બાળ કાવ્ય સંપદા/એથી અમને ગમતા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એથી અમે ગમતા !|લેખક : ચંદ્રકાન્ત શેઠ<br>(1938-2024)}} {{center|<poem> સૂરજદાદા રોજ સવારે આવે ત્યારે નમતા, એથી અમને ગમતા. ચાંદામામા આવે ત્યારે અંધારાને દમતા, એથી અમને ગમતા. સાગરરાણા મોજે મોજે ગગન...")
(No difference)

Revision as of 02:08, 17 February 2025

એથી અમે ગમતા !

લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)

સૂરજદાદા રોજ સવારે આવે ત્યારે નમતા,
એથી અમને ગમતા.
ચાંદામામા આવે ત્યારે અંધારાને દમતા,
એથી અમને ગમતા.
સાગરરાણા મોજે મોજે ગગન ઉછાળી રમતા,
એથી અમને ગમતા.
ધરતીમૈયા હોંશે હોંશે ફૂલ ફૂલ ફોરમતાં,
એથી અમને ગમતાં.
ડુંગરભૈયા અડગ રહીને ગાજવીજ સૌ ખમતા,
એથી અમને ગમતા.
ગંગામૈયા ગાતાં ગાતાં સૌને પાતાં મમતા,
એથી અમને ગમતાં.
દુનિયા ને દરબાર સાચવે જે રાખીને સમતા,
એ જ સદાયે અમને ગમતા ગમતા ગમતા ગમતા !