32,235
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ}} | {{Heading|બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ}} | ||
<center> | |||
{|style="background-color: ; border: 1px solid #FFFFFF; width:80%; padding:10px" | |||
|<small>''જન્મતારીખ; બી.એ.ની ડિગ્રી; કૃતિઓ; ‘ચેતન’ ‘વિનોદ’ ‘સુદર્શન’''</small> | |||
|} | |||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણા અર્વાચીન સમયના લેખકો વિશે પણ કેટલીક જુદીજુદી અને ખોટી માહિતી નોંધાયેલી મળે છે. આવી માહિતીની, મૂળ સાધનો જોઈને શુદ્ધિ કરવી આવશ્યક છે. અહીં બટુભાઈ ઉમરવાડિયા વિશેની જુદીજુદી વીગતે મળતી કેટલીક માહિતી નોંધી છે અને જ્યાં મૂળ આધાર જોવા મળ્યો ત્યાં શુદ્ધિ પણ નિર્દેશી છે. | આપણા અર્વાચીન સમયના લેખકો વિશે પણ કેટલીક જુદીજુદી અને ખોટી માહિતી નોંધાયેલી મળે છે. આવી માહિતીની, મૂળ સાધનો જોઈને શુદ્ધિ કરવી આવશ્યક છે. અહીં બટુભાઈ ઉમરવાડિયા વિશેની જુદીજુદી વીગતે મળતી કેટલીક માહિતી નોંધી છે અને જ્યાં મૂળ આધાર જોવા મળ્યો ત્યાં શુદ્ધિ પણ નિર્દેશી છે. | ||
| Line 9: | Line 13: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં બટુભાઈના ભાઈ રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બટુભાઈની જન્મતારીખ ૧૭-૭-૧૮૯૯ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) અને ‘ગુજરાતના સારસ્વતો’ તા.૧૩-૭-૧૮૯૯ આપે છે તથા ‘બટુભાઈનાં નાટકો’માં મુકાયેલા બટુભાઈના ફોટા નીચે એ જ તારીખ દર્શાવવામાં આવી છે. બટુભાઈના પુત્ર શરદભાઈ ઉમરવાડિયાના કહેવા પ્રમાણે તા. ૧૩-૭-૧૮૯૯ને તેમનાં કુટુંબીજનો તેમનો જન્મદિવસ ગણે છે, જોકે જન્મતારીખ માટેનાં આધારભૂત સાધન ચકાસવાં જોઈએ. ‘માનસી’માં છાપભૂલ થઈ હશે? | માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં બટુભાઈના ભાઈ રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બટુભાઈની જન્મતારીખ ૧૭-૭-૧૮૯૯ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) અને ‘ગુજરાતના સારસ્વતો’ તા.૧૩-૭-૧૮૯૯ આપે છે તથા ‘બટુભાઈનાં નાટકો’માં મુકાયેલા બટુભાઈના ફોટા નીચે એ જ તારીખ દર્શાવવામાં આવી છે. બટુભાઈના પુત્ર શરદભાઈ ઉમરવાડિયાના કહેવા પ્રમાણે તા. ૧૩-૭-૧૮૯૯ને તેમનાં કુટુંબીજનો તેમનો જન્મદિવસ ગણે છે, જોકે જન્મતારીખ માટેનાં આધારભૂત સાધન ચકાસવાં જોઈએ. ‘માનસી’માં છાપભૂલ થઈ હશે? | ||
ઉપનામો | {{Poem2Close}} | ||
'''ઉપનામો''' | |||
{{Poem2Open}} | |||
‘બટુભાઈનાં નાટકો’ સંગ્રહમાં ‘આ નાટકો’ શીર્ષક નીચે લખાયેલી પ્રસ્તાવનામાં અનંતરાય રાવળ લખે છે : “કેટલાક અગ્રગણ્ય ગુજરાતીઓનાં પ્રગલ્ભ શૈલીનાં રેખાચિત્રોના આલેખક ‘સુંદરરામ ત્રિપાઠી’, ‘કિશોરીલાલ શર્મા’ અને ‘હરરાય દ્વિવેદી’...” પ્રસ્તુત વાક્યમાંથી કોઈ એવો અર્થ કાઢે કે આ લેખક ત્રણ ઉપનામથી રેખાચિત્રો લખતા હતા તો એ યોગ્ય નથી. બટુભાઈએ ‘રેખાચિત્રો’ માત્ર ‘સુંદરરામ ત્રિપાઠી’ના ઉપનામથી લખ્યાં હતાં. અન્ય ઉપનામોથી બીજાં લખાણો કરેલાં છે. | ‘બટુભાઈનાં નાટકો’ સંગ્રહમાં ‘આ નાટકો’ શીર્ષક નીચે લખાયેલી પ્રસ્તાવનામાં અનંતરાય રાવળ લખે છે : “કેટલાક અગ્રગણ્ય ગુજરાતીઓનાં પ્રગલ્ભ શૈલીનાં રેખાચિત્રોના આલેખક ‘સુંદરરામ ત્રિપાઠી’, ‘કિશોરીલાલ શર્મા’ અને ‘હરરાય દ્વિવેદી’...” પ્રસ્તુત વાક્યમાંથી કોઈ એવો અર્થ કાઢે કે આ લેખક ત્રણ ઉપનામથી રેખાચિત્રો લખતા હતા તો એ યોગ્ય નથી. બટુભાઈએ ‘રેખાચિત્રો’ માત્ર ‘સુંદરરામ ત્રિપાઠી’ના ઉપનામથી લખ્યાં હતાં. અન્ય ઉપનામોથી બીજાં લખાણો કરેલાં છે. | ||
‘ગુજરાતી તખલ્લુસો’ (ત્રિભુવન હેમાણી)માં પૃ. ૨૦૩ પર બટુભાઈનું ઉપનામ ‘કિશોરીલાલ વર્મા’ છે તેમાં છાપભૂલ થયેલી જણાય છે. આ જ પુસ્તકમાં પૃ. ૪૧ પર ‘કિશોરીલાલ શર્મા’ છે. બટુભાઈનું બીજું ઉપનામ પૃ. ૨૫૧ અને પૃ. ૨૦૩ પર ‘હરરાય ત્રિપાઠી’ આપવામાં આવ્યું છે એમાં કંઈક સમજફેર થઈ હોવાનો સંભવ છે, કેમકે અન્યત્ર સુંદરરામ ત્રિપાઠી અને હરરાય દ્વિવેદી એમ ઉપનામો જોવા મળે છે. | ‘ગુજરાતી તખલ્લુસો’ (ત્રિભુવન હેમાણી)માં પૃ. ૨૦૩ પર બટુભાઈનું ઉપનામ ‘કિશોરીલાલ વર્મા’ છે તેમાં છાપભૂલ થયેલી જણાય છે. આ જ પુસ્તકમાં પૃ. ૪૧ પર ‘કિશોરીલાલ શર્મા’ છે. બટુભાઈનું બીજું ઉપનામ પૃ. ૨૫૧ અને પૃ. ૨૦૩ પર ‘હરરાય ત્રિપાઠી’ આપવામાં આવ્યું છે એમાં કંઈક સમજફેર થઈ હોવાનો સંભવ છે, કેમકે અન્યત્ર સુંદરરામ ત્રિપાઠી અને હરરાય દ્વિવેદી એમ ઉપનામો જોવા મળે છે. | ||
બી.એ.ની ડિગ્રી | {{Poem2Close}} | ||
'''બી.એ.ની ડિગ્રી''' | |||
{{Poem2Open}} | |||
માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બી.એ. થયાની સાલ ૧૯૨૦ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) તથા ‘ગુજરાતના સારસ્વતો’ ૧૯૧૯ની સાલ આપે છે. શરદભાઈ ઉમરવાડિયાને ૧૯૧૯ સાલ વધારે સાચી હોવાનું જણાય છે. | માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બી.એ. થયાની સાલ ૧૯૨૦ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) તથા ‘ગુજરાતના સારસ્વતો’ ૧૯૧૯ની સાલ આપે છે. શરદભાઈ ઉમરવાડિયાને ૧૯૧૯ સાલ વધારે સાચી હોવાનું જણાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 26: | Line 34: | ||
(છ) ‘શૈવાલિની અને બીજાં નાટકો’ અને ‘આપણા મહાજનો અને બીજા લેખો’ : ‘બટુભાઈનાં નાટકો’ (સંપાદક અનંતરાય રાવળ)માં આરંભમાં ‘બટુભાઈની સાહિત્યિક કૃતિઓ’ તથા ‘હવે પછી પ્રગટ થશે’ એવાં શીર્ષકો સાથે બટુભાઈની કૃતિઓની યાદી આપવામાં આવેલી છે. કૃતિઓની યાદીમાં આ પ્રકારના બે વિભાગો કરવામાં આવ્યા છે એ પરથી એમ સમજાય કે પહેલા વિભાગમાં મુકાયેલી કૃતિઓ પ્રગટ થયેલી કૃતિઓ હશે. પણ વસ્તુતઃ એમ નથી. ‘શૈવાલિની અને બીજાં નાટકે’ તથા ‘આપણા મહાજનો અને બીજા લેખો’ અહીં પહેલી યાદીમાં મુકાયેલા છે પરંતુ એ પ્રગટ થયેલા ગ્રંથો નથી. ‘આપણા મહાજનો અને બીજા લેખો’ને તો અહીં જ ‘હવે પછી પ્રગટ થશે’ની યાદીમાં પણ સમાવવામાં આવેલા છે. ‘શૈવાલિની અને બીજાં નાટકો’ અને “આપણા મહાજનો અને બીજા લેખો’ એ બન્નેને લેખકે પોતાનાં પ્રકાશ્ય પુસ્તકોની યાદીમાં મૂકેલા પરંતુ આ સંગ્રહો પછીથી પ્રગટ થઈ શક્યા નથી. ‘શૈવાલિની’ પહેલી જ વાર ‘બટુભાઈનાં નાટકો’માં ગ્રંથસ્થ થાય છે. | (છ) ‘શૈવાલિની અને બીજાં નાટકો’ અને ‘આપણા મહાજનો અને બીજા લેખો’ : ‘બટુભાઈનાં નાટકો’ (સંપાદક અનંતરાય રાવળ)માં આરંભમાં ‘બટુભાઈની સાહિત્યિક કૃતિઓ’ તથા ‘હવે પછી પ્રગટ થશે’ એવાં શીર્ષકો સાથે બટુભાઈની કૃતિઓની યાદી આપવામાં આવેલી છે. કૃતિઓની યાદીમાં આ પ્રકારના બે વિભાગો કરવામાં આવ્યા છે એ પરથી એમ સમજાય કે પહેલા વિભાગમાં મુકાયેલી કૃતિઓ પ્રગટ થયેલી કૃતિઓ હશે. પણ વસ્તુતઃ એમ નથી. ‘શૈવાલિની અને બીજાં નાટકે’ તથા ‘આપણા મહાજનો અને બીજા લેખો’ અહીં પહેલી યાદીમાં મુકાયેલા છે પરંતુ એ પ્રગટ થયેલા ગ્રંથો નથી. ‘આપણા મહાજનો અને બીજા લેખો’ને તો અહીં જ ‘હવે પછી પ્રગટ થશે’ની યાદીમાં પણ સમાવવામાં આવેલા છે. ‘શૈવાલિની અને બીજાં નાટકો’ અને “આપણા મહાજનો અને બીજા લેખો’ એ બન્નેને લેખકે પોતાનાં પ્રકાશ્ય પુસ્તકોની યાદીમાં મૂકેલા પરંતુ આ સંગ્રહો પછીથી પ્રગટ થઈ શક્યા નથી. ‘શૈવાલિની’ પહેલી જ વાર ‘બટુભાઈનાં નાટકો’માં ગ્રંથસ્થ થાય છે. | ||
(જ) ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ : ‘માલાદેવી અને બીજાં નાટકો’ તથા અન્ય ગ્રંથોની પોતાની પુસ્તકયાદીમાં બટુભાઈ પોતે, ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૩૦) તથા ‘ગુજરાતના સારસ્વતો’ ‘મત્સ્યગંધા અને બીજાં નાટકો’ એવું ગ્રંથનામ આપે છે. વસ્તુતઃ ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ એવું ગ્રંથનામ છે. | (જ) ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ : ‘માલાદેવી અને બીજાં નાટકો’ તથા અન્ય ગ્રંથોની પોતાની પુસ્તકયાદીમાં બટુભાઈ પોતે, ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૩૦) તથા ‘ગુજરાતના સારસ્વતો’ ‘મત્સ્યગંધા અને બીજાં નાટકો’ એવું ગ્રંથનામ આપે છે. વસ્તુતઃ ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ એવું ગ્રંથનામ છે. | ||
‘ચેતન’ ‘વિનોદ’ ‘સુદર્શન’ | {{Poem2Close}} | ||
'''‘ચેતન’ ‘વિનોદ’ ‘સુદર્શન’''' | |||
{{Poem2Open}} | |||
‘ચેતન’ માસિકના તંત્રીપદે બટુભાઈ સાથે શ્રીમતી જ્યોત્સનાબહેન સહતંત્રી હતાં એવી માહિતી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) આપે છે પરંતુ ‘માનસી’માં જ્યોતીન્દ્ર દવે (પૃ. ૨૨૨) ના કહેવા મુજબ ‘ચેતન’ વિજયરાય વૈદ્ય અને બટુભાઈ ઉમરવાડિયાના તંત્રીપદ હેઠળ ચાલતું હતું. વળી આ માસિકના અંગ્રેજી વિભાગમાં પણ બટુભાઈ સાથે વિજયરાય વૈદ્ય સહતંત્રી હોવાની માહિતી નોંધાયેલી છે. ‘ચેતન’ જોવા મળ્યું નથી પરંતુ વિજયરાયના જ માસિક ‘માનસી’માં પ્રગટ થયેલી માહિતીને સાચી માનવી જોઈએ. જ્યોત્સનાબહેન શુકલ ‘વિનોદ’ માસિકમાં બટુભાઈનાં સહતંત્રી હતાં. | ‘ચેતન’ માસિકના તંત્રીપદે બટુભાઈ સાથે શ્રીમતી જ્યોત્સનાબહેન સહતંત્રી હતાં એવી માહિતી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) આપે છે પરંતુ ‘માનસી’માં જ્યોતીન્દ્ર દવે (પૃ. ૨૨૨) ના કહેવા મુજબ ‘ચેતન’ વિજયરાય વૈદ્ય અને બટુભાઈ ઉમરવાડિયાના તંત્રીપદ હેઠળ ચાલતું હતું. વળી આ માસિકના અંગ્રેજી વિભાગમાં પણ બટુભાઈ સાથે વિજયરાય વૈદ્ય સહતંત્રી હોવાની માહિતી નોંધાયેલી છે. ‘ચેતન’ જોવા મળ્યું નથી પરંતુ વિજયરાયના જ માસિક ‘માનસી’માં પ્રગટ થયેલી માહિતીને સાચી માનવી જોઈએ. જ્યોત્સનાબહેન શુકલ ‘વિનોદ’ માસિકમાં બટુભાઈનાં સહતંત્રી હતાં. | ||
‘સુદર્શન’ સાપ્તાહિક બટુભાઈના તંત્રીપદ હેઠળ સને ૧૯૨૯માં સુરતમાંથી પ્રગટ થવા માંડેલું એમ ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) નોંધે છે. માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં રમણભાઈના કહેવા મુજબ બટુભાઈ તા. ૧૩-૮-૨૮થી ૧૫-૧-૨૯ સુધી ‘સુદર્શન’ સાપ્તાહિકના તંત્રી હતા. | ‘સુદર્શન’ સાપ્તાહિક બટુભાઈના તંત્રીપદ હેઠળ સને ૧૯૨૯માં સુરતમાંથી પ્રગટ થવા માંડેલું એમ ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) નોંધે છે. માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં રમણભાઈના કહેવા મુજબ બટુભાઈ તા. ૧૩-૮-૨૮થી ૧૫-૧-૨૯ સુધી ‘સુદર્શન’ સાપ્તાહિકના તંત્રી હતા. | ||