રચનાવલી/૧૬૩: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|૧૬૩. કલર પર્પલ (એલિસ વૉકર)  |}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9c/Rachanavali_163_Color_Purple.mp3
}}
<br>
૧૬૩. કલર પર્પલ (એલિસ વૉકર)  • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 9: Line 22:
નવલકથા પત્રોની હારમાળારૂપે લખાયેલી છે. નાયિકા સેલીએ પ્રભુ પર લખેલા પત્રો, નાની બહેન નેટીએ મોટીબહેન સેલી પર લખેલા પત્રો અને સેલિએ નેટી પર લખેલા પત્રો - એમ કુલ ૯૦ પત્રોમાં આ નવલકથા વિકસી છે. પત્રો પર તારીખ નથી કે પત્રોનો ક્રમ પણ નથી. પણ એલિસ વૉકર કહે છે તેમ અશ્વેત નારીની રજાઈની કલામાં જેમ જૂના કપડાંના ટુકડાઓ સીવાઈને એક ભાત ઊભી કરે તેમ આ પત્રો દ્વારા નવલકથાની ભાત ઊભી થાય છે. વળી એલિસ વૉકરે અહીં અશ્વેત નારીવાદ (બ્લેક ફેમિનિઝમ)થી છૂટા પડીને સ્ત્રીવાદ (વુમનિઝમ)નો અભિગમ લીધો છે. એટલે કે નારીની નારીકેન્દ્રી છબીને, સ્ત્રીની સાહસિક બહાદુર છબીને, ઘરકામની વચ્ચે ઊભી થતી એની બાહોશ છબીને એણે પસંદ કરી છે. આથી જ આ નવલકથા સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધને સ્ત્રી-પુરુષના સંબંધ અને પ્રભુ પ્રકૃતિના સંબંધ વચ્ચે મૂકીને તપાસે છે.  

અમેરિકાના દક્ષિણ ભાગના જ્યોર્જિયામાં રહેતી ગરીબ અને અભણ સેલિ પોતાના સાવકા બાપ દ્વારા અત્યાચારનો ભોગ બની બે બાળકોની માતા બને છે અને છેવટે સાવકા બાપ સેલિને એક વિધુર આલ્બર્ટને પરણાવી દે છે. આલ્બર્ટના આગલા ઘરના ચાર બાળકોની સાર-સંભાળ લેતી સેલિ આલ્બર્ટની મારઝૂડનો અને એની ગુલામીનો ભોગ બને છે. પોતાને કદરૂપી અને નકામી કહેવામાં આવે છે તો એનો પણ એ સામનો કર્યા વિના સ્વીકાર કરી લે છે. એને ટકી રહેવાનાં બે જ કારણો છે : એક પ્રભુ અને એની નાની બહેન નેટી, પણ આલ્બર્ટની નજર નેટી પર બગડતા સેલિ નેટીને નાસી જવામાં મદદ કરે છે. નેટી ચાલી જતાં સેલિ આધારહીન બની જાય છે. નેટી ભણીગણીને મિશનરી તરીકે આફ્રિકા પહોંચે છે. નેટીના આફ્રિકાથી લખેલા સેલી પરના બધા જ પત્રો આલ્બર્ટ સેલિને પહોંચવા દેતો નથી અને છુપાવી દે છે.  

આલ્બર્ટ એની મિત્ર શુગ આવેરીને માંદી હોવાથી ઘેર લઈ આવે છે. શુગ આવેરી ગાયિકા છે. આલ્બર્ટ પોતાના પિતાના ધાકને કારણે શુગને પરણી નહોતો શક્યો અને એને બીજી કોઈ સ્ત્રી સાથે પરણવું પડ્યું હતું તેથી એનો કઠોર વ્યવહાર સેલિ સુધી ચાલુ રહ્યો હતો. શરૂમાં તો ઈર્ષ્યાને કારણે શુગ પણ સેલિને અપમાનિત કરે છે, પણ સેલિ અને શુગ સમય જતા ગાઢ મિત્રો બની જાય છે, અને એકબીજાને અત્યંત ચાહવા લાગે છે. શુગના વચ્ચે પડવાથી આલ્બર્ટનો સેલિ તરફનો વ્યવહાર બદલાય છે. એ હવે એને મારતો ઝુડતો નથી. છેવટે શુગની મદદથી સેલિને ખબર પડી જાય છે કે વર્ષો સુધી પોતાની નાની બહેન નેટીના આવતા કાગળોને આલ્બર્ટે દબાવી રાખ્યા છે. સેલિ આલ્બર્ટના આ કૃત્ય માટે આલ્બર્ટને માફ કરી શકતી નથી અને શુગના બળને કારણે બળવો કરીને શુગ સાથે એના ઘેર પહોંચી જાય છે; ને ત્યાં તૈયાર કપડાનો ધંધો શરૂ કરી સ્વતંત્રજીવનની શરૂઆત કરે છે, વળી સાવકો બાપ મરી જતા મૂળ પિતાની મિલ્કત સેલિ અને નેટીને પાછી મળે છે.  
આલ્બર્ટ એની મિત્ર શુગ આવેરીને માંદી હોવાથી ઘેર લઈ આવે છે. શુગ આવેરી ગાયિકા છે. આલ્બર્ટ પોતાના પિતાના ધાકને કારણે શુગને પરણી નહોતો શક્યો અને એને બીજી કોઈ સ્ત્રી સાથે પરણવું પડ્યું હતું તેથી એનો કઠોર વ્યવહાર સેલિ સુધી ચાલુ રહ્યો હતો. શરૂમાં તો ઈર્ષ્યાને કારણે શુગ પણ સેલિને અપમાનિત કરે છે, પણ સેલિ અને શુગ સમય જતા ગાઢ મિત્રો બની જાય છે, અને એકબીજાને અત્યંત ચાહવા લાગે છે. શુગના વચ્ચે પડવાથી આલ્બર્ટનો સેલિ તરફનો વ્યવહાર બદલાય છે. એ હવે એને મારતો ઝુડતો નથી. છેવટે શુગની મદદથી સેલિને ખબર પડી જાય છે કે વર્ષો સુધી પોતાની નાની બહેન નેટીના આવતા કાગળોને આલ્બર્ટે દબાવી રાખ્યા છે. સેલિ આલ્બર્ટના આ કૃત્ય માટે આલ્બર્ટને માફ કરી શકતી નથી અને શુગના બળને કારણે બળવો કરીને શુગ સાથે એના ઘેર પહોંચી જાય છે; ને ત્યાં તૈયાર કપડાંનો ધંધો શરૂ કરી સ્વતંત્રજીવનની શરૂઆત કરે છે, વળી સાવકો બાપ મરી જતા મૂળ પિતાની મિલ્કત સેલિ અને નેટીને પાછી મળે છે.  
આ બાજુ નેટી પણ આફ્રિકામાં મિશનરી કાર્યમાં સફળતા-નિષ્ફળતા મેળવતી રહે છે અને જાતજાતના આફ્રિકાના અનુભવોમાંથી પસાર થાય છે. તેની સાથે અકસ્માતે સેલિના સાવકા પિતાર્થી થયેલાં બાળકો ઊછરતાં આવે છે. આફ્રિકાની પરિસ્થિતિ દિનબદિન વણસતી જતી હોવાથી નેટી પોતાના પતિ સેમ્યુઅલ સાથે અમેરિકા પાછા ફરવાનો નિર્ધાર કરે છે. અંતે બંને બહેન ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે મળવા પામે છે.  

આ નવલકથામાં શુગના પાત્ર દ્વારા સેલિ જે પોતાના સૌંદર્ય તરફ અને પોતાની જાત તરફ પાછી વળે છે, જે રીતે દેહના આકર્ષણને પહેલીવાર સમજી શકે છે,જે રીતે આત્મગૌરવ મેળવી સ્વતંત્ર બને છે, એની વિકાસકથા રોમાંચક છે. એમાં જાતિવાદના રંગદ્વેષના અને સ્ત્રી-પુરુષ ભેદના પ્રશ્નો પણ એક યા બીજી રીતે કથાને અર્થપૂર્ણ કરે છે.  