બાળ કાવ્ય સંપદા/કોણે ?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}} {{Block center|<poem> ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે દિન-રાત વરસ્યાં કરે. (૨) ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને સંદેશો જઈને કોઈ કે'જો, કે દિન-રાત મલક્યાં કરે. (૨)...")
(No difference)

Revision as of 12:50, 16 February 2025

ઉષા

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

ઓલી વાદળીને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)

ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
સંદેશો જઈને કોઈ કે’જો, કે
દિન-રાત મલક્યાં કરે. (૨)

વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)

ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)

અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે’જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)