મર્મર/આવી તો જૈશ ના: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 09:21, 14 May 2025


આવી તે જૈશ ના—

આવી તો જૈશ ના ચાલી
વસંત અલી આવી તો જૈશ ના ચાલી.

કુંજોને પંથ તારી વેણુ વગાડતી,
પાનીનો રંગ અંગઅંગે લગાડતી;
{{gap|6em}]જોબનની લાલ લાલ પ્યાલી. –વસંત૦

જોયું મેં જાગી આજ વ્હેલી સવારમાં,
પ્હેલી મેં જોઈ તને ઊભેલી દ્વારમાં;
{{gap|6em}]હાથ ધરી હેમની થાળી. –વસંત૦

તારો આનંદ મારે અંતર દે ઠાલવી,
મારાં આંસુમાં તારું કંકુ દે કાલવી;
{{gap|6em}]હૈયામાં હૈયું દે ગાળી. –વસંત૦