પન્ના નાયકનો વાર્તાવૈભવ/પન્ના નાયકની મુલાકાત: Difference between revisions

Replaced Re-proof Read Text
No edit summary
(Replaced Re-proof Read Text)
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:

{{Heading|પન્ના નાયક સાથે મુલાકાત}}
{{Heading|પન્ના નાયક સાથે મુલાકાત}}
 
પન્ના નાયક, આપણી ભાષાના જાણીતાં વાર્તાકાર, કવયિત્રી, વર્ષોથી અમેરિકા જઈને વસ્યાં પણ વર્ષો સુધી ઈમેજ પ્રકાશનના કાર્યક્રમોમાં હું એમને જોતી રહી. એમની વાર્તાઓ સાચા અર્થમાં ડાયસ્પોરિક લિટરેચરનો નમુનો છે. એમની કવિતાઓ પરથી, એમના થોડાંક લખાણો પરથી મને સતત લાગતું હતું કે આ સર્જક લખે છે એનાથી વધારે મનમાં ધરબીને, ભંડારીને જીવે છે. એટલે મેં પ્રશ્નો પૂછતાં પહેલાં એમને કહેલું કે પન્નાબેન, તમારી વાર્તા-કવિતા વાંચનારાઓને પણ તમારી અંગત જિંદગી વિશે બહુ ઓછી જ ખબર હશે. એટલે થોડાક અંગત પ્રશ્નો પણ હું પૂછીશ. મેં પ્રશ્નો પૂછ્યા, એમણે નિખાલસપણે જવાબો પણ આપ્યા. જવાબોમાંથી મને થોડાક બીજા પ્રશ્નો જાગ્યા. એમણે એના જવાબો પણ આપ્યા. એમની નિખાલસતા અને ધીરજ બેઉનો આભાર માનવો રહ્યો.  
 
પન્ના નાયક, આપણી ભાષાના જાણીતાં વાર્તાકાર, કવયિત્રિ, વર્ષોથી અમેરિકા જઈને વસ્યાં પણ વર્ષો સુધી ઈમેજ પ્રકાશનના કાર્યક્રમોમાં હું એમને જોતી રહી. એમની વાર્તાઓ સાચા અર્થમાં ડાયસ્પોરિક લિટરેચરનો નમુનો છે. એમની કવિતાઓ પરથી, એમના થોડાંક લખાણો પરથી મને સતત લાગતું હતું કે આ સર્જક લખે છે એનાથી વધારે મનમાં ધરબીને, ભંડારીને જીવે છે. એટલે મેં પ્રશ્નો પૂછતાં પહેલાં એમને કહેલું કે પન્નાબેન, તમારી વાર્તા-કવિતા વાંચનારાઓને પણ તમારી અંગત જિંદગી વિશે બહુ ઓછી જ ખબર હશે. એટલે થોડાક અંગત પ્રશ્નો પણ હું પૂછીશ. મેં પ્રશ્નો પૂછ્યા, એમણે નિખાલસપણે જવાબો પણ આપ્યા. જવાબોમાંથી મને થોડાક બીજા પ્રશ્નો જાગ્યા. એમણે એના જવાબો પણ આપ્યા. એમની નિખાલસતા અને ધીરજ બેઉનો આભાર માનવો રહ્યો.  

'''શ. વી. : પન્નાબેન, તમારો જન્મ ક્યાં અને ક્યારે?'''

Line 38: Line 36:
પ. ના. : આગળ જણાવ્યું તેમ આર્થિક સંજોગોને કારણે તુરત જ નોકરી શરૂ કરવી પડી. મારે સદ̖ભાગ્યે મને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની લાયબ્રેરીમાં તરત મનગમતું કામ મળી ગયું.  

'''શ. વી. : તમે બા-બાપુજી જેવું પ્રસન્ન દાંપત્ય ઈચ્છેલું ને લગ્ન પછીની વાસ્તવિકતા સાવ જૂદી જ હતી. સપનાં તૂટવા બાબતે પ્રતિક્રિયા માત્ર રડવાની રહી કે લડવાની? એ લડાઈ પતિ સાથે હતી કે સંજોગો સામે? '''
'''શ. વી. : તમે બા-બાપુજી જેવું પ્રસન્ન દાંપત્ય ઈચ્છેલું ને લગ્ન પછીની વાસ્તવિકતા સાવ જૂદી જ હતી. સપનાં તૂટવા બાબતે પ્રતિક્રિયા માત્ર રડવાની રહી કે લડવાની? એ લડાઈ પતિ સાથે હતી કે સંજોગો સામે?'''  

પ. ના. : હા, લગ્નજીવનની વાસ્તવિકતા સાવ જુદી જ નીવડી. બા-બાપાજી જેવું પ્રસન્ન દામ્પત્ય પામતા મને બીજાં ચાળીસ વરસ નીકળી ગયાં અને તે પણ જુદા પતિ સાથે. પણ લગ્ન પછી તુરત જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેની સામે લડવાને બદલે હું મુખ્યત્વે મનમાં ને મનમાં સમસમીને બેસી રહી. જે પરિસ્થિતિ હતી તેને સ્વીકારી લીધી. આ પ્રતિક્રિયાને હું લડાઈ નહીં કહી શકું. લડવાની ત્રેવડ જ નહોતી.  

Line 46: Line 44:
પ. ના. : આ પ્રશ્ન મેં મારી જાતને હજાર વાર પૂછ્યો છે. જે સમાજમાં, જે કુટુંબમાં મારો ઉછેર થયો છે તેમાં સ્ત્રીને જે પતિ સાથે લગ્ન થયા હોય તેને નભાવવો એ સહજ હતું. એનો અર્થ એ નહીં કે મને મારા પતિને છોડવાનો વિચાર નહોતો આવ્યો. ઘણી વાર વિચારેલું કે આ લગ્નમાંથી ક્યારે છૂટું? વધુમાં અમારે સંતાન ન હતું ને આર્થિક દૃષ્ટિએ હું સ્વતંત્ર પણ હતી. એટલે એ બાબતમાં પણ કોઈ વાંધો નહોતો. હું તો પાછી અમેરિકામાં હતી. અહીં તો આવું કપરું લગ્ન કોઈ સ્ત્રી એક વરસ પણ ન ચલાવે. આ બધી વાત સાવ સાચી, છતાં એ આખરી નિર્ણય હું ન જ લઈ શકી. મૂળમાં અમે બંને એકબીજાથી એવા તો જુદાં હતાં કે અમારું દામ્પત્ય પ્રસન્ન થઈ જ ન શક્યું. એમાં હું એમના એકલાનો દોષ નથી જોતી. અમે બન્નેએ એકબીજાને પરણવાની ભૂલ કરી હતી. દેશના સામાજિક સંસ્કારો, રૂઢિગત માન્યતાઓ, અમારી ભીરુતા—જે ગણવું હોય તે ગણો, પણ અમે છૂટાછેડા ન લીધા ને સંસારનું ગાડું ગબડાવ્યાં કર્યું. વધુમાં અમે ભલે દુનિયાની દૃષ્ટિએ પતિપત્ની હતાં, એક જ ઘરમાં જ અને ભલે એક જ છત નીચે અમે રહેતાં હતાં, અને મિત્રો, સગાવહાલાંને હળતાંમળતાં હતાં પણ અમે એકબીજાથી નોખી જિંદગી જીવતાં હતાં. કહો કે અમારું અસ્તિત્વ એકબીજાથી સાવ જુદું હતું. મારે પક્ષે જે છે તેને નભાવો એવી મનોવૃત્તિ પણ રહેલી. આખરે આ પતિને પરણવાની ભૂલની જવાબદારી મારી પોતાની જ હતી, તો તે ભૂલ મારે ભોગવવી જ રહી. જો કે મનમાં ઊંડે એવી શ્રદ્ધા હતી કે આમાંથી મારો છુટકારો થશે જ અને મને મારો ઇચ્છાવર મળશે જ! તાર્કિક રીતે જોતા આ વાત શેખચલ્લીના વિચાર જેવી વાહિયાત હતી, પણ મારે મન એ જ એક હૈયાધારણ હતી. એ આશાને તાંતણે આટલું વિષમ દાંપત્ય સહ્યું અને હું જીવ્યે ગઈ.  

'''શ. વી. : નહીં કમાતા પતિ, અમેરિકામાં રહેવા છતાં Typical Male હતા? '''
'''શ. વી. : નહીં કમાતા પતિ, અમેરિકામાં રહેવા છતાં Typical Male હતા?'''  

પ. ના. : મારા પતિ નહોતા કમાતા એવું નહોતું. શરૂઆતમાં એમની પાસે અમેરિકાની સિટિઝનશીપ નહોતી. એ કારણે સારી નોકરી મળવી લગભગ અશક્ય હતી. એમની પાસે કૉલેજની ડિગ્રી પણ નહોતી. આ બધી મુસીબતોને લીધે એમને સામાન્ય નોકરી કરવી પડી.એમને જેવી સિટિઝનશીપ મળી કે તરત ફિલાડેલ્ફિઆના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફિન્ગર પ્રિન્ટ એક્સપર્ટ તરીકેની નોકરી મળી. એમાં નાઈટ શિફ્ટ આવે એવી કપરી વાત હતી છતાં પણ એમણે એ નોકરી જાળવી રાખી. ભારતીય પુરુષ અમેરિકામાં આવે એટલે એ બદલાઈ જાય એવી અપેક્ષા રાખવી બરાબર નથી. વધુમાં એ પુરુષ કમાતો હોય કે નહીં એ વાતથી પણ કોઈ ફેર નથી પડતો.   

Line 75: Line 73:

પ. ના. : મારા કાવ્યસર્જન અને જીવનમાં સુરેશ દલાલ અનન્ય છે. તે પ્રેરક બળ હતા અને સતત રહ્યા હતા. એમણે જ મને પ્રોત્સાહન આપ્યું. ગુજરાતી સાહિત્યમાં હું જે કાંઈ છું એ સુરેશને કારણે જ છું. જ્યારે કેટલાક ગુજરાતી (મુખ્યત્વે પુરુષ) સાહિત્યકારોએ ઊંચું ટેરવું રાખીને મારી ઉપેક્ષા કરી હતી ત્યારે સુરેશનો ટેકો એ મારા માટે સાહિત્યની જીવાદોરી હતી. એની નિર્વ્યાજ મૈત્રીમાં મને જીવન જીવવાનું બળ મળ્યું છે. એ જીગરજાન દોસ્તની ખોટ ખૂબ સાલે છે. મારા પહેલા કાવ્યસંગ્રહ, “પ્રવેશ” થી માંડીને છેલ્લા કાવ્યસંગ્રહ “અંતિમે” સુધીની મારી બધી જ કાવ્યપ્રવૃત્તિમાં સુરેશનો મને સહકાર મળ્યો છે. ‘અંતિમે’ની અર્પણ પંક્તિમાં મેં એમના પ્રત્યેનું ઋણ અદા કર્યું છે:

‘પ્રવેશે’ કૈં હોંશે પગલી ભરી તારા જ થકી મેં,  
{{Block center|'''<poem>‘પ્રવેશે’ કૈં હોંશે પગલી ભરી તારા જ થકી મેં,  
હવે આ ‘અંતિમે’ સ્વજન તુજને યાદ કરતી.  
હવે આ ‘અંતિમે’ સ્વજન તુજને યાદ કરતી.</poem>'''}}

'''શ. વી. : તમારી કવિતામાં નારીવાદી સૂર ચોક્કસ જ સંભળાય છે. તમે જે ઘરમાં મોટાં થયાં ત્યાં તો આવા ભેદભાવ કે શોષણ નહીં જ હોય. તમને આવા અનુભવ લગ્ન પછી થયા? અમેરિકા જઈને થયા?'''

Line 93: Line 91:

પ. ના. : તમારી વાત સાવ સાચી છે. અહીં વસતા મોટા ભાગના NRI ગુજરાતીઓની મનોદશા જે દાયકામાં એમણે દેશ છોડ્યો હતો તે સમયની જ છે. છેલ્લા ત્રીસેક વર્ષોમાં ભારતમાં જે ભવ્ય ફેરફાર થયા છે તે વિષે તેઓ મુખ્યત્વે અજાણ છે.  

નટવર ગાંધીએ ચાલીસ વર્ષ પહેલા આ NRIઓની મનોદશા વિષે એક પરિચય પુસ્તિકામાં લખ્યું હતું કે : “જે દેશ છોડીને અહીં રોટલો રળવા આવ્યા તે દેશની યાદ જરૂર આવે પરંતુ એ દેશની પરિસ્થિતિને સમજવા ભાગ્યે જ પ્રયત્ન થાય છે. પાર્ટીઓમાં ભારત વિશે અચૂક વાતો થાય પણ તેમાં મુખ્યત્વે સ્વાનુભવની, અધકચરા વિચારો અને અડધીપડધી સમજવાળી વાતો હોય. દેશની ગંદકી, લાંચરુશવત, રાજકારણનો સડો, આગળ વધવા માટે જરૂરી લાગવગ અને દેશની ફિલ્મી દુનિયા વગેરે વિશેની ઉપરછલ્લી વાતોમાં જ એમની ગોષ્ઠિ  સમાઈ જાય છે. દેશ વિદેશનું એમનું નિદાન સામાન્ય રીતે આકરું જ હોય છે, પણ જો દેશની ટીકા કરતા લેખ સ્થાનિક છાપાંઓમાં આવે છે, તો તે તેમને માટે અસહ્ય બની જાય છે. તમામ અમેરિકન મીડિયા (લોકસંપર્કનાં સાધનો) ભારતવિરોધી છે એવો તત્કાલ આક્ષેપ કરે છે. અને પછી અમેરિકન રાજનીતિ, સ્વચ્છંદ જીવન, બાળઉછેર માટે અમેરિકા કેવો ખરાબ દેશ છે વગેરે વિશે સખત પ્રહાર કરવા લાગી જાય છે. ખાસ કરીને અમેરિકાની શિથિલ કુટુંબવ્યવસ્થા માટે તેમની ટીકા ઉગ્ર હોય છે. જન્મભૂમિ ભારત તેમ જ કર્મભૂમિ અમેરિકા માટે આ ભારતીયોનું વલણ આવું ઉગ્ર અને ટીકાપૂર્ણ કેમ હોય છે તે માનસશાસ્ત્રીઓ માટે વિચારણીય પ્રશ્ન બની રહે તેટલું નોંધપાત્ર છે.”

હું જ્યારે જયારે દેશમાં આવું છું અને જે કાંઈ જોઉં છું તેનાથી આભી બની જાઉં છે. ભૌતિક અને આંખને વળગે એવા ફેરફાર તો છે જ--જેવા કે શોપિંગ મૉલ, આભે પહોંચતા ઊંચાં  મકાનો, ફેન્સી ગાડીઓ, સુપર હાઇવેઝ, મલ્ટીપ્લેક્સ થીયેટર્સ,  વગેરે--પરંતુ 60, 70ના દાયકાઓનો જે ગભરુ, અચકાતો, ખચકાતો અને સ્થગિત દેશ અમે છોડ્યો હતો ત્યાં આજે હું એક આત્મશ્રદ્ધાથી ઊભરાતો, પ્રગતિશીલ, પરિવર્તનશીલ દેશ જોઉં છું. ખાસ કરીને દેશની યુવાન પ્રજામાં હું જે ખુમારી, આત્મવિશ્વાસ જોઉં છું તેમાં મને દેશનું જ્વલંત ભવિષ્ય દેખાય  છે. વધુમાં દેશમાં આવું છું ત્યારે ખાસ કરીને યુવતીઓનો આત્મવિશ્વાસ અને ‘મિજાજ’ જોઈને મારું હૃદય હરખાય છે. આ યુવતીઓની સરખામણીમાં અમારા જમાનાની કેટલીક બહેનો તો બાઘી અને ગભરુ લાગે!