9,289
edits
(Created page with "{{SetTitle}} {{Heading| સુદામાચરિત્ર | }} {{Poem2Open}} ચૌદ કડવાંની આ નાનકડી કૃતિ પ્રેમાનંદની એક ઉત્તમ પંક્તિની રચના છે. આ કાવ્યમાં સુદામાના વિરોધાભાસયુક્ત છતાં પ્રતીતિકર ચરિત્ર-નિર્માણમાં, વાગ્વેદગધ્...") |
No edit summary |
||
| Line 46: | Line 46: | ||
એક કુટુબિની સ્ત્રીની કુટુંબ-વત્સલતા પણ એનામાં છે. બાળકનું દુઃખ એના હૃદયને હલાવી જાય છે, તો પતિના દુઃખનો પણ એને ઓછો ઉદ્વેગ નથીઃ | એક કુટુબિની સ્ત્રીની કુટુંબ-વત્સલતા પણ એનામાં છે. બાળકનું દુઃખ એના હૃદયને હલાવી જાય છે, તો પતિના દુઃખનો પણ એને ઓછો ઉદ્વેગ નથીઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>હું ધીરજ કોણ પ્રકારે ધરું? તમારું દુઃખ દેખીને મરું. | ||
અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરો છો શીતળ જળે. | અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરો છો શીતળ જળે. | ||
* | * | ||
| Line 216: | Line 216: | ||
કાવ્યની આ અત્યંત મહત્ત્વની ક્ષણોએ પ્રેમાનંદ આપણી રસવૃત્તિને કેવી ભિન્નભિન્ન રીતે સંતોષ આપે છે એનું પૃથક્કરણ કરવાનું મુશ્કેલ છે. એ ઘડીક આપણને હસાવે છે, ઘડીક ગંભીર બનવાની ફરજ પાડે છે, ઘડીક આર્દ્ર કરે છે, અને ઘડીક વિસ્મય પણ પમાડે છે, અને અંતે સુદામાની વિદાયવેળા પાસે લાવી મૂકે છે. ત્યાં શું જોવા મળે છે? સુદામો વિદાય માગે છે અને કૃષ્ણ પ્રાર્થે છે – ‘વળી કૃપા કરજો કો સમે’, પણ પ્રેમાનંદ કહે છે–ઠાલે હાથે નમીને. પોળ સુધી વળાવવા જાય છે પણ ‘કોડી એક ન મૂકી કરમાંહ્ય.’ રાણીઓ પણ આ હકીકતની નોંધ લે છે અને દુઃખ વ્યક્ત કરે છે. પછી કૃષ્ણ સુદામાને ભેટે છે અને સુદામો માને છે, સ્ત્રીથી છાનું રસ્તામાં કૃષ્ણ કંઈક આપશે, ‘પગે લાગી નારી સૌ ગઈ, તોયે પણ કાંઈ આપ્યું નહિ.’ એક કોસ સુધી કૃષ્ણ વળાવવા જાય છે, સુદામો એમને પાછા વળવા કહે છે ત્યારે ભેટીને રડે છે, ‘ફરી મળજો’ કહી પાછા ફરે છે, પરંતુ ‘કરમાં કંઈ મૂક્યું નહિ’. સુદામાને આપણે નિઃશ્વાસ મૂકતો સાંભળીએ છીએ. ‘કૃષ્ણ કંઈ નથી આપતા’ એ હકીકતનું પુનરાવર્તન આડકતરી રીતે સુદામાના આતુર મનને આપણી આગળ કેવું પ્રગટ કરે છે! ખેંચાતા અને અંતે તૂટી જતા આશાતંતુની વેદના આ જાતના પ્રસંગાલેખનમાંથી સાહજિક રીતે વ્યંજિત થઈ રહે છે. પ્રેમાનંદ સામાન્ય પ્રસંગને વિસ્તારીને એને કોઈક મર્મને અસરકારક રીતે વ્યક્ત કરતો બનાવીને આપણા હૃદયને જીતી લે છે. વાત કહેવાની પ્રેમાનંદની આ આગવી કળા છે. | કાવ્યની આ અત્યંત મહત્ત્વની ક્ષણોએ પ્રેમાનંદ આપણી રસવૃત્તિને કેવી ભિન્નભિન્ન રીતે સંતોષ આપે છે એનું પૃથક્કરણ કરવાનું મુશ્કેલ છે. એ ઘડીક આપણને હસાવે છે, ઘડીક ગંભીર બનવાની ફરજ પાડે છે, ઘડીક આર્દ્ર કરે છે, અને ઘડીક વિસ્મય પણ પમાડે છે, અને અંતે સુદામાની વિદાયવેળા પાસે લાવી મૂકે છે. ત્યાં શું જોવા મળે છે? સુદામો વિદાય માગે છે અને કૃષ્ણ પ્રાર્થે છે – ‘વળી કૃપા કરજો કો સમે’, પણ પ્રેમાનંદ કહે છે–ઠાલે હાથે નમીને. પોળ સુધી વળાવવા જાય છે પણ ‘કોડી એક ન મૂકી કરમાંહ્ય.’ રાણીઓ પણ આ હકીકતની નોંધ લે છે અને દુઃખ વ્યક્ત કરે છે. પછી કૃષ્ણ સુદામાને ભેટે છે અને સુદામો માને છે, સ્ત્રીથી છાનું રસ્તામાં કૃષ્ણ કંઈક આપશે, ‘પગે લાગી નારી સૌ ગઈ, તોયે પણ કાંઈ આપ્યું નહિ.’ એક કોસ સુધી કૃષ્ણ વળાવવા જાય છે, સુદામો એમને પાછા વળવા કહે છે ત્યારે ભેટીને રડે છે, ‘ફરી મળજો’ કહી પાછા ફરે છે, પરંતુ ‘કરમાં કંઈ મૂક્યું નહિ’. સુદામાને આપણે નિઃશ્વાસ મૂકતો સાંભળીએ છીએ. ‘કૃષ્ણ કંઈ નથી આપતા’ એ હકીકતનું પુનરાવર્તન આડકતરી રીતે સુદામાના આતુર મનને આપણી આગળ કેવું પ્રગટ કરે છે! ખેંચાતા અને અંતે તૂટી જતા આશાતંતુની વેદના આ જાતના પ્રસંગાલેખનમાંથી સાહજિક રીતે વ્યંજિત થઈ રહે છે. પ્રેમાનંદ સામાન્ય પ્રસંગને વિસ્તારીને એને કોઈક મર્મને અસરકારક રીતે વ્યક્ત કરતો બનાવીને આપણા હૃદયને જીતી લે છે. વાત કહેવાની પ્રેમાનંદની આ આગવી કળા છે. | ||
કાવ્યના બાકીના ભાગનું અવલોકન કરવાની જરૂર નથી. સમગ્રપણે જોતાં આપણને લાગે છે કે પ્રેમાનંદની શબ્દકલાથી શોભતાં સુદામા, દ્વારિકા આદિનાં કેટલાંક આસ્વાદ્ય વર્ણનો અને કુશળ માવજત પામેલા સુદામા-સુદામાપત્ની તથા કૃષ્ણ-સુદામાના લાંબા સંવાદોને કારણે તથા મનઃસ્થિતિના ચિત્રણ ઉપર વિશેષ લક્ષ હોવાને લીધે આ કાવ્યના વસ્તુપ્રવાહનો વેગ થોડો ધીમો રહે છે પણ કાવ્યનો બંધ શિથિલ થતો નથી, ધીમી પણ ચોક્કસ અને સ્થિર ગતિનો અનુભવ થાય છે. કથન, વર્ણન, ભાવનિરૂપણ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય આંતરે આવે છે અને પરિસ્થિતિની નાટ્યાત્મકતા પ્રગટ થાય એવી રીતે પ્રેમાનંદ એને ખીલવે છે, કથાપ્રપંચ કરતાં વધારે આસ્વાદ્ય નીવડે છે આ ચિત્રાત્મકતા, નાટ્યાત્મકતા અને ભાવલક્ષિતા. પણ બધું ભેગું મળીને આપણને કોઈ અનન્ય એવો આસ્વાદ આપે છે અને ‘સુદામાચરિત્ર’ પ્રેમાનંદનાં ઉત્તમ આખ્યાનો માંહેનું એક બની રહે છે. | કાવ્યના બાકીના ભાગનું અવલોકન કરવાની જરૂર નથી. સમગ્રપણે જોતાં આપણને લાગે છે કે પ્રેમાનંદની શબ્દકલાથી શોભતાં સુદામા, દ્વારિકા આદિનાં કેટલાંક આસ્વાદ્ય વર્ણનો અને કુશળ માવજત પામેલા સુદામા-સુદામાપત્ની તથા કૃષ્ણ-સુદામાના લાંબા સંવાદોને કારણે તથા મનઃસ્થિતિના ચિત્રણ ઉપર વિશેષ લક્ષ હોવાને લીધે આ કાવ્યના વસ્તુપ્રવાહનો વેગ થોડો ધીમો રહે છે પણ કાવ્યનો બંધ શિથિલ થતો નથી, ધીમી પણ ચોક્કસ અને સ્થિર ગતિનો અનુભવ થાય છે. કથન, વર્ણન, ભાવનિરૂપણ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય આંતરે આવે છે અને પરિસ્થિતિની નાટ્યાત્મકતા પ્રગટ થાય એવી રીતે પ્રેમાનંદ એને ખીલવે છે, કથાપ્રપંચ કરતાં વધારે આસ્વાદ્ય નીવડે છે આ ચિત્રાત્મકતા, નાટ્યાત્મકતા અને ભાવલક્ષિતા. પણ બધું ભેગું મળીને આપણને કોઈ અનન્ય એવો આસ્વાદ આપે છે અને ‘સુદામાચરિત્ર’ પ્રેમાનંદનાં ઉત્તમ આખ્યાનો માંહેનું એક બની રહે છે. | ||
‘સુદામાચરિત્ર’નું રહસ્ય | |||
'''‘સુદામાચરિત્ર’નું રહસ્ય''' | |||
પ્રેમાનંદે આ આખ્યાન શા માટે કર્યું હશે? માત્ર શ્રોતાના મનને આનંદ પમાડવા? ના, ધર્મબોધનો હેતુ તો આખીયે આખ્યાનપ્રવૃત્તિનું એક મહત્ત્વનું પ્રેરકબળ હતું. અહીં પણ પ્રેમાનંદ ભગવાનનું ભક્તજન વાત્સલ્ય બતાવી આપણને ભક્તિમાર્ગે વાળવા માગે છે. માણસની અલ્પતા અને એના અજ્ઞાનનું તથા ઈશ્વરની મહત્તા અને કૃપાળુતાનું દર્શન કરાવી ઈશ્વરશરણતાના વિચારને એ આપણા ચિત્તમાં દૃઢતાથી રોપે છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’નું આ તાત્પર્ય કે રહસ્ય છે. પણ એ માત્ર પ્રેમાનંદનું નથી, ‘ભાગવત’ની સુદામાકથાનું પણ છે એ ખ્યાલમાં રાખવું જોઈએ. | પ્રેમાનંદે આ આખ્યાન શા માટે કર્યું હશે? માત્ર શ્રોતાના મનને આનંદ પમાડવા? ના, ધર્મબોધનો હેતુ તો આખીયે આખ્યાનપ્રવૃત્તિનું એક મહત્ત્વનું પ્રેરકબળ હતું. અહીં પણ પ્રેમાનંદ ભગવાનનું ભક્તજન વાત્સલ્ય બતાવી આપણને ભક્તિમાર્ગે વાળવા માગે છે. માણસની અલ્પતા અને એના અજ્ઞાનનું તથા ઈશ્વરની મહત્તા અને કૃપાળુતાનું દર્શન કરાવી ઈશ્વરશરણતાના વિચારને એ આપણા ચિત્તમાં દૃઢતાથી રોપે છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’નું આ તાત્પર્ય કે રહસ્ય છે. પણ એ માત્ર પ્રેમાનંદનું નથી, ‘ભાગવત’ની સુદામાકથાનું પણ છે એ ખ્યાલમાં રાખવું જોઈએ. | ||
ઈશ્વર અને જીવ વચ્ચે આપણે ત્યાં વિલક્ષણ પ્રકારનો પ્રેમભક્તિનો સંબંધ સ્વીકારાયો છે. ઈશ્વર અને જીવના સ્વરૂપ અને વ્યવહાર વિષેની પણ આપણી કેટલીક માન્યતાઓ છે. આ બધાંને સુદામાની કથામાં કૃષ્ણ-સુદામાના વ્યવહાર દ્વારા સરસ રીતે ઉઠાવ મળ્યો છે. શ્રી રામનારાયણ પાઠકના શબ્દોમાં જ આપણે એ જોઈએ : | ઈશ્વર અને જીવ વચ્ચે આપણે ત્યાં વિલક્ષણ પ્રકારનો પ્રેમભક્તિનો સંબંધ સ્વીકારાયો છે. ઈશ્વર અને જીવના સ્વરૂપ અને વ્યવહાર વિષેની પણ આપણી કેટલીક માન્યતાઓ છે. આ બધાંને સુદામાની કથામાં કૃષ્ણ-સુદામાના વ્યવહાર દ્વારા સરસ રીતે ઉઠાવ મળ્યો છે. શ્રી રામનારાયણ પાઠકના શબ્દોમાં જ આપણે એ જોઈએ : | ||