બાળ કાવ્ય સંપદા/ભીનો – લીલો સાદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:03, 21 February 2025

ભીનો-લીલો સાદ

લેખક : રમેશ પટેલ
(1946)

ધરતી પર પથરાયો ભીનો લીલો સાદ,
ધક ધક ધક વ૨સી અટક્યો શ્રાવણનો વરસાદ.

નીકે નીકે પાણી વહેતું, ખળ ખળ કરતું જાય,
હોડી હોડી રમતાં બાળક ભીનાં ભીનાં થાય.

તારે તારે તોરણ જાણે ટીપાંઓની હા૨,
ધીરે ધીરે સૂરજ નીકળ્યો વાદળમાંથી બહાર.

તડકે તડકે રસ્તા ચમકે શરૂ થયો વ્યવહાર,
માળામાંથી પંખી છૂટ્યાં છૂટે જેમ નિશાળ.

ભીની ભીની સુગંધ જાણે શેકાતી વરિયાળી,
ખેડૂતોની ખેતીવાડી લીલીછમ હરિયાળી.

હરખાતાં સૌ માનવ હૈયાં આનંદે ઊભરાય,
પંખીઓ પણ કલરવ કરતાં ગીત મધુરાં ગાય.