હયાતી/૯૪. રમત જોખમી આપી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 07:37, 13 April 2025
૯૪. રમત જોખમી આપી
મોતને હાથમાં રાખી તેં જિંદગી આપી,
એક રમત આપી અને કેવી જોખમી આપી!
જ્યોત મુજ ઘાસના રહેઠાણ પર ધરી ન ધરી,
તારો ઉપકાર તરત કેવી રોશની આપી.
મારી બદલાતી દશા પણ કોઈ તહેવાર હતો,
ભેટમાં કેમ તેં ગઈ કાલની છબી આપી?
એ બધાંએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?
જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી.
૧૯૭૫