સુરેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. 1984માં ‘ચિન્તયામિ મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે “પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું તો ગણું નહીં.” યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ 6-9-1986ના શનિવારે, રાતે 9-40 વાગ્યે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું.

== સુરેશભાઈનો શૈશવકાળ ==
=== સુરેશભાઈનો શૈશવકાળ ===
સુરેશભાઈને એમના બાળપણમાં સૌ બાબુ કહેતા, નાનેરાઓ મોટાભાઈ કહેતા. એમનો જન્મ મોસાળ સુરત જિલ્લાના વાલોડમાં થયો. પિતા મુંબઈમાં રેલવેની નોકરીમાં હતા. પિતામહ ગાયકવાડી રાજ્યના કિલ્લે સોનગઢની બહુલક્ષી શાળામાં ‘હેડમાસ્તર’ હતા. સુરેશભાઈનું પ્રાથમિક શિક્ષણ સોનગઢમાં, માધ્યમિક શિક્ષણ નવસારીમાં તથા કૉલેજ શિક્ષણ મુંબઈમાં થયું. એમ.એ. થયા પછી થોડા મહિના મુંબઈમાં સરકારી નોકરી કર્યા બાદ કરાચી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. દેશના ભાગલા પડતાં આણંદ પાસે, તેવામાં શરૂ થયેલી વલ્લભ વિદ્યાનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે થોડાંક વર્ષો કાર્ય કરી વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા ને ત્યાંથી જ નિવૃત્ત થયા. વડોદરા નિવાસ ચાલુ રહ્યો.

સુરેશભાઈના પિતા મુંબઈ હોવાથી એમનું શિક્ષણ પ્રગતિશીલ મહાનગર, મુંબઈમાં થાય એ સ્વાભાવિક હતું પરંતુ એમનું પ્રાથમિક શિક્ષણ પછાત ગણાતા નાનકડા ગામ સોનગઢમાં દાદાની છત્રછાયામાં થયું. આ માટે બે-ત્રણ કારણો હતાં. એક તો મુંબઈ જેવા શહેરમાં શાળાએ જવા-આવવાનું જોખમ. મુંબઈના વાતાવરણ અને શાળામાં મળતા સંસ્કાર અને શિક્ષણ વિશે આશંકા. સોનગઢમાં દાદાજી શિક્ષક હોવાથી ભણતર ઉપર પૂરું ધ્યાન આપી શકે એ લાભ પણ ખરો. આ ઉપરાંત એક ત્રીજું કારણ પણ હતું. સુરેશભાઈનાં એક ફોઈ બે વર્ષના પુત્રને મૂકી મૃત્યુ પામ્યાં હતાં. એ બાળકનો ઉછેર સોનગઢમાં થતો હતો. સુરેશભાઈ કરતાં એ એકાદ મહિના નાનો હતો. એને સોબત મળી રહે અને બંને ભાઈઓ સાથે રહીને ભણે એ દૃષ્ટિએ સુરેશભાઈ પિતામહને ત્યાં સોનગઢ આવ્યા. બંને ભાઈઓ સાથે રમતા, ફરતા ને ગામ-પરગામ જવાનું થાય ત્યારે સાથે જ જતા. ‘બાબુ-ભાણા’ના સંયુક્ત નામે તેમનો ઉલ્લેખ થતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં બંને ગંગાધરા અને નવસારીની શાળામાં ભણ્યા. મેટ્રિક થયા પછી સુરેશભાઈ મુંબઈ પિતાને ત્યાં ગયા ને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ પહેલા વર્ગમાં બી.એ. અને એ જ વિષયમાં બીજા વર્ગમાં એમ.એ. થયા. બીજા ભાઈ સુરતની કૉલેજમાં એ જ વિષયો સાથે બી.એ.ના પહેલા વર્ગમાં અને એમ.એ.ના બીજા વર્ગમાં પાસ થયા. મુંબઈમાં ભણનાર સુરેશભાઈએ મુંબઈ બહાર ગુજરાતીના અધ્યાપક તરીકે આજીવન કાર્ય કર્યું તો સુરતમાં ભણેલા ભાઈએ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. કૉલેજશિક્ષણ દરમિયાન જુદા પડ્યા પછી બંનેને હળવા-મળવાનું ઓછું થતું. છતાં સ્નેહસંબંધ જળવાઈ રહેતો.