અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ લોકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે પછી જ્યારે ઉઘાડો માણસ ફાટ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એ લોકો|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે

Revision as of 08:51, 12 July 2021

એ લોકો

પ્રિયકાન્ત મણિયાર

એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પ્હેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પ્હેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહીં,
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!

(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)