બાળ કાવ્ય સંપદા/બગલા પંડિતજી
Jump to navigation
Jump to search
બગલા પંડિતજી
લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)
નદીકોનારે વડલા નીચે, બેઠા બગલા પંડિતજી;
જોવા જોષ પશુ પંખીના, બેઠા બગલા પંડિતજી.
આંખે ચશ્માં, ખભે ખેસ ને, ટીપણું ખોલીને જુએ;
નામ પૂછીને કહેવા માંડે, બેઠા બગલા પંડિતજી.
કલબલ કરતી કાબરને કહે, પોપટ જેવું મીઠું બોલ,
મેના પોપટ જેવું જીવતાં, શીખવે બગલા પંડિતજી.
શાણા, ભોળા શાંત કબૂતર, શાંતિપ્રિય ને સંયમી,
બચતા રહેજો શિકારીથી, સ્સોચવે બગલા પંડિતજી.
જંપ જરા ઓ ચંચળ ચકલી, તારું સુખ શેમાં? તે કહું
કાગાથી દૂર રહેવું તારે, બોલ્યા બગલા પંડિતજી.
વ્રત અગિયારસ કરતાં રહેવું અને રાખવી જીવદયા,
એવા બહુ ઉપદેશો સૌને આપે બગલા પંડિતજી.
ત્યાં તો જળમાં તરતી માછલી, જોતાં બગલા પંડિતજી,
ટીપણાંની માયા સંકેલી, દોડ્યા બગલા પંડિતજી.
જોષ બીજાના જોવા કરતાં, દોષ જુઓ પોતાના બસ,
કાગાની કર્કશવાનીથી નાઠા બગલા પંડિતજી.