બાળ કાવ્ય સંપદા/મળવા જઈએ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(+૧) |
||
| Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બાળપણમાં મજા કરી તે ખરી! | ||
|next = | |next = અ...ધ...ધ... સપનાં | ||
}} | }} | ||
Latest revision as of 01:59, 18 March 2025
મળવા જઈએ
લેખક : રેખા ભટ્ટ
(1960)
ચાલ, નદીને મળવા જઈએ,
કલકલ કરતાં ઝરણાંશાં,
ખળખળ-ખળખળ વહેતાં જઈએ.
ચાલ, જંગલને મળવા જઈએ,
ઊડાઊડ કરતાં પંખીશાં,
કલબલ-કલબલ કરતાં જઈએ,
ચાલ, ડુંગરને મળવા જઈએ,
વાંકીચૂંકી કેડીશાં,
સળવળ-સળવળ કરતાં જઈએ,
ચાલ, દરિયાને મળવા જઈએ,
ઊછળતી આ હોડીશાં,
હાલકડોલક હાલકડોલક કરતાં જઈએ,
બહેની ચાલોને ! હાથ ઝાલીને,
ઊડતાં આ પતંગિયાંશાં,
મન ચાહે, ત્યાં ફરવા જઈએ.