બાળ કાવ્ય સંપદા/દરિયો એ લાવ્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 30: | Line 30: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઝાકળનાં ઝાડ | ||
|next = | |next = પેલા ડુંગરની | ||
}} | }} | ||
Latest revision as of 02:34, 28 February 2025
દરિયો એ લાવ્યા
લેખક : જિતેન્દ્ર પ્રજાપતિ
(1987)
આંગણામાં પંખીઓ ચણવાને આવ્યાં;
કલ૨વનો જાણે કે દરિયો એ લાવ્યાં...(૨)
આંગણામાં...
ટેહૂક... ટેહૂક કરતા મોરલાઓ આવ્યા;
મોરલાઓ આવ્યા, સાથ ઢેલને લાવ્યા...(૨)
આંગણામાં...
રામ રામ કરતા બે પોપટ પણ આવ્યા;
પોપટ તો આવ્યા, સાથ મેનાને લાવ્યા...(૨)
આંગણામાં...
સફાઈ કરતા ઓલ્યા કાગડાઓ આવ્યા
કાગડા તો આવ્યા, સાથ કાગડીને લાવ્યા...(૨)
આંગણામાં...
શાંતિના દૂત એવાં કબૂતર આવ્યાં;
કબૂતર આવ્યાં, સાથ કબૂતરીને લાવ્યાં...(૨)
આંગણામાં...
ચકચક કરતા ચક્કાઓ આવ્યા;
ચક્કાઓ આવ્યા સાથ ચકલીઓને લાવ્યા. .(૨)
આંગણામાં...