બાળ કાવ્ય સંપદા/મને ગમે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:44, 24 February 2025
મને ગમે છે
લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)
મને ગમે છે મારા જેવું
હસતું રમતું પેલું ઝરણું
વા’તા વા’ની સામે કાયમ
વાતો કરતું પેલું તરણું...૧
કૂદકા મારી આગળપાછળ
સદાય ધપતું પેલું હરણું
હરિયાળી જાજમના જેવું
ધરતી ઉપરનું પાથરણું...૨
કોની પીંછીથી રંગાઈ
ઘાસ બને છે હરિતવરણું
રંગ ભરેલું દૃશ્ય ક્ષિતિજ
ન હો ઉગમણું કે આથમણું...૩
ડાળી ઉપર પુષ્પ ગમે છે
ઝૂલા ખાતું નાજુક નમણું
ભરતી વેળા અશ્વ બનીને
આવે જ્યાં મોજું સાગરનું...૪
અષાઢ માસે વીજ ચમકતી
ને આભે ગર્જન વાદળનું
અને રૂપેરી પૂનમ રાતે
વરખ વરસતું હો ચાંદરણું...૫