બાળ કાવ્ય સંપદા/ઝાકળ જો !

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઝાકળ જો !

લેખક : રમેશ પટેલ
(1946)

ફૂલો ૫૨ ૨મતું ઝાકળ જો,
પર્ણો ૫૨ હસતું ઝાકળ જો !
શિયાળો આવ્યો ઝાકળ જો,
ઠંડીને લાવ્યો ઝાકળ જો.
ટીપાંમાં દર્પણ ઝાકળ જો.
સૂરજનું સગપણ ઝાકળ જો.
પૃથ્વી ૫૨સેવો ઝાકળ જો,
ઋતુ નવડાવો ઝાકળ જો !
પ્રભાતે મોતી ઝાકળ જો,
ધુમ્મસી ટોળી ઝાકળ જો.
ફૂલોને ધોતું ઝાકળ જો,
પંખીઓને જોતું ઝાકળ જો.
ભૂલકાંની આંખે ઝાકળ જો,
અચરજની આંખે ઝાકળ જો !