અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઘૂંઘટમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ભીની માટી ને ઊના વીંઝણા મારુજી, પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમા...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઘૂંઘટમાં|ભાનુપ્રસાદ ત્રિવેદી}}
<poem>
<poem>
ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,
ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,

Revision as of 09:45, 12 July 2021

ઘૂંઘટમાં

ભાનુપ્રસાદ ત્રિવેદી

ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,
પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમાં;
         ઘૂંઘટમાં રઈવર ઓળખ્યા મારુજી!

ઝાકળ સમાણો ઝીણી ઘૂમટો મારુજી;
પેખ્યું પોલાદી એનું પોત રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

ઝાઝી ભીંત્યો ને થોડી બારિયો મારુજી,
કંઠે રૂંધાણાં છે કપોત રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

ઘમ્મર ઘેરાયા ટોડર ઘોડલા મારુજી,
આંખ્યો ત્રોફાણી ગઢને ગોખ રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

આંબા ઝૂક્યા ને ઝૂકી આંબલી મારુજી,
પાંખો ઝૂરે છે પિંજર કાજ રે! ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

(અલસગમના, પૃ. ૬૨)