાથે દોરો ભાઈ
ફૂલની જેવા ફોરો ભાઈ
અમરતનો કટોરો ભાઈ
બળબળતા બપ્પોરો ભાઈ
વનમાં પળનો પોરો ભાઈ
કોઈ મોરો કોઈ તોરો ભાઈ
કોઈનો કાગળ કોરો ભાઈ