રામચન્દ્ર પટેલની કવિતા/કોઈનો હું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 11:00, 2 March 2025

કોઈનો હું

તમે ઊંડે ઊંડે જલ બની વસ્યાં ભીતર અને
હું કાંઠો કૂવાનો થઈ અરવ ભેંકાર તપતો
રહ્યો પીતો ઊના પ્રહર, હર શ્વાસે તરસની
વરાળો ઉડાડી વમળ રચતો જીવું સજની!
હવે મારુંતારું મિલન લઈ વેળા મધુરવી
વહી આવે તો એ અવસર નહીં હોય લીલવો.
કદી ભૂલેચૂકે વરસી રણમાં વાદળ જશે
–શું માની લેવું કે હરિત વન લ્હેરાતું ઊગશે!
અજાણ્યું આવે જો ફરફરતું પાનેતર-મઢ્યું
પરોઢિયુંઃ એના હળુ રણકતા ઝાંઝર-રવે
સરી સૂના સૂના સભર અખિલાઈ સ્પરશતા
જશું ત્યારે થાશે અણઅણું મહીં કોક પજવે.
થઈ કોઈનો હું ઘટ, ઊતરી આવું તવ કને,
સમાઈ જાશો શું સહજ ઊછળી ઓળખી મને?