બાળ કાવ્ય સંપદા/મોટા થૈ જાશું
Jump to navigation
Jump to search
મોટા થૈ જાશું
લેખક : મગનલાલ ગંધા
(1937)
હસતાં હસતાં, રમતાં-ભમતાં
આજ રે નાનાં, કાલ મોટાં થૈ જાશું.
રે અમે કાલ મોટાં થૈ જાશું (૨)
હસતાં...
હૈયાં અમારાં નાનાં છે તોય
મોટાં છે આ મ.........ન;
પા...પા પગલી પાડીએ આજે
જોઈ લેજો પછી રં.....ગ
અમે ભડ-ભાદર થૈ જાશું
હસતાં...
ડગલે પગલે, પડી-આખડી
પછી ઊભાં થૈ જાતાં;
રમતાં – ભમતાં સહુની સાથે
હોંશે ગીતડાં ગાતાં..
અમે સહુનાં વા’લાં થાશું,
હસતાં...