ધ્વનિ/હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હો જી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 03:26, 8 May 2025
૪૦. હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હો જી
હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હોજી.
હરિ હું ય એ જ ઘરનું બાળ,
તારા ઓરડાની ભાળ,
આદુનાં વિજોગી તો ય આપણે,
આપણ બેની અંતરિયાળ
પડદા પડ્યા છે કિનખાબના હોજી.
હરિ તારે એારડે અગરુની ઊડે ફોરમો હોજી.
હરિ એના ધૂપનો બહાર,
આવે અહીં વારવાર,
આખા યે વરમાંડ મહીં વ્યાપતો;
મારા સુખનો નહિ પાર,
કાળજે અમલ ચડે કારમો હોજી.
હરિ મારે પ્રાણને એકતારે ગીત ઊપડ્યાં હોજી.
હરિ મારી ભાંગીતૂટી વાણ,
આઠે પ્હોર એનો જાણ,
શબદ ઘુંમટ મહીં ગું જ તો;
એના સૂરમાં અભાન
આયખાને અમરત લાધિયાં હોજી.
હરિ તારા ઓરડાનાં હજી બંધ બારણાં હોજી.
હરિ એને પડદાની આડ,
નયને તિમિરની વાડ,
ક્યારે રે મંગળ વેળ આવશે
ધરશે તેજનો ઉઘાડ?
કાળના અવધાને માંડી ધારણા હોજી.
૧૯-૧૦-૪૫