zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/નિહાળ્યા કરું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિહાળ્યા કરું

લેખક : ત્રિવેણી પંડ્યા
(1960)

પતંગિયાની પાંખે બેસી,
ઊંચે હું ઊડ્યા કરું;
ને રંગોની દુનિયાને,
રોજે નિહાળ્યા કરું.

ફૂલોના રંગોને હાથમાં લઈને,
ફૂલોની સુગંધને મુઠ્ઠીમાં ભરીને;

આવતા-જતા સહુ
લોકોને રંગ્યા કરું;
ને રંગોની દુનિયાને
રોજે નિહાળ્યા કરું.

પતંગિયાની પાંખ પર મમ્મીને લઈને,
પપ્પા, બહેની અને ભાઈને લઈને;

પરીઓના દેશમાં
મહેમાન હું બન્યા કરું;
ને રંગોની દુનિયાને
રોજે નિહાળ્યા કરું.

પતંગિયાની પાંખે બેસી,
ઊંચે હું ઊડ્યા કરું;
ને રંગોની દુનિયાને,
રોજે નિહાળ્યા કરું.