zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/મામા આવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આવ રે વરસાદ

લેખક : પ્રભુલાલ દોશી
(1936)

મામા આવે
મામા આવે,
શું શું લાવે ?
ખજૂર લાવે,
ટોપરાં લાવે;
એ તો અમને,
બહુ બહુ ભાવે.

મામા આવે,
શું શું લાવે ?
રમકડાં લાવે,
રમતાં બતાવે,
રમવાનું અમને;
બહુ બહુ ફાવે.

મામા આવે,
શું શું લાવે ?
જાંબું લાવે,
ચીકુ લાવે;
કેળાં લાવે,
કેરી લાવે;
ફળ તો અમને,
બહુ બહુ ભાવે.

મામા આવે,
શું શું લાવે ?
ધાણી લાવે,
દાળિયા લાવે;
રંગે રમતાં,
સહુની સાથે;
મજા ખાવાની,
બહુ બહુ આવે.

મામા આવે,
શું શું લાવે ?
પતંગ લાવે,
દોરી લાવે;
પતંગ ચગાવે,
પેચ લડાવે;
મજા જોવાની,
બહુ બહુ આવે.