સાત પગલાં આકાશમાં/સ્ત્રીની યાત્રા : કારાગારથી કૈલાસ સુધી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:

{{center|<poem>
{{center|<poem>
'''‘દુનિયામાં બધા અસમાન છે, પણ''' <br>
'''‘દુનિયામાં બધા અસમાન છે, પણ'''
'''
સ્ત્રીઓ વધુ અસમાન છે.’'''
'''
સ્ત્રીઓ વધુ અસમાન છે.’'''
</poem>}}
</poem>}}
Line 49: Line 49:
દહેજના દૂષણ પર તો એટલું બધું લખાય કે પુસ્તકોનાં પુસ્તકો ભરાય. ‘કન્યાદાન’માં કન્યા એ સંપત્તિ ગણાય છે, પણ કેટલાંક લગ્નોમાં એ સંપત્તિનીયે કિંમત નથી. એમાં પૈસા — ટી.વી. સેટ, ફ્રીજ, સ્કૂટ૨, કાર ઇ.નાં રૂપમાં — ઉમેરાય ત્યારે જ સ્ત્રી લગ્ન માટે સ્વીકાર્ય બને છે. આ દેશમાં હજારો સ્ત્રીઓને દહેજ માટે મારી નાખવામાં આવે છે કે મરવા ભણી ધકેલવામાં આવે છે, ફક્ત દિલ્હીમાં જ રોજનાં, નવવધૂઓનાં દાઝવાથી થતાં બે મૃત્યુ નોંધાયાં છે. વરસનાં ૬૯૦. ન નોંધાતા કિસ્સા જુદા. આખા દેશમાં કુલ કેટલા કિસ્સા બનતા હશે તેની કલ્પના કરી શકાય છે. રસોઈ કરતાં દાઝી જવાનું કારણ આગળ ધરવામાં આવે છે, તો રસોઈ કરતાં નવવધૂઓ જ કેમ દાઝી જાય છે? યુવાન નણંદ કે પ્રૌઢ સાસુ કેમ દાઝતી નથી? આમાંની કેટલીક સ્ત્રીઓ કદાચ આવેશમાં અસહિષ્ણુતાથી આપઘાત કરતી હશે, પણ એટલી હદ સુધી તેના પર ત્રાસ વર્તો છે એ કબૂલ કરવું જ પડશે. સમાજ બીજા ખૂનીઓ પ્રત્યે જે ઘૃણાથી જુએ છે તે ઘૃણા પત્નીને બાળી મૂકનાર પતિ પ્રત્યે નથી હોતી. થોડાં નારીવાદી સંગઠનો આ વિશે ઊહાપોહ કરે છે, પણ પુરુષ, દહેજ કેવળ સ્ત્રીનો જ પ્રશ્ન છે એમ માને છે. આખા સમાજની તંદુરસ્તીનો આ પ્રશ્ન છે એવું તેને લાગતું નથી.

દહેજનો આ ત્રાસ એટલો ભયંકર છે કે કોઈ પણ જાગ્રત સહૃદય માણસ એનાં મૂળ શામાં છે તે વિચાર્યા વગર રહી ન શકે. પૈસા બરાબર સત્તા બરાબર પ્રતિષ્ઠાના સમીકરણવાળા આ સમાજમાં, સ્ત્રી પોતે પૈસા ઉત્પન્ન ક૨ના૨ ઘટક નથી, તેથી તેનું મૂલ્ય ઓછું છે, તેથી તેણે બાપ પાસેથી પૈસા કે ચીજવસ્તુઓ લાવવાં જોઈએ એમ મનાય છે. પણ સ્ત્રી પોતે ન કમાતી હોય તોપણ, કમાઈ આપનારા દીકરાઓ તો ઉત્પન્ન કરે છે જ ને! પણ તે પૂરતું ગણાતું નથી. એક તરફથી સ્ત્રી દહેજ લાવે એવી પ્રથા છે, બીજી તરફ દીકરીનાં માબાપ પરણેલી દીકરીના ઘેર જમે તો નહિ, પાણી પણ ન પીએ એવો નિયમ છે.

[
<center> * </center>
ઘરકામ કરતી સ્ત્રીઓ ઘણી વાર તનતોડ મહેનત કરતી હોય છે, પુરુષ ઑફિસમાં કરે એથી વધુ અને વિવિધ કામ ઘરમાં કરતી હોય છે, પણ એના કામનું પૈસામાં મૂલ્ય અંકાતું નથી. પુરુષ કમાય છે તેથી તે જ ‘ઘરનો અધિપતિ’ — ‘હેડ ઑફ ધ ફૅમિલી’ હોય છે, છતાં સ્ત્રીના ઘરકામનું આર્થિક વળતર આપવું જોઈએ એવી વિચારણા થાય તો હાહાકાર મચી જાય છે કે આ ભવ્ય ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમી, પરસ્પર સ્નેહ વિશ્વાસ સહકારના સંબંધ ૫૨ રચાયેલી કુટુંબવ્યવસ્થામાં પૈસા જેવી વ્યાપારી વિચારણા વચ્ચે કેમ લાવી શકાય?

તો દહેજ એ વ્યાપારી વિચારણા નથી? દહેજની પ્રથા ન હોય ત્યાં પણ પિયરથી વહુ કેટલાં કપડાં ને દાગીના લાવી, બે વહુમાં કોણ વધુ વસ્તુઓ લઈ આવ્યું — એવી ગણતરી થતી નથી? આ ગણતરી શું વ્યાપારી નથી? વળી ઘણાં કુટુંબોમાં સ્ત્રી બહાર કમાવા જાય એથી કુટુંબની આબરૂને ક્ષતિ પહોંચતી હોવાનું મનાય છે. આમ કમાવાના રસ્તા એને માટે બંધ કરવામાં આવે છે અને પછી ‘તે કમાતી નથી’. — કહીને આર્થિક એકમ તરીકે કુટુંબમાં તેની કિંમત થતી નથી. આ બધી સ્ત્રીને મર્યાદામાં પૂરી રાખવાની તરકીબો નહિ તો બીજું શું છે? ઘરકામનું વળતર તો મળતું નથી. સ્ત્રી પગાર વગરના નોકરની જેમ ઘરમાં કામ કરે છે, અને પૈસાને લગતી બધી વ્યવસ્થા, બધા નિર્ણયો પુરુષના હાથમાં રહે છે. પત્નીને તે ‘પોતાને’ યોગ્ય લાગે તેટલા પૈસા વાપરવા આપે છે. પત્નીને તેનાં મુશ્કેલીમાં આવી પડેલાં સ્વજનો-મિત્રોને આર્થિક સહાય કરવી હોય તો ભાગ્યે જ કરી શકે. આ નવલકથામાં એક સ્થળે એવી પરિસ્થિતિનું આલેખન છે, તે વાંચીને એક વાચકે લખેલું કે સ્ત્રીના હાથમાં પૈસા સોંપાય જ નહિ, સ્ત્રી ઊર્મિલ અને અસમતોલ હોય છે, તેને પૈસાનો વહીવટ ન આવડે.

Line 77: Line 77:
રશિયામાં ૧૯૧૭માં માર્ચની ૮મીએ મિલકામદાર-સ્ત્રીઓ હડતાળ પર ઊતરી તે પછી ક્રાન્તિનું બ્યૂગલ ફૂંકાયું હતું. ઝારના સમયમાં સ્ત્રીઓને બુરખા પહેરવા પડતા. વાંચવા-લખવાનો તેને અધિકાર નહોતો અને પુરુષને સ્ત્રીને મારઝૂડ કરવાનો કાયદાથી હક હતો. ફ્રેડરિક એન્જલ્સે કહેલું કે ‘જીવનની પરિસ્થિતિ બદલવા માટે આપણે તેને સ્ત્રીની આંખોથી જોતાં શીખવવું જોઈશે.’ અને ટ્રોટ્સ્કીનું કથન હતું : ‘સ્ત્રીને મુક્ત કરવી એટલે લોકોને અંધારા વહેમી ભૂતકાળ સાથે જોડતી નાળ કાપી નાખવી.’

ક્રાન્તિ પછી સ્ત્રીઓની મુક્તિ માટે, તેનાં બે મોટાં કામ — ઘરકામ અને બાળસંભાળ — માં તેને રાહત આપવા સામૂહિક રસોડાં અને બાળસંભાળનાં અનેક કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં. લગ્નમાં બન્ને પક્ષ એકબીજાનું નામ ધારણ કરી શકે કે પોતાનું મૂળ નામ રાખી શકે એવો કાયદો પસાર થયો. ટૉટ્સ્કીએ પોતાના નામમાં પત્નીનું નામ રાખ્યું હતું.

પણ સ્ટેલિનના સમયમાં પ્રતિક્રાન્તિની પ્રક્રિયા ચાલી. સ્ત્રી ફરી ઘરકામની સીમાઓમાં બંધાઈ. ૧૯૪૩માં સહશિક્ષણ પણ કાઢી નખાયું. આજે સોવિયેટ ના૨ી તેના પાશ્ચાત્ય બહેન કરતાં બહુ આગળ નથી. તે બધાં ક્ષેત્રોમાં કામ કરે છે, પણ ઊતરતાં સ્થાનો પર માત્ર ડૉક્ટરોમાં ૭૯ ટકા સ્ત્રીઓ છે, પણ તેમને કુશળ કારીગર — સ્કિલ્ડ વર્કર — કરતાં ૨/૩ પગાર મળે છે. ‘સોવિયેટ એકૅડમી ઑફ સાયન્ટિસ્ટ’માં ૨૦૪ સભ્યોમાં સ્ત્રીઓ ફક્ત ૨૪ છે. સામ્યવાદી પક્ષની સેન્ટ્રલ કમિટીના ૧૯૫ સભ્યોમાં ફક્ત ૩.
પણ સ્ટેલિનના સમયમાં પ્રતિક્રાન્તિની પ્રક્રિયા ચાલી. સ્ત્રી ફરી ઘરકામની સીમાઓમાં બંધાઈ. ૧૯૪૩માં સહશિક્ષણ પણ કાઢી નખાયું. આજે સોવિયેટ નારી તેના પાશ્ચાત્ય બહેન કરતાં બહુ આગળ નથી. તે બધાં ક્ષેત્રોમાં કામ કરે છે, પણ ઊતરતાં સ્થાનો પર માત્ર ડૉક્ટરોમાં ૭૯ ટકા સ્ત્રીઓ છે, પણ તેમને કુશળ કારીગર — સ્કિલ્ડ વર્કર — કરતાં ૨/૩ પગાર મળે છે. ‘સોવિયેટ એકૅડમી ઑફ સાયન્ટિસ્ટ’માં ૨૦૪ સભ્યોમાં સ્ત્રીઓ ફક્ત ૨૪ છે. સામ્યવાદી પક્ષની સેન્ટ્રલ કમિટીના ૧૯૫ સભ્યોમાં ફક્ત ૩.
ગૃહકાર્ય સ્ત્રીના દરજ્જાને મર્યાદિત બનાવે છે તેમ જ તેને કારણે સમાજમાં તેનું સ્થાન નીચું ઊતરે છે, અને સ્ત્રીઓને સમાજમાં આર્થિક સ્તરે સમાવિષ્ટ કરવી જોઈએ — એવી માર્ક્સ, એન્જલ્સની વિચારણા સામ્યવાદી ચીને અપનાવી હોવા છતાં ઘરમાં તેમ જ જાહેર ક્ષેત્રોમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા હજી ત્યાં નિવારી શકાઈ નથી. મૂડીવાદી સમાજ જેટલું જ સ્ત્રીનું શોષણ સામ્યવાદી સમાજમાં પણ થાય છે તેવું જ્યુડિથ સ્ટેસીનું વિશ્લેષણ કહે છે. એલિઝાબેથ કોલે રશિયા, ચીન, ક્યુબા અને તાંઝાનિયા આ ચાર સમાજવાદી સમાજોનો અભ્યાસ કરીને લખ્યું હતું કે સમાનતાનો સિદ્ધાંત અને સ્ત્રીઓનો એ વિશેનો અનુભવ બે વચ્ચે ઘણી મોટી ખાઈ છે. સ્ત્રીઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં કામ કરે છે એ વાત ખરી છે. ચીનમાં સ્ત્રી વિમાનચાલક છે, સર્જક છે, ટરબાઈન જનરેટ૨ ઑપરેટર છે, તે લેથ ફેરવે છે, કૂવા ખોદે છે, ગામડામાં તે કૃષિ-ઇજનેર છે અને ટ્રૅક્ટર ચલાવે છે. ચીનમાં નીતિની મૂળ આચારસંહિતા ઘડનાર કૉન્ફ્યૂશિયસે તો સ્ત્રીઓને ‘ગુલામ’ની કક્ષામાં મૂકી ‘ઘરની અંદરની મનુષ્ય’ (નેઈ રેન) ગણી હતી. દસમી સદીથી એક ભયંકર પ્રથા શરૂ થયેલી, જેમાં સ્ત્રી ‘ચાહવાને વધુ યોગ્ય પાત્ર’ બની ૨હે તે માટે, જન્મ પછી પાંચમા દિવસથી જ છોકરીના અંગૂઠા પગમાં વાળી ઉપર પાટા બાંધી, લોહીનું પરિભ્રમણ અટકાવી પગને નાના, સુંદર, શક્તિ વગરના બનાવી દેવાતા. સ્ત્રી પરના આ ને આવા બીજા અન્યાયો-અત્યાચારો સામે ૧૮૨૫માં લી રૂઝેન નામની લેખિકાએ ‘દર્પણમાં ફૂલો’ નામની નવલકથા લખી હતી, જેમાં તેણે સ્ત્રી અને પુરુષની ભૂમિકાઓ ઉલટાવી નાખીને સ્ત્રીની અસમાનતા અને સમાજનાં નીતિનાં બેવડાં ધોરણો સામે પડકાર ફેંકેલો. સામ્યવાદી સરકાર આવ્યા પછી, માઓ ત્સે તુંગે સમાજને બદલવાની સ્ત્રીની શક્તિ પ્રત્યે સ્ત્રી પોતે જાગ્રત થાય તે માટે સરકારી ધોરણે નીતિઓ ઘડી. ઘરની અંદર ચાલતી પિતૃસત્તાક વિચારધારાવાળી વ્યવસ્થા બદલવાનું કામ બીજા કોઈ પણ દેશ કરતાં વધુ ચીને કર્યું છે. આજે ત્યાં ઘરમાં પતિ-પત્નીની સમાન સત્તા છે, કુટુંબની સંપત્તિ અને આવકની વ્યવસ્થામાં બંનેનો સમાન અવાજ છે, લગ્ન પછી સ્ત્રી પોતાનું મૂળ નામ ૨ાખે તે પ્રચલિત વ્યવહાર છે. સામૂહિક વસવાટ-આયોજનમાં સ્ત્રીના ઘર અને કામના સ્થળે જ દુકાનો, પ્રાથમિક શાળા, આરોગ્ય-કેન્દ્ર, બાળસંભાળકેન્દ્રો ઊભાં કરાયાં છે.

આમ છતાં પૂર્ણ મુક્તિ અને સમાનતા હજુ દૂરનું સપનું છે. હજુ ત્યાં પુત્રી કરતાં પુત્રનું મહત્ત્વ ઘણું વિશેષ છે, અને પુત્રીઓને મારી નાખવાના બનાવો છાપાંમાં ચમકે છે. યુનિવર્સિટી-પ્રોફેસર જેવાં ઊંચાં પદોએ પુરુષો જ છે, અને હજુ પણ ઘરકામ ને બહારના કામનો ઘણો મોટો બોજો સ્ત્રીને માથે છે. સ્ત્રી-મુક્તિ માટે પુરુષોનું વલણ બદલાવું જોઈએ, જે કાર્ય ત્યાં હજી પૂરેપૂરું સિદ્ધ થયું નથી.

દુનિયાના લગભગ બધા જ દેશોમાં, બધા જ ધર્મોમાં, બધી જ સંસ્કૃતિઓમાં સ્ત્રીનો દરજ્જો આમ સદૈવ બે વેંત નીચો રહ્યો છે. કેનિયામાં મોટા ભાગના ખેડૂતો સ્ત્રીઓ છે, જે ઘણુંખરું અભણ હોય છે. ખેતરમાં તે કાળી મજૂરી કરે છે. ઉપરાંત પાણી લાવવું, ઘર સંભાળવું, રસોઈ કરવી, બાળકો ઉછેરવાં — તે તો ખરું જ. પુરુષો શહે૨માં કામે જાય છે, કમાઈને પોતાનો પગાર દારૂ ને મોજમઝા પાછળ વાપરી નાખે છે. ૮૦ ટકા પાક સ્ત્રીઓ ઉગાડે છે, પણ મહત્ત્વના નિર્ણયો લેવાનું પુરુષોના હાથમાં છે.

સ્ત્રીઓની આ જગત-વ્યાપી પરિસ્થિતિની પડછે, ભારતીય હિન્દુ (અને ક્યારેક ગુજરાતી) સમાજની વર્તમાન પરિસ્થિતિની પૃષ્ઠભૂ પર ‘સાત પગલાં આકાશ’માં લખાઈ છે, આ માત્ર નવલકથા નથી. હજારો સ્ત્રીઓની જીવનકથા છે. જેમ અસ્પૃશ્યોનું શોષણ થયું છે તેમ સ્ત્રીઓનું પણ થયું છે. પુરુષે વ્યક્તિ તરીકે અને સમૂહ તરીકે સ્ત્રીને નબળી સ્થિતિમાં રાખી તેનો પોતાના હિત માટે લાભ લીધો છે, અને તેને આદર્શનું રૂપ આપ્યું છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે તેમ, ‘નારીરત્નોનાં ગુણગાન ગાઈ સાધારણ માનવીના હકોને ભોગે તેને આસમાની આદર્શો ઉપદેશવા એ સામાજિક બંધાઈ છે.’

શોષણ ઘણી વા૨ એવા સૂક્ષ્મ સ્વરૂપનું હોય છે કે શોષણનો ભોગ બનનારને પણ એનો ખ્યાલ ન આવે. ઘણીખરી સ્ત્રીઓ આ અવસ્થામાં છે, એટલું જ નહિ, જાણ્યે-અજાણ્યે તે પોતાના શોષણમાં પોતે જ સાથ આપે છે. સ્ત્રી જ્યારે (પોતાની જ જાતિની) પુત્રીનો જન્મ વધાવી શકતી નથી, એક સાસુ કે નણંદ થઈને જ્યારે વહુ પર ત્રાસ ગુજારે છે, દીકરા માટે દહેજ માગે છે, દીકરા-દીકરીમાં ભેદ કરે છે, સ્વાયત્ત સ્ત્રીની ટીકા કરે છે, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી પરત્વે તુચ્છકારથી જુએ છે કે વિધવાને નિષેધોની વાડમાં પૂરે છે, ત્યારે પોતે પોતાની જાતિનો દ્રોહ કરે છે, પોતાનાથી નબળી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીનું શોષણ કરવાનું પાપ કરે છે અને એ રીતે સ્ત્રી જ ખરેખર ઘણી વાર સ્ત્રીની દુશ્મન બને છે.

Line 137: Line 137:
મકરન્દનો…                                
મકરન્દનો…                                

{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Right |'''— કુન્દનિકા કાપડીઆ''' }} <br>
{{Right |સી-૨૨૨, આનંદ સોસાયટી }} <br>
{{Right |સી-૨૨૨, આનંદ સોસાયટી }} <br>
{{Right |
૧૭, જૂહુ લેન 
અંધેરી (૫), મુંબઈ ૪૦૦ ૦૫૮}} <br>
{{Right |
૧૭, જૂહુ લેન 
અંધેરી (૫), મુંબઈ ૪૦૦ ૦૫૮}} <br>
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading| બીજી આવૃત્તિ વેળાએ  |  }}
{{Poem2Open}}
માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં આ નવલકથાની પ્રથમ આવૃત્તિની ૨૨૫૦ નકલો વેચાઈ ગઈ તેનું કારણ વાચકોએ આ નવલકથા સાથે અનુભવેલી એકાત્મતા છે. ઘરની વાત બીજાને ક્યાં કરવી? — એવું ચુસ્ત વલણ જરા હળવું પડે ત્યારે જાણવા મળે છે કે સ્ત્રીની જીવન-ઘટનાઓમાં કેટલું સામ્ય હોય છે!
વાચકોએ આ નવલકથાને ક્રાંતિકારી ગણાવી છે. પણ એક બહેનનો પત્ર એમ હતો કે માત્ર લખવાથી શું વળે? તમે ગામેગામ ફરીને પ્રચાર કરો, પોતાના જીવનમાં ક્રાન્તિ કરી બતાવો તો તેનો કંઈક અર્થ કહેવાય. ખાલી શબ્દોથી કશું ન સરે.
ક્રાન્તિ એમ ને એમ નથી આવતી. તેની પાછળ એક દર્શન હોય છે, વિચાર-પરિવર્તન અને મૂલ્ય-પરિવર્તન માટેની ભૂમિકા હોય છે. અહીં એ દર્શન અને ભૂમિકા રજૂ થયાં છે. શબ્દ તો માત્ર બીજ છે. તે કેવળ ઇંગિત કરે છે, કારાગારમાંથી નીકળવાના દ્વાર તરફ આંગળી ચીંધે છે. પછી એ શબ્દમાંથી સ્ફુલ્લિંગ દરેકે પોતે પ્રગટાવવાનો છે. એ દ્વાર જાતે ઉઘાડવાનું છે. સ્ત્રીઓનો હવે એ આત્મધર્મ બની રહે છે. આ શબ્દો સ્ત્રીઓના જીવનમાં સત્ય બનીને ઊગે અને જીવનમાંથી ઝમતાં ઝમતાં એનાં આંદોલનો છેક છેવટના સ્તર સુધી પહોંચી સમાજનું નવસ્થાપન કરે એવી અપેક્ષા છે.
હજુ હમણાં જ વર્તમાનપત્રોમાં સમાચાર હતા કે અમુક એક જ્ઞાતિમાં, એક વિધવાના પુનઃ લગ્ન કરાવી આપવા માટે એક ભાઈ ૫૨ મહાજને નોટિસ મોકલેલી, સ્ત્રીઓના સામાજિક સ્થાન વિશે ખ્યાલ બાંધતી વેળા, ઉચ્ચ વ્યવસાય કરતી સુશિક્ષિત શહેરી મહિલાઓના ઉદાહરણની સાથે આવાં ઉદાહરણો પણ લક્ષમાં રાખવાં જોઈએ. કોઈ એકાદ સ્ત્રી પોતાના જોરે સંઘર્ષ કરીને ઇચ્છિત સ્થાન મેળવે તે પ્રશંસનીય છે, પણ આપણે સમગ્ર સમાજની મૂલ્ય-પ્રણાલી એવી બદલવાની છે કે બધી સ્ત્રીઓને પુરુષોની જેમ પોતાના સંવર્ધન માટે સહજપણે અવકાશ મળી રહે; સામાજિક વિષમતા ખાતર સ્ત્રીને ભલે સંઘર્ષ કરવો પડે, પણ માત્ર સ્ત્રી હોવા ખાતર તેને વિશેષપણે વંચિત ન થવું પડે.
આ ક્રાન્તિ માટે ‘સાત પગલાં આકાશમાં’ એક મશાલ લઈને આવે છે — એમાંથી હજારો મશાલ પ્રજ્વલિત થાય એવી અપેક્ષા સાથે.
નવલકથાને મળેલા સાર્વત્રિક આવકાર માટે હું વાચકોની આભારી છું.
પ્રકાશકશ્રી ધનજીભાઈ (નવભારત સાહિત્ય મંદિર)નો આભાર માનવાનું પહેલી આવૃત્તિમાં સરતચૂકથી રહી ગયેલું, તે ક્ષતિ અહીં સુધારી લઉં છું.
{{Right |એપ્રિલ ૧૯૮૪ }} <br>
{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading| ત્રીજી આવૃત્તિ વેળાએ  |  }}
{{Poem2Open}}
દોઢ વર્ષના ગાળામાં આ નવલકથાની ત્રીજી આવૃત્તિ થઈ રહી છે, તે તેને મળેલા વ્યાપક આવકારનું સૂચક છે. આ દોઢ વર્ષમાં મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર ઇ. અનેક મોટાં-નાનાં શહેરોમાં વિવિધ સંસ્થાઓ, મહિલા-સંગઠનો, સાહિત્યિક મંડળોએ એક અથવા બીજા રૂપે આ નવલકથા ૫૨ જાહેર ચર્ચા ગોઠવી છે. ’૮૪ની ઉત્તમ સાહિત્યકૃતિ તરીકે તેને સુવર્ણચંદ્રક મળ્યો છે. શિક્ષિત કહેવાતાં બહુ ઓછાં એવાં ગુજરાતી કુટુંબો હશે, જ્યાં આ પુસ્તક ચર્ચાયું કે વંચાયું ન હોય.
આનું શ્રેય સંપૂર્ણપણે વાચકોને છે, જેઓ મૂલ્ય-પરિવર્તનની સામાજિક-પ્રક્રિયા માટે તૈયાર થયેલાં છે, એને નવલકથામાં વ્યક્ત થયેલી વિચારધારાને જેમણે ઉમળકાથી આવકારી છે; અન્યાય અને અસમાનતા પ્રત્યે વ્યક્ત થયેલો આ આક્રોશ જેમને પોતાના સુપ્ત કે દબાઈ રહેલા ભાવોના શંખધ્વનિ સમો લાગ્યો છે.
નવલકથાના અનુસંધાનમાં મારા પર એટલા બધા પત્રો આવ્યા છે અને હજુ આવે છે કે બધાંનો હું વ્યક્તિગત જવાબ આપી શકી નથી. સૌથી વધારે આનંદ મને એવા યુવાનોના પત્ર વાંચીને થાય છે, જેઓ લખે છે કે આ પુસ્તક વાંચ્યા પછી લગ્નજીવનમાં સ્ત્રીની અસ્મિતાનો આદર કરીને કેમ જીવવું તે અમને સમજાયું છે. પ્રશાન્ત નામના એક ભાઈએ સ્વરૂપ-ઈશાનો, પૂર્ણ સ્વાતંત્ર્યના નામમાં ઊગેલા ચંદ્ર જેવો ઉજ્જ્વલ – શીતલ પ્રેમ પોતાના જીવનમાં પણ ઊગેલો હોવાનું જણાવ્યું છે. આ બધાને મારા ધન્યવાદ છે.
નવલકથાના આકરા ટીકાકારો પણ છે, કોઈકે સ્ત્રીઓની સ્વચ્છંદતા, ઉદ્ધતાઈ કે બેજવાબદારીવાળા વર્તાવનો દોષ નવલકથાના માથે ઢોળ્યો છે. કોઈકે કહ્યું કે આ નવલકથા લખીને મેં બહુ મોટી કુસેવા કરી છે. કોઈએ લડવાના મિજાજમાં ઘેર આવીને કહ્યું : ‘સ્ત્રીઓ સમજ વગરની, મૂર્ખ, “સ્ટુપિડ” હોય છે.’
વારુ, પુરુષો સમજ વગરના, મૂર્ખ, ‘સ્ટુપિડ’ નથી હોતા? તેઓ સ્વચ્છંદી, ઉદ્ધત, બેજવાબદાર નથી હોતા? અત્યારની દેશ ને દુનિયાની જે પરિસ્થિતિ છે તે પુરુષોએ કરેલી સેવાને આભારી છે કે કુસેવાને?
આ નવલકથા પ્રગટ થયા પહેલાં પણ, પુરુષ કે સ્ત્રીના દોષે ઘણાં ઘર ભાગ્યાં છે, કોઈ પણ વ્યક્તિ — સ્ત્રી કે પુરુષ — કેટલી મૂર્ખ કે દૃષ્ટિવાન છે તે તેની વિકાસયાત્રાનો સવાલ છે. આ નવલકથામાં ભાર એ બાબત પર છે કે સમાજની પ્રથા-પરંપરા-રિવાજો એવાં ન હોવાં જોઈએ કે કોઈ એક વર્ગ કે એક સમૂહને બીજા વર્ગ કે સમૂહ પર આધિપત્ય જમાવવાનો અધિકાર મળે. એમ કરવું એ માનવના ગૌરવનો પાયામાં ભંગ છે. સમાજજીવન અને કુટુંબજીવન શાંતિ ને સુખથી ભરેલું રાખવું હશે તો સ્ત્રીને પરાધીન રાખીને એ સિદ્ધ થવાનું નથી. સ્ત્રી ને પુરુષ — બન્નેએ સમજદાર બનવું પડશે, પ્રેમ-વિશ્વાસ-આદર વડે જીવન સંવાદી બનાવવા બન્નેએ જાગૃત થવું પડશે, મહેનત કરવી પડશે. માત્ર સ્ત્રીની અધિનતાના પાયા પર ચણેલું ઘર કદી સાચી શાંતિનું સ્થાન નહિ બની શકે. આ નવલકથા માત્ર વિદ્રોહ માટે નથી, નવસર્જન માટે પણ છે : આમાં માત્ર વસુધા, એના, વાસંતી, લલિતા જ નથી, અહીં ઈશા – સ્વરૂપ, આભા – ગગનેન્દ્ર, આદિત્ય, અગ્નિવેશ પણ છે. જેઓ આ બધું જોઈ શકશે તે જોશે, સમજી શકશે તેઓ સમજશે.
<center> * </center>
પહેલી બે આવૃત્તિ વેળા પુસ્તકની કિંમત રૂ. ૬૦ હતી. ઘણાનું સૂચન હતું કે કિંમત થોડી ઓછી હોય તો પુસ્તક વધુ લોકોના હાથમાં પહોંચે. આ હેતુથી પુસ્તક ટૂંકાવવા કાપકૂપ કરી છે અને થોડુંક જોડ્યું પણ છે. પણ આ ગૌણ સ્વરૂપનું છે. જોકે આ દરમ્યાન કાગળ-છપાઈના ભાવ વધવાથી પુસ્તકનાં પાનાં ઓછાં થવા છતાં કિંમત ઓછી કરી શકાઈ નથી. (વધી નથી એટલું સદ્દભાગ્ય.)
{{Right |અંધેરી, ઑક્ટોબર ૧૯૮૫  }} <br>
{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading| ચોથી આવૃત્તિ વેળાએ  |  }}
{{Poem2Open}}
ત્રણ વર્ષમાં આ નવલકથાની ૪થી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે, તે એક આશ્ચર્યભરી ઘટના છે. કોઈ એક પુસ્તકને છ-છ પારિતોષિક મળ્યાં હોય એવું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ વાર જ બન્યું હશે. આ બધાનું શ્રેય વાચકોને છે, સ્ત્રીઓને છે, જેમણે આ પુસ્તકને કલ્પનાતીત પ્રતિસાદ આપ્યો છે. ક્રાંતિની એક ચિનગારી પેટાવવાનો નવલકથાનો ઉદ્દેશ હતો; તે સિદ્ધ થયો છે તેનો મને આનંદ છે.
આ ચોથી આવૃત્તિમાં થોડા સુધારાવધારા કરેલા છે. દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ભારતની બધી ભાષાઓમાં આ નવલકથાનો અનુવાદ પ્રગટ ક૨વાનું નક્કી થયું છે, તે આ ચિનગારીને વધુ પ્રજ્વલિત ક૨શે એવી આશા રાખું છું.
{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Right |નંદિગ્રામ, 
પોસ્ટ વાંકલ 
જિ. વલસાડ ૩૯૬ ૦૦૭ }} <br>
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Poem2Open}}
પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તે વખતે ફક્ત એટલું કહેવાની ઇચ્છા છે કે એવો સમય જલદી આવે, જ્યારે આ નવલકથામાં આલેખેલી પરિસ્થિતિ સંપૂર્ણપણે ભૂતકાળની બાબત બની ૨હે.
દરમ્યાન, આ નવલકથા લખાયા પછીનાં સાત વર્ષોમાં અનેક સામાજિક પરિવર્તનો આવ્યાં છે, સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી બદલાઈ છે, એમાં અલ્પપણે આ લખાણનો પણ ફાળો છે અને એનો મને આનંદ છે.
{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Right |નંદિગ્રામ, 
માર્ચ ૧૯૯૧ }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}