બાળ કાવ્ય સંપદા/રમશું રમશું રેલમછેલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રમશું રમશું રેલમછેલ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938)}}
{{Heading|રમશું રમશું રેલમછેલ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938-2025)}}


{{center|<poem>
{{center|<poem>
રમશું રમશું રેલમછેલ,
રમશું રમશું રેલમછેલ,
હળશું મળશું કરશું ગેલ.
હળશું મળશું કરશું ગેલ.
ભેળાં કરશું લગ્ગી-કોડા,
ભેળાં કરશું લગ્ગી-કોડા,
પગમાં નહિ ચંપલ; નહિ જોડા,
પગમાં નહિ ચંપલ; નહિ જોડા,
Line 12: Line 13:
ખડખડ હસવું ખેલમખેલ,
ખડખડ હસવું ખેલમખેલ,
રમશું રમશું રેલમછેલ.
રમશું રમશું રેલમછેલ.
ભલો શિયાળો, ટાઢ મજાની,
ભલો શિયાળો, ટાઢ મજાની,
ભલો ઉનાળો, લૂય મજાની,
ભલો ઉનાળો, લૂય મજાની,

Latest revision as of 01:53, 19 April 2025

રમશું રમશું રેલમછેલ

લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)

રમશું રમશું રેલમછેલ,
હળશું મળશું કરશું ગેલ.

ભેળાં કરશું લગ્ગી-કોડા,
પગમાં નહિ ચંપલ; નહિ જોડા,
ટોળી ખરી ઉઘાડપગાની,
એમાં જોડી જગા-ભગાની.
બટકો બાબુ લંબુ ચમનો,
ખડખડ હસવું ખેલમખેલ,
રમશું રમશું રેલમછેલ.

ભલો શિયાળો, ટાઢ મજાની,
ભલો ઉનાળો, લૂય મજાની,
વરસાદે વાછંટ મજાની,
બારે માસ મજાની ગમ્મત;
ધિંગામસ્તી ઠેલમઢેલ,
રમશું રમશું રેલમછેલ.