બાળ કાવ્ય સંપદા/આવ્યાં પતંગિયાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+૧) |
||
| Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લાડ કરે છે ઝાડ | ||
|next = | |next = નિહાળ્યા કરું | ||
}} | }} | ||
Latest revision as of 00:36, 27 February 2025
આવ્યાં પતંગિયાં
લેખક : ત્રિવેણી પંડ્યા
(1960)
મારા બાગમાં આવ્યાં પતંગિયાં,
રંગરંગીલાં ને રંગરસિયાં...
મારા બાગમાં..
ઉપવને ઘૂમે ને ફૂલ ફૂલ ચૂમે,
પાંખ એની ખોલે ને પાંખ પાછી બીડે;
નાનાં નાનાં ઊડે જાણે ફરફરિયાં...
મારા બાગમાં..
ફૂલોના રંગ જેવા રંગ એને શોભતા,
બિંદીવાળાં ટપકાં ઉમેરો કરતાં;
સુંદર દીસે જાણે લટકણિયાં...
મારા બાગમાં..
એને પકડવા પાછળ હું દોડું,
ફૂલ પર બેસે તો હમણાં હું પકડું,
‘પકડો ના ભાઈ’ એવું કરગરિયાં.........
મારા બાગમાં..