નાટક વિશે/એસ્કાઈલસ અને ‘એગામેમ્નોન’: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી. | નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી. | ||
એસ્કાઈલસના જન્મ અને જીવન દરમયાન આવી હાલત હતી. આગળ જે ત્રિભેટાનો ઉલ્લેખ કર્યો તે માત્ર બાહ્ય આક્રમણ અને પરદેશી સ્વતંત્રતા ઝૂંટવી લ્યે એનો જ ત્રિભેટો ન હતો. એ ત્રિભેટાનો એક ફાંટો એટલે પૂરું ઉઘડેલું નહીં, છતાં અપાર શક્યતાઓ ધરાવતું એક લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ–નાટક. | એસ્કાઈલસના જન્મ અને જીવન દરમયાન આવી હાલત હતી. આગળ જે ત્રિભેટાનો ઉલ્લેખ કર્યો તે માત્ર બાહ્ય આક્રમણ અને પરદેશી સ્વતંત્રતા ઝૂંટવી લ્યે એનો જ ત્રિભેટો ન હતો. એ ત્રિભેટાનો એક ફાંટો એટલે પૂરું ઉઘડેલું નહીં, છતાં અપાર શક્યતાઓ ધરાવતું એક લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ–નાટક. | ||
થેસ્પીસે ચીંધેલા માર્ગે આગળ વધીને એસ્કાઈલસે ટ્રેજેડીને ઘડી, તખ્તાને ઘણીઘણી નવરીતિઓ આપી એ જોઈએ એ પહેલાં, એસ્કાઈલસના વિચારોનો પુદ્ગળ બાંધનાર કયાં બલાબલો હતાં તે જોવું જરૂરી છે. વાસ્તવમાં પોતાને મળેલા સાહિત્યસ્વરૂપને પોતે શા માટે આવું રૂપ આપ્યું, એ દ્વારા પોતે શું કહેવા માગે છે, એ જાણવું જરૂરી છે | થેસ્પીસે ચીંધેલા માર્ગે આગળ વધીને એસ્કાઈલસે ટ્રેજેડીને ઘડી, તખ્તાને ઘણીઘણી નવરીતિઓ આપી એ જોઈએ એ પહેલાં, એસ્કાઈલસના વિચારોનો પુદ્ગળ બાંધનાર કયાં બલાબલો હતાં તે જોવું જરૂરી છે. વાસ્તવમાં પોતાને મળેલા સાહિત્યસ્વરૂપને પોતે શા માટે આવું રૂપ આપ્યું, એ દ્વારા પોતે શું કહેવા માગે છે, એ જાણવું જરૂરી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''(૪)''' | '''(૪)''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Revision as of 13:06, 1 June 2025
૧: નાટ્યકાર
નાટ્યસ્પર્ધામાં તેર તેર વાર પારિતોષિક જીતનાર, સિત્તેરથી નેવું ઉપરાંત નાટકો લખનાર એસ્કાઈલસે, પોતે જ લખેલો કહેવાય છે એવા મૃત્યુલેખમાં, માત્ર મેરેથોનના યુદ્ધના એક સિપાહી તરીકે, અને જે પોતાના એથેનીઅન વતનથી દૂર આવીને મૂઓ એવા એક સિપાહી તરીકે પોતાની સ્મૃતિ જળવાઈ રહે, એવા પ્રયોગ કેમ કર્યા હશે એવો પ્રશ્ન એસ્કાઈલસના જીવન અને કવન વિષે વિચાર કરતાં પહેલો સ્ફુરે છે. બીજા કોઈએ પણ પોતે નાટકનાં લખાણ, નાટકની ભજવણી, નાટકનાં ઉપકરણો, તખ્તો અને એ બધામાં મેળવેલી સિદ્ધિ, એવી વાતો વિષે લખ્યું હોત. એસ્કાઈલસના સ્થાને બીજો કોક હોત તો એણે માનવી માનવી વચ્ચેના વહેવારમાં પોતાને જે વિસંવાદિતા દેખાઈ હતી તેના ઉકેલ સૂચવનાર પોતે હતા એમ પોતાની ઓળખાણ આપીને આ વાતને ચિરંજીવ રાખવાનો યત્ન કર્યો હોત. એસ્કાઈલસે, પોતે એથેન્સનો વાસી હતો, એથેન્સવાસીઓનાં અતુલ પરાક્રમનો પોતે માત્ર સાક્ષી ન હતો પણ એમાં હિસ્સો લઈ, લાંબા જુલ્ફાં રાખનાર ઈરાનીઓને, યાદ રહે અને બીજા કોઈની સ્વતંત્રતા પર તરાપ મારતાં બીજું કોઈ પણ બે વાર વિચાર કરે એવો જગદુપકારક પાઠ શિખવાડ્યો હતો, એટલી જ વાત પોતાના આ સ્મરણમંડનમાં જણાવી. એસ્કાઈલસ નમ્ર હતો એમ માનવાનું કોઈ કારણ નથી. આમાં એણે માત્ર પોતાની પ્રિય વસ્તુનો અગ્રતાક્રમ જણાવ્યો છે. લખનારો, ભજવનારો, નવા નવા તુક્કા તખ્તા પર રજૂ કરનારો, ચાહના મેળવનારો, ઉકેલો સુઝાડનારો ભલે હોઉં; પણ હું એથેન્સનો નાગરિક : દુષ્ટતા અને પારતંત્ર્યના આક્રમણ સામે ઝઝૂમનાર અને એમાં વિજયસિદ્ધિ મેળવનાર એથેન્સનો નાગરિક : આટલી વાતનું એસ્કાઈલસને પોતાને મન ઘણું મોટું ગૌરવ છે. આ ગૌરવની લાગણી કેટલી સકારાત્મક છે કે પછી માત્ર વહી જતી અહંતાની લાગણી છે, એની કસોટી માટે આગળ પાછળનું જોવાની ખાસ જરૂર છે. આ માટે થોડો ગ્રીક ઇતિહાસ અને થોડી કલાપ્રવૃત્તિની તવારીખ જોવાની રહે છે. આમ હવે બધા સ્વીકારતા થયા છે કે એસ્કાઈલસનો જન્મ ઈ. પૂ. પ૨૫ માં થયેલો અને અગણ્યોતેર વર્ષનું આયુ જીવીને ઈ. પૂ. ૪૫૬માં એ મૃત્યુ પામ્યો. જન્મ એથેન્સ નજીક એલ્યુસીસ મુકામે કુલીન ગણાય એવા કુટુમ્બમાં થયો હતો. એના જીવનની બીજી જાણીતી વાતો અને જાણીતી દંતકથાઓમાં, એણે ઈરાનીઓ સામે લડાયેલા મેરેથોનના મહાયુદ્ધમાં ભાગ લીધો, અને ઈરાનીઓની સામ્રાજ્ય રચવાની બધી આશાઓ પર પાણી ફેરવનાર જે દરિયાઈ યુદ્ધ સલામીસની સાંકડી જળપટ્ટીમાં ખેલાયું, એમાં પણ એસ્કાઈલસ કદાચ સિપાહી હોય, એનો એક ભાઈ તો જરૂર એમાં હતો જ, એટલું જાણવા મળે છે. નાટ્યલેખન ઉપરાંતની બીજી બે દંતકથાઓ પણ જાણવા જેવી છે. એને માથે તાલ હતી. અને કાચબાને ઉઠાવી જતા ગીધના પંજામાંથી આ કાચબો બરાબર એસ્કાઈલસના તાલવાળા માથા પર પડ્યો અને એની ખોપરી ફાટી ગઈ એમ એક દંતકથા પ્રચલિત છે. તો જે ગામમાં એ જન્મ્યો હતો તે ઍલ્યુસીસના દેવોની પૂજાનાં કેટલાંક રહસ્ય એણે જાહેર કરી દઈ એ દેવોનો, અને પ્રજાનો ઘણો મોટો દ્રોહ કર્યો હતો એવા તહોમત હેઠળ એના પર મુકદ્દમો ચાલેલો અને એમાંથી એ માંડ માંડ છૂટેલો એવી બીજી દંતકથા છે. દંતકથાઓને ઘડીભર બાજુએ મૂકીએ અને એથેન્સ અને ગ્રીસના, એસ્કાઈલસના જીવનકાળ આસપાસના ઇતિહાસને જોઈએ તો, વિસ્તાર ન કરીએ તોપણ થોડી વાતો જેણે એસ્કાઈલસની વિચારણાને ઘડી હોય એવી આપોઆપ નજરે પડે છે. એસ્કાઈલસે પોતાના જીવનકાળ દરમ્યાન પૌર્વાત્યોના પોતાના વતનની સ્વાધીનતાને ધમરોળવાના પ્રયત્નો જોયા. એ યત્નોને નાકામયાબ બનાવવાના પ્રજાના પુરુષાર્થમાં એ પોતે પણ જોડાયેલો હતો. આ સાથે હવે ગ્રીસની નેતાગીરી ભોગવતા થયેલા એથેન્સમાં જ એક પ્રકારની જુલ્મશાહીનો પ્રયોગ ચાલુ થયો હતો. પ્રજા એનો સામનો કરતી હતી. અને જુલ્મશાહીનો અંત પ્રજાએ ભગીરથ પુરુષાર્થથી આણ્યો પણ ખરો. એથેન્સનો સુવર્ણયુગ શરૂ થયો. પણ ઇતિહાસમાં હરહંમેશ બને છે એમ આ પ્રસંગે પણ બન્યું. ભૌતિક સમૃદ્ધિ, રાજકીય વર્ચસ્વ, નવી ઊગતી આવતી લોકશાહીની ભાવના અને નવા નવા પ્રયોગો વચ્ચે જેને સંસ્કારિતાની ખેંચાખેંચ કહી શકાય એવી પરિસ્થિતિ થઈ. આનું કારણ પણ રાબેતા મુજબનું જ હતું. નવા વિચાર અને જૂના આચાર વચ્ચેનો સનાતન ઝઘડો હતો, તો બદલાયેલી પરિસ્થિતિમાં જૂનાં મૂલ્યોનો ભાર ખેંચવાનું સમાજ માટે અત્યંત મુશ્કેલ બનતું હતું. નવાના આક્રમણ સામે કહેવાતા જૂના સાથે શાશ્વતને પણ સહન કરવું પડતું. એટલે ખરા માણસને તો આ એક મથામણ – જૂનામાંથી શાશ્વતને તારવવાની – જ કરવાની રહેતી. એસ્કાઈલસને પોતાની એક સજ્જ સિપાહી તરીકેની છાપ ઊભી કરવાનું મન હોય તો એનું કારણ સમજી શકાય એવું છે. પણ એ વાતની ચર્ચા કરીએ એ પહેલાં બહુ સ્પષ્ટપણે સમજી લેવા જેવી તો આટલી વાત છે. પોતે એથેન્સનો સિપાહી છે એ વાતનું એસ્કાઈલસને મન વિશેષ ગૌરવ છે. એથેન્સની એના મનમાં એક મૂર્તિ છે. એ મૂર્તિની કાંતિ, સુંદરતા, કોક અણઘડ, અસંસ્કારી, પ્રાકૃત, જરાક સરખી પણ ખંડિત કરે એ એસ્કાઈલસની ન સહી જાય એવી વાત છે. પોતે આ મૂલ્યનો સદાસજ્જ રક્ષક હતો એ વાત પોતાની પછી આવનારનાં મન પર સદાય અંકિત રહે એટલી એની ખેવના છે. નાનકડું નગર જે ઇતિહાસની કૃપાદષ્ટિથી મોટું અને માતબર બની ગયું તેનો પોતે નાગરિક છે એટલું કહેવાનું એસ્કાઈલસ જેવા દૃષ્ટાને મન થયું હોય તો આ નગર એટલે આ સંસ્કારિતા, આ નગરની આવી લોકશાહી, આ નગર એટલે આ મૂલ્ય-સ્વીકાર, એવી વાત એને મનભરીને કહેવી છે એ કારણે જ હોઈ શકે. જોન ગેસ્નર જેવો નાટક-વિવેચક એસ્કાઈલસને `માસ્ટર્સ ઓફ ધ ડ્રામા’માં ત્રિભેટે આવીને ઊભેલો નાટકકાર – A dramatist at cross roads કહે છે તે આ જ કારણસર.
(૨)
પુરાણકાળના અને તેમાંય ગ્રીસના કોઈ પણ લેખકની વાત કરીએ અને એમાંથી હોમરની વાતને ટાળી શકાય એવું કદી પણ બની નહીં શકે. હોમર કોણ હતો, એણે ક્યારે લખ્યું, કે આ એનું લખેલું? એવા બધા સવાલ રસિક તોપણ અહીં અસ્થાને છે. અહીં એટલી જ એક વાત નોંધવી જોઈએ કે હોમરના ઈલિયડ અને ઓડેસીએ પોતાની પછી તરત આવનારા ગ્રીસના લેખકોને એક તો જીવનભર ચાલે એવું વસ્તુનું ભાતું બંધાવી આપ્યું. તો સાથે માનવ માનવ વચ્ચેના વહેવારની, આમ થાય અને આમ ન થાય એવી આચારસંહિતા રચી આપી. એ સાથે ગ્રીક જીવનમાં ઓતપ્રેત થઈ ગયેલી, દેવ અને દવની પરંપરાનો ખ્યાલ દૃઢ કરી આપ્યો. હોમરનો જીવન અને કવનકાળ ગમે તે હોય. પણ એટલું ખાતરીપૂર્વક કહી શકાય કે ઈ. પૂર્વેના આઠમા સૈકામાં હોમરના કાવ્યને એક પ્રકારની સ્થિરતા મળી. એની વાચનાની એક રીતે પરંપરા બંધાઈ. ગાયકોની ટોળી આ ગાતી આખા મુલકમાં ફરવા લાગી. નવાં રચાતાં નગરોમાં ઉત્સવો ઉજવાતા અને એમાં આવી ટોળી હોમરનાં કાવ્યોનું ગાયન કરતી.
(૩)
એસ્કાઈલસના જન્મના નવદસ વર્ષ પહેલાં થેસ્પીસ નામના નટને `ટ્રેજિક’ પારિતોષિક મળ્યું. આ એક બનાવમાં એક રીતે આખા ગ્રીક નાટકનું મૂળ રહ્યું છે. ગ્રીક નાટક આ થેસ્પીસે શોધ્યું કે પ્રચલિત કર્યું એમ કહેવાનું નથી. થેસ્પીસ પહેલાં સાવ પ્રાથમિક દશામાં પણ નાટક હતું જ. અને ઘણી બધી વાતો જેમ એનું મૂળ પણ ભક્તિપ્રદર્શન, ઉત્સવ, કુદરત મીઠી હોય ત્યારે પ્રજામાત્રના મનમાં આવે એ આનંદ, માનવી કરતાં વધુ શક્તિશાળી પુરવાર થયેલાં, સમજણમાં ન ઊતરતાં, આધિભૌતિક માની લેવાયેલાં, બળોને રાજી રાખવાનાં વલખાં, અને એને અપાયેલો એક પ્રકારનો ધાર્મિક સ્વાંગ, એવાં બધાંમાં હતું. ડાયોનિસસ એટલે ફળદ્રુપતાનો દેવ. ખેતીની મજૂરી પૂરી કરી પછી એને સાધ્યો હોય તો ફસલ બગડે નહીં, ઓછી ઊતરે નહીં, કશો આસમાની ઉપદ્રવ થાય નહીં. આ માટે ‘ડીથીરેમ્બ’ એટલે કે ગોળચકરાવે ઘૂમતા, વાદ્યો સાથે ગીત ગાતા ગાયકોનું પ્રાર્થનાગીત, જેમાં પરાક્રમી પૂર્વજોની ગાથા પણ હોય તે ગવાતું. સાથે સાથે ક્યાંક ક્યાંક એમાં માનવી કરતાં જુદાં પણ દેવો નહીં એવાં અર્ધમનુષ્ય, અર્ધપશુ એવાં પાત્ર આવતાં. આવાંને સેટર (Satyr) કહેવાતાં. ક્યારેક બધા ગાયક આ સેટરની કલ્પનાને સાકાર કરે એવા પોષાક પહેરતા. આમાંથી થેસ્પીસે ઈ. પૂ. ૫૩૪માં પહેલી ગ્રીક ટ્રેજેડી૧[1] ભજવી. આજે આપણે જેને ટ્રેજેડી કહીએ છીએ તેવી જ. પણ ડીથીરેમ્બના કોરસ(ગાયકવૃન્દ)ના માત્ર ગાયન અને વૃત્તાન્તનિવેદન-narrationમાંથી સંવાદની પ્રાથમિક આભા ઊભી કરી શકાય એવું પહેલું કલ્પનોત્થ ઉમેરણ થેસ્પીસે દાખલ કર્યું. હકીકતમાં એને નવરીતિ-Innovation કહેવું જોઈએ. આ નવરીતિ એ નટનું ઉમેરણ. આ નટ જેને ‘પ્રોટેગોનિસ્ટ’ કહેવામાં આવ્યો તે કોરસના નેતા ‘કોરીફીઅસ’ સાથે વાતચીત કરે. હજુ સંવાદ નથી આવ્યો. પણ સંવાદની શક્યતા ઊભી થઈ. થેસ્પીસે પોતે એક સ્પર્ધામાં આ નવરીતિ દાખલ કરેલી. અને એને સારી દાદ મળી. નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી. એસ્કાઈલસના જન્મ અને જીવન દરમયાન આવી હાલત હતી. આગળ જે ત્રિભેટાનો ઉલ્લેખ કર્યો તે માત્ર બાહ્ય આક્રમણ અને પરદેશી સ્વતંત્રતા ઝૂંટવી લ્યે એનો જ ત્રિભેટો ન હતો. એ ત્રિભેટાનો એક ફાંટો એટલે પૂરું ઉઘડેલું નહીં, છતાં અપાર શક્યતાઓ ધરાવતું એક લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ–નાટક. થેસ્પીસે ચીંધેલા માર્ગે આગળ વધીને એસ્કાઈલસે ટ્રેજેડીને ઘડી, તખ્તાને ઘણીઘણી નવરીતિઓ આપી એ જોઈએ એ પહેલાં, એસ્કાઈલસના વિચારોનો પુદ્ગળ બાંધનાર કયાં બલાબલો હતાં તે જોવું જરૂરી છે. વાસ્તવમાં પોતાને મળેલા સાહિત્યસ્વરૂપને પોતે શા માટે આવું રૂપ આપ્યું, એ દ્વારા પોતે શું કહેવા માગે છે, એ જાણવું જરૂરી છે.
(૪)
ભયમાંથી ભક્તિ જન્મતી હશે કે ભક્તિ ભયને જન્મ દેતી હશે એ સવાલનો જવાબ તો હજુ મળે ત્યારે. પણ પ્રજા માત્રના ઇતિહાસમાંથી એક વાત સર્વસામાન્ય અનુભવરૂપે બહાર આવી છે. વિચારકો અને ફિલસૂફો જીવ અને જીવન વિષે કશું દર્શન રજૂ કરે એનો ઘણા બધા સમય પહેલાં જ સામાન્ય માનવીએ જીવવાના કપરા અનુભવમાંથી, કારણકાર્યની પરંપરા પૂરી ન સમજાતાં, માનવી કરતાં વિશેષ શક્તિ ધરાવતી એક દેવશ્રેણીની કલ્પના કરી જ હોય છે. આવા દેવોને રાજી રાખવાથી મનપસંદ કામ થાય એવી લાલચ આ ભક્તિ પાછળ હોય એ સ્વાભાવિક છે. અને શાથી કે કેમ કરીને રાજી રાખવા, એના ઇલાજ શોધવા, એની સામગ્રી નક્કી કરવી, એની વિધિ રચવી, એ માટે જાણે સામાન્ય માનવી કરતાં વિશેષ જ્ઞાન ધરાવતો, અનુભવી, વિશેષ પવિત્ર હોવાની ખાસ જરૂર નહીં, પણ દેવના મનને સમજીને પ્રસન્ન કરે એવો ખાસ માણસ પણ – ખપ તેનો શોષ નહીં એ ન્યાયે – દરેક સમાજને આવી જ મળે છે. આ દેવશ્રેણી એ માનવસર્જિત હોવાથી એનેય માનવીય ગુણદોષનું આરોપણ થાય છે. આવી શ્રેણી સ્થપાતાં અને દૃઢ થતાં, આચારની અમુક પરંપરા બંધાય છે. પણ આવી દેવશ્રેણીના માત્ર આધિપત્યને જ નહીં પણ સાર્વભૌમત્વને ક્યાંક ને ક્યાંક પડકાર થાય છે. પડકાર થતાં રોષે ભરાયેલા દેવ એ પડકારને પછાડે, રિબાવે, સતાવે, ભૂતલમાં નહીં, પાતાળમાં (નર્કમાં) ચાંપે એવું બનવાનું. એવું કદાચ ન બન્યું હોય તોય માનવીનું મન તો એ બન્યું જ છે એમ માની, આવું ન કરવું એવો નિષેધ પોતાના વહેવારમાં સ્વીકારવાનું, અને એક રીતે આવા નિષેધમાંથી કશાં મૂલ્ય ઉપસ્થિત થવાનાં. જ્યાં કશી વસ્તુ સ્થિર થાય એટલે એને અંગે શંકાઓ પણ ઊભી થવાની. અને સ્થાપિત વસ્તુ આવી શંકાને પૂરી બળજબરીથી દબાવી દેવાનો યત્ન પણ કરવાની. આટલા ક્રમમાં બીજી વસ્તુઓ પણ આવી મળે છે, ઉમેરાય છે. પહેલું તો આમતેમ આથડતો સમાજ કોક રીતે, થોડોક સ્થિર થાય છે. સ્થિર થતાં એનો ભય કમતી થાય છે. માનવીના નિકૃષ્ટપણાના વિચારને બદલે, સ્થિરતા, થોડી સલામતીની લાગણી, આવે છે. જીવનસંઘર્ષ પહેલાં ઉગ્ર રોષભર્યો અને દાહક હતો તેને બદલે, કાંક ફૂણો પડયા જેવું લાગે, એવી પરિસ્થિતિ પેદા થાય છે. એ બધા સાથે માનવી આમ આ માની લીધેલી ભૂતાવળના વળગાડમાંથી નીકળીને પોતાના બુદ્ધિ અને પુરુષાર્થ કાંક હાંસલ કરી શકે એમ છે, એવી સાવ નમ્ર નહીં તેવી લાગણી પણ દાખલ થાય છે. અને જૂની દેવશ્રેણીને સ્થાને સંસ્કારેલી નવી દેવશ્રેણી દાખલ થતી દેખાય છે.
આ નવી શ્રેણી પણ સાવ અ-માનવીય છે એમ માનવાનું નથી; પણ સાચો ફેરફાર તો માનવી માનવી વચ્ચેના વહેવારનાં, આજ લગી અવિચળ મનાયેલાં મૂલ્યમાં થાય છે.
વિષય અત્યંત રસિક હોવા છતાં વધુ વીગતમાં જવાનું અહીં શક્ય નથી. હોમરે જેનું નિરૂપણ કર્યું તેવા ટ્રોયના સર્વનાશી યુદ્ધ સમયે જે દેવશ્રેણીમાં સ્પાર્ટા વગેરેના વાસીઓને શ્રદ્ધા હતી, જેમના કૃપા-કટાક્ષ પામવા એ નરમેધ પણ કરતા, જે શ્રેણીના દેવ ક્રોધે ભરાઈને કે કિન્નો રાખીને માનવીને ખેદાનમેદાન કરતાં, એ દેવોને બદલે થોડા વધારે દયાળુ દેવોને ગ્રીકોના દિલમાં વિશેષ સ્થાન મળતું થાય, અને જૂના દેવો અને નવા દેવો એવી રીતે વાત થાય એવી પરિસ્થિતિ આવી હતી. ફરી એક વાર માનવીને પોતાને ગમતા દેવ રચવાના હતા. નિર્દય, દ્વેષિલા, કિન્નાખોર, હવસખોર, દેવોને સ્થાને નવા પ્રેમાળ, દયાળુ, સ્વચ્છ મન અને અસ્ખલનશીલ ચારિત્ર્યવાળા દેવોની સ્થાપના ક્યાંક ક્યાંક થઈ હતી. આનું તાર્કિક પરિણામ એ હતું કે જેમ મૃત્યુથી બધી વાતનો અંત આવે છે એવો તર્ક અસ્વીકાર્ય બનતો હતો તેમ જ, માનવી બીજા માનવી સાથેનો પોતાનો માની લીધેલો હિસાબ, જંગલના પશુની રીતે પતાવે એ પણ અસ્વીકાર્ય જ નહીં પણ અન્-આચરણીય રીત મનાતી થઈ હતી. માનવી અને માનવી વચ્ચેના વહેવારમાં અને થોડીક હિંમત કરીને કહીએ તો માનવી અને દેવ વચ્ચેના ખાનગી સોદામાં પણ અમુક મૂલ્યનો દેહધારી સમાજ દાખલ થયો હતો. પાપ અને તેની સજાનું બંધાયેલું રૂપ પણ જાણે વિલીન થવા નહીં પણ નવું પરિવર્તન પામવા ત્રિભેટે આવીને ઊભું હતું. એસ્કાઈલસને પોતાની બુદ્ધિશક્તિદ્વારા આ નવી અને માનવીય વાત કહેવાનો જાણે પડકાર થયો હતો.
(૫)
કવિજીવ હતો, પણ એસ્કાઈલસ કોઈ એકલપંથી જીવ ન હતો. પ્રજામાં એ જીવતો હતો. પ્રજાના – સમૂહજીવનના – દુ:ખે દુ:ખી અને એના સુખે સુખી થનારી પ્રતિભાએ એક વાત જોઈ લીધી. મહામથામણ અને ભારે ભોગને અંતે મેળવેલા વિજયને સાવ સત્તાહીન અને વ્યર્થ બનાવી મૂકે એવું કશું માનવીના ચિત્તમાં પડ્યું છે. પોતે જ રચેલી દેવની કલ્પનાસૃષ્ટિનો, માનવીના ચિત્તમાં રહેલા આ પશુઅંશને ટેકો રહે છે. પણ એથી એ આખો વહેવાર નથી ન્યાયી બનતો, નથી નીતિમાન બનતો. એ વહેવારના પરિણામને કોઈ પણ રીતે પ્રગતિનું નામ ન જ આપી શકાય. એને વિશેષ માનવીય સ્તર પર મૂકશે તો જ માનવી, માનવીના નામને યોગ્ય ગણાશે. એને કઈ રીતે બદલી શકાય? દેવની ભક્તિ કરવા, આપણો ભય વ્યક્ત કરવા કે પછી જે પણ બને તે વિષેની આપણી અણસૂઝને કશા આદરણીય આવરણમાં લપેટવા, આપણે જે પણ બને તેને દેવ-નિયતિ–ભાવિ–વિધિ એવા નામે એળખાવ્યું છે. પાપનું પરિણામ પાપ આચરનારે ભોગવવું જ જોઈએ. The doer must suffer. પણ એ સાથે એ પાપ આચરનાર અને એ જેનો અંગભૂત છે એ સમાજે સમજવું જોઈએ: Through suffering, learn. યાતનામાંથી શીખો. શું સહેવાનું? અને શું શીખવાનું? એસ્કાઈલસે પોતાનાં નાટકો દ્વારા શું સહેવું પડે છે તે તો અનન્ય રીતે કહ્યું છે. માત્ર ભૌતિક સંહારનાં અત્યંત વેધક ચિત્રો આપીને એણે સંતોષ નથી માન્યો. સંહારમાં ખપી ગયા એ તો ગયા. પણ સંહારને અંતે જે રહ્યા એમના ચિત્તમાં જે ભારેલો અગ્નિ, જે અજંપો, જે અસ્વસ્થતા ઘર કરી જાય છે એનાં ઉત્તમ ચિત્રો એણે રજૂ કર્યાં છે. કહેવાતો વિજય એ નવા સંગ્રામનું, ભીષણતર સંગ્રામનું મૂળ નહીં તો આદિબિંદુ છે. દુનિયાભરના વિચારકોએ આટલી વાત તો કહી છે. પણ એસ્કાઈલસે એમાં એક બુનિયાદી વિચાર ઉમેરેલો છે. જો ન્યાયનો વધારે તત્ત્વનિષ્ઠ, વજૂદવાળો અને બદલાની પાશવી વિચારણા પર નહીં, પણ મનમેળના પાયા પર રચાયેલો ખ્યાલ પહેલેથી સૂઝ્યો હોત તો સંહાર ટાળી શકાત; પણ વિજય પછી વિશેષે છકી જતો અહં, મદ, ત્યારેય હાજર હોય છે. અને સર્વનાશ ન કરે ત્યાં લગી એને કશું ચેન પડતું નથી. આટલી લાચારીના સ્વીકાર પછી પણ જો એટલું સમજાવી શકાય કે સંહારની પરંપરાથી કશો લાભ નથી થવાનો તો પોતાની સર્વશક્તિથી એ સમજાવવું જ જોઈએ. અને વધુ ન્યાયી ન્યાયની સ્થાપના માટે યત્ન કર્યે જ છૂટકો છે. આની તાકીદ, આનો તકાદો સમજાવવા માટે જ સર્વ શક્તિનો ઉપયોગ થવો જોઈએ. એસ્કાઈલસને એક બીજો વિચાર પણ આવ્યો જ હશે. યુદ્ધમાં શું તારાજી થાય છે, (એગામેમ્નોનમાં એણે જ લખ્યું છે એમ, પેલા નાણાવટી જેવો યુદ્ધદેવતા જીવતા માણસ લઈને વટાવમાં તો ચપટી રાખ જ પાછી આપે છે), ઘરબાર, ઢોરઢાંખર, પાક અને ખેતર, બધું જીતો કે હારો તોય કેવી રીતે નાશ પામે છે અને બધું જ નવેસરથી શરૂ કરવાનું રહે છે એ વાતનો તો એ પોતે જાતે સાક્ષી છે. પણ સ્વતંત્રતા ખાતર ખેલાયેલા યુદ્ધની વાત જરા જુદી કક્ષાની છે. હારેલા સ્વાધીનતા ગુમાવે છે. પણ વિજેતા મહામૂલી સ્વાધીનતા મેળવે છે. આ સ્વાધીનતા એ સર્વ રીતે અને સર્વથા રક્ષવાયોગ્ય વસ્તુ. જૂના આચારઢાંચામાં આની રક્ષા કરવાનું ગજું નથી. એટલે આ સ્વાધીનતાની રક્ષણક્ષમતા મેળવવા પણ આચાર અને વિચાર બદલવા જોઈએ. ગુલામીની પ્રથા બદલવાનું એસ્કાઈલસ નથી કહેતો. પણ જેવી છે એવી એક વર્ગની સ્વાધીનતાને પણ લોકશાહી માંડણીએ બેસાડ્યા વિના સ્વાધીનતાની રક્ષા નહીં થાય, અને લોકશાહી માંડણી આ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો હ્રાસ કરે, ઘાત કરે, અને જે મૂવો એનો વારસ વળી મરનારનો ઘાત કરે એમ આ બદલાની પરંપરા ન્યાયના રૂપાળા નામ હેઠળ ચાલ્યા કરે એ જૂનાં મૂલ્યો સાથે કદાચ સુસંગત હશે, પણ લોકશાહીની માંડણી પર રચાયેલાં સ્વાધીનતાનાં મૂલ્યો સાથે સુસંગત નથી એ વાત એસ્કાઈલસને કહેવી છે. અને નાટકોમાં એણે કહી છે. આ વાત કરવા જતાં એસ્કાઈલસને નામે એક અપવાદ ચઢ્યો છે. કેટલાક વિદ્વાને એને સમાજના ઉપલાવર્ગનો પિઠ્ઠુ કહ્યો છે. આ મુદ્દાની ચર્ચા કરવા જતાં લંબાણ થવાનો ભય તો છે જ. છતાં કેટલીક વાતોનો વિચાર કર્યા વિના આ મુદ્દો એમ ને એમ અછરતો મૂકી નહીં શકાય. એ પોતે જેને કુલીન કહી શકાય એવા કુટુમ્બમાં જન્મ્યો હતો. પેરિકલીસ જેવો અને `કોરેગસ` મળ્યો હતો, નાટ્યકાર બન્યા પછી ઉમરાવો સાથે એના ઘણા મૈત્રીસંબંધ હતા એ સાચું. પણ એ કારણે એ કોઈ વર્ગીય હિતનો પ્રચારક બન્યો હતો એમ કહેવું વાસ્તવિક નથી લાગતું. લખનારે એના લખાણમાં દાખવેલા વલણ પરથી એનો ભાવ વિશેષે કોના ઉપર ઢળતો છે એ કહી શકાય એમ છે. અને ગ્રીક નાટકમાં પહેલી વસ્તુ ધ્યાનમાં આવવી જોઈએ અને રહેવી જોઈએ એ આટલી : ટ્રેજેડીમાં વસ્તુ તો લખનારે બની બનાવેલી તૈયાર લેવાની હોય છે. એનો આકાર પહેલેથી નક્કી થયેલો હોય છે. સ્વભાવદર્શનનો અવકાશ આમે ઓછો, અને તેમાંય લેખક બહુ ઓછી છૂટ લઈ શકે. એટલે પ્રસંગદ્વારા કે પાત્રદ્વારા ઉપલા વર્ગનો પ્રચાર કરવાનો ગ્રીક નાટકકારને અને એમાંય એસ્કાઈલસને ઓછો જ મોકો મળે છે. એણે દોરેલાં પાત્રો આમ સુરેખ છે. એમાંય કચડાયેલા પીડાયેલા પ્રત્યે એનો સમભાવ દેખાય છે. આ સમભાવ ઘણીવાર તો ન્યાયબદલાના પ્રચલિત વહેવારમાં જેને બદલો લેવાનો આવે તે પાત્ર લગી પહોંચે છે. જો એ પાત્ર આ દરમ્યાન અભિમાનનું પૂતળું ન બને તો આ સમભાવ ચાલુ રહે છે. પણ ટીકા કરનારા એક દાખલો બતાવી શકે છે અને પૂરતું ધ્યાન એ પ્રત્યે, એના સાચા સ્વરૂપ પ્રત્યે ન દેવાય તો ટીકા સકારણ છે એમ અભિપ્રાય થાય. આ દાખલો તે ઓરીસ્ટીઈન નાટ્યત્રયીના આખરી નાટક ઉમેનાડીસમાં એસ્કાઈલસે એરિઓપેગસની પદ્ધતિ દ્વારા માતાના ખૂની ઓરિસ્ટીસનો ન્યાય કરાવ્યો છે તે. ન્યાયની પોતે જે રીતની તરફેણ કરતો હતો તે આ રીતે સમાજમાં આણી શકાય એમ એ કહેતો લાગે છે. એથેન્સનગરીની આ એક ટેકરી હતી, અને છેક જૂના વારાથી ખૂનના તહોમતદારનો મુકદ્દમો અહીં લોકઅદાલતમાં ચાલતો. આ લોકઅદાલતમાં નાગરિકોની ન્યાયાધીશો તરીકે વરણી થતી. એ સાચું કે પ્રજાના સર્વ વર્ગે મેળવેલી અને જાળવેલી સ્વાધીનતાનો એસ્કાઈલસના જમાનામાં, સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરીને દુરુપયોગ કરનાર જુલ્મગારો નીકળ્યા હતા. આવી લોકઅદાલત પણ એ વર્ગની હા જી હા કરનારી બની ગઈ હતી. પણ આટલી વાત પરથી એસ્કાઈલસ ઉપલા વર્ગોની, નીચલા કચડાયેલા વર્ગના ભોગે હિમાયત કે તરફદારી કરતો હતો એવું અનુમાન તારવવું યોગ્ય નથી, એટલું નહીં પણ બેહૂદું છે. પોતાના જમાનાની પ્રચલિત વસ્તુનો એણે ઉપયોગ કર્યો હોય એમ બને. વસ્તુને ખરાબ કરવાનું, એની ઉમદા નેમ પરથી ઉથલાવીને ભળતા હેતુસર એનો ઉપયોગ કરવાનું, થાય છે એ વાત, બીજા જેટલા જ અંશે એસ્કાઈલસ પણ જાણતો હતો. કદાચ પોતે સંપ્રજ્ઞા ધરાવતો હોવાને કારણે વિશેષે જાણતો હતો. બિગાડ, જાગૃતિ ન ધરાવતા લોક, ભળતો ઉપયોગ થવા દ્યે એ કારણે થાય છે, મૂળ વસ્તુમાં બિગાડ નથી. સમગ્ર રીતે જોતાં તો એમ કહી શકાય કે એસ્કાઈલસે પાત્રનો દરજ્જો કે વર્ગ ક્યો છે તે તરફ ન જોતાં એ પાત્રમાં માનવતા કેટલી છે તે જ જોયું છે.
(૬)
આમ બધી રીતે ત્રિભેટે આવી ઊભેલા એસ્કાઈલસે બધી દિશામાં પોતાને સાચી લાગી તે કેડી એક સામટી પકડી એ આજે વિસ્મય ઉપજાવે એવી વાત છે. આનો ખુલાસો તો એક જ હોઈ શકે. પોતાને જે કહેવા જેવું લાગ્યું એ માટે એ માધ્યમ શોધતો હોય, અને માધ્યમને પણ પોતાના વક્તવ્યને અનુકૂળ બનાવતો આગળ વધે. આ સિદ્ધિઓમાં પ્રથમ સિદ્ધિ તે એણે ગ્રીક ટ્રેજેડી, અને એના તખ્તામાં કરેલા ક્રાન્તિકારી સુધારા. સારે કે માઠે એક પ્રણાલિકા બંધાઈ હોય. એ પ્રણાલિકામાં આમનું તેમ કરનારનું જરાકે ચાલે નહીં. એવા રૂઢિચુસ્ત માધ્યમમાં એણે કેટલા ક્રાંતિકારી ફેરફાર કર્યા? ટાપસી કે હુંકારો પુરાવનાર, કે અદકાભારે સવાલનો જવાબ દેનાર એક નટનું ઉમેરણ થેસ્પીસે કર્યું. અને સંવાદની પ્રથમ શક્યતા ક્ષિતિજે ડોકાઈ. એસ્કાઈલસે નાટક લખવાની એક સ્પર્ધામાં પોતાનાં નાટક રજૂ કરવાની શરૂઆત કરી ત્યાં લગી આ થેસ્પીસ-પદ્ધતિ (પચાસ વ્યક્તિનું ગાયકવૃંદ વત્તા એક નટ) ચાલુ રહી. એસ્કાઈલસે પોતાની પ્રતિભાથી આમાં ભારે ક્રાન્તિકારી ફેરફારો કર્યા અને રૂઢિચુસ્ત પ્રેક્ષકોને ગળે ઉતાર્યા. એનો પહેલો ફેરફાર તે નાટ્યપ્રકારોને સ્થિર કર્યા તે. બીજું એણે બીજો નટ દાખલ કર્યો. આમ ગાયકવૃંદના નેતા ઉપરાંત બે નટ સંવાદ માટે મળી શકે એવી શક્યતા થતાં, સંવાદમાં નાટ્યતત્ત્વ વિશેષે ઉપસાવવાનું શક્ય બન્યું એટલે અંશે કોરસનું મહત્ત્વ પહેલાં જેટલું ન રહ્યું એ સાચું. પણ નાટક માટે આ અત્યંત ઉપકારક નવરીતિ હતી. અને આ હેતુસર જ આ ઉમેરણ કરવામાં આવ્યું હતું તે વાત તો એણે સંવાદને ધારદાર બનાવીને, વૃત્તાન્તનિવેદનને વધુ નાટ્યાત્મક બનાવીને પુરવાર કરી. એણે નાટકો લખવા માંડયાં, એ દરમ્યાન જ સોફોક્લીસે આમાં ત્રીજો નટ ઉમેર્યો. અને એસ્કાઈલસે આ નવરીતિનો પણ નાટ્યાત્મક ઉપયોગ કર્યો એ તો એગામેમ્નોન નાટક પરથી જ જણાઈ આવે છે. એસ્કાઈલસને તખ્તા પર પણ થોડા ફેરફાર કર્યાનું ગૌરવ પરંપરાગત રીતે આપવામાં આવે છે. આમાં પ્રથમ સ્થાન મળે છે ‘સ્કીન’ને. સ્કીન એટલે ઓરકેસ્ટ્રાની પાછળ એક પડદો. આ દાખલ કરવાનું કારણ કદાચ પેલા નટ વધ્યા એ પણ હોય. એક નટને અનેક પાત્ર ભજવવાં પડે. કપડાં બદલવા જેટલો સમય રહે ખરો કે ન પણ રહે. પણ મોરું (માસ્ક) બદલવાનો વખત તો કાઢવો જ જોઈએ, ખુલ્લા ગ્રીક ઓરકેસ્ટ્રા (રંગમંચ) પર કાંઈ ઢાંકણ કે આડ તો હતી જ નહીં. પાત્ર મોરા પરથી ઓળખાતું એટલે મોરું બદલવાની જગા ઘણી નજીક જોઈએ. આ માટે આ પહેલો પડદો મૂકવાનું સૂચન કરવામાં આવ્યું હશે. પછી તો એ પડદાની લંબાઈ વધી અને એમાં બારણાં મુકાયાં. આ ઉપરાંત એણે ગાયકવૃંદ (કોરસ) સાથે નટ પણ ગાય એવી પ્રથા ચાલુ કરી. જુદા છંદોમાં રચાતો સંવાદ આના પછીનું બીજું પગલું હતું. આ ઉપરાંત એસ્કાઈલસે ટ્રેજિક રીતિ ઊભી કરી. એસ્કાઈલસની આગળના નાટ્યકારોનાં સળંગ નાટક નથી મળ્યાં એટલે એણે શા સુધારા કર્યા કે બીજી નવરીતિઓ (લખાણ અને ભજવણીમાં) દાખલ કરી તે જાણવાનું આપણી પાસે સાધન નથી. પણ એની પછીના ટ્રેજેડીના લેખકો સોફોક્લીસ અને યુરીપીડીસની નાટક-લેખન રીત સાથે એસ્કાઈલસનાં નાટકો સરખાવવાનો યત્ન કરતાં, એમાં ભોંય ભાંગનારની મુગ્ધતા અને ગતિ જાળવવાની મુશ્કેલી, ચપળતાનો જરા કઠે એવો અભાવ દેખાવાનાં. પણ એ સાથે આટલું પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એસ્કાઈલસને પોતાની સામે જે પ્રશ્નો ખડા હોવાનો કાયમનો ભાર લાગે છે તે પ્રશ્નો વૈયક્તિક નહોતા, જાગતિક છે; એને સુષ્ઠુ આકાર ન મળ્યો હોય એમ લાગે તો એનું કારણ લખનારને કલાકૃતિનો ખ્યાલ ન હતો એ ન હતું. એને એક તો પોતાના વિચારોની ચકાસણી કરવાની હતી. વિચારનો ભાર ખમી શકે એવું સાધન અને ઉપકરણો પણ શોધવાનાં હતાં. એસ્કાઈલસે માનવીને દૈવ સાથેના એક જબરા દ્વંદ્વયુદ્ધમાં સપડાયેલો જોયો છે, અને એણે એને જ નિરૂપ્યો છે. એસ્કાઈલસને માથે નાટક ઘડવાનું, તખ્તો ઘડવાનું, પ્રેક્ષકવૃંદ ઘડવાનું કામ આવી પડ્યું હતું. પહેલ કરનારી સુવિધા અને મુશ્કેલી બન્ને એને જીરવવાની અને વેઠવાની હતી.
(૭)
નાટકકાર એસ્કાઈલસ વિષે તો હવે એક જ મુદ્દો બાકી રહે છે તે એની નાટ્યશૈલીનો. આમ જેણે નેવું જેટલાં નાટક લખ્યાનું પરંપરાગત રીતે મનાય છે, તેવા નાટકકારનાં માત્ર સાત નાટક જ ભવિષ્યની પ્રજાને ઉપલબ્ધ છે, તેમાંય જેને સાચા અર્થમાં ‘ટ્રીલોજી’ - નાટકત્રયી કહેવાય એવી તો એક જ પૂરી મળી છે. ભલે એમાં ત્રણ નાટક હોય પણ વાસ્તવમાં તો એ એક જ નાટક છે. આપણી મર્યાદા એ છે કે એમાંથી પણ આપણી પાસે તો એક જ નાટક – એગામેમ્નોન – આવ્યું છે અને તે પણ વિવિધ રીતે ચળાઈને. આવા નબળા પાયા પર અભિપ્રાયોની ઇમારત ચણવાનું નકામનું દુઃસાહસ કરવા કરતાં અભ્યાસીઓએ કહેલી થોડી વાત કહેવી એ વિશેષ લાભદાયી ગણાશે. એસ્કાઈલિસ, સોફોક્લીસ અને યુરીપીડીસ, એ ગ્રીસના ત્રણ મહાન ટ્રેજેડી લેખકો : એમાંના સોફોક્લીસ અને યુરીપીડીસનો સમકાલીન એરીસ્ટોફેનીસ સમર્થ કૉમિક નાટ્યકાર. એક રીતે જેને જૂની કૉમેડી કહેવાય છે તેનો અપ્રતિમ લેખક. એણે દેડકાં-‘ફ્રોગ્સ’ નામનું એક પ્રહસન લખ્યું છે. આ પ્રહસન વાસ્તવમાં તો ટ્રેજેડી પરનું ઉત્તમમાં ઉત્તમ વિવેચન છે. ઉત્તમ ટ્રેજેડી લખનાર લેખકત્રિપુટીના મરણ પછી પ્રજાને નેક શિખામણ આપનાર કોઈ નથી રહ્યું. ડાયોનિસસનો ઉત્સવ પણ સાવ પ્રાણહીન બન્યો છે. નાટ્યસ્પર્ધાને તો ખમી ન શકાય એવો લૂણો લાગ્યો છે. પૃથ્વીપર કોઈ જીવન્ત ટ્રેજેડી-લેખક રહ્યો નથી. એટલે દેવ ડાયોનિસસ અવિદ્યમાન લેખકમાંથી કોઈને પાછા લાવવા પોતાના દૂતને નર્કમાં મોકલે છે ત્યાંથી નાટકની શરૂઆત થાય છે. બધાંની ધારણા એવી છે કે આ દૂત યુરીપીડીસને પૃથ્વી પર ટ્રેજેડી લખવા પાછા લઈ જશે. આ માટે નર્કમાં એક કાવ્યસ્પર્ધા ગોઠવાય છે. આમાંથી ડાયોનિસસ કોને લઈ જવા જોઈએ એનો નિર્ણય કરી શકતો નથી. એટલે એ પૃથ્વીની (ગ્રીસની) મોજૂદ પરિસ્થિતિમાં તમે શા ઉકેલ સૂચવશો એવો પ્રશ્ન એસ્કાઈલસ અને યુરીપીડીસને પૂછે છે. બન્ને પોતાની વિચારણા મુજબ જવાબ આપે છે. અને એ પરથી એસ્કાઈલસને પૃથ્વી પર લઈ જવાનું નક્કી થાય છે. પ્રહસનના રૂપમાં આ નાટક ગંભીર કવિતા, ટ્રેજેડી, લેખકોની વિચારણા, એમની રીત, શૈલી વગેરેનું અપ્રતિમ વિવેચન છે. ગંભીર દેખાતી અગંભીરતાપૂર્વક બન્ને લેખકના દોષની ચર્ચા પૂરી વીગતે કરવામાં આવી છે. અને ખંડનમંડન પછી એરીસ્ટોફેનીસે એસ્કાઈલસને સારા નાટકકાર, શૈલીના સ્વામી, ઉપરાંત માનવીના સહૃદયી અને સાચા મિત્ર લેખે બીજી વાર પૃથ્વી પર આવીને પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખવાના હક્કદાર તરીકે ગણાવ્યા છે. યુરીપીડીસને મોંએ એસ્કાઈલસનાં છોતરાં ફાડવામાં કશી જ દયા બતાવી નથી પણ સાથે પોતાના મનમાં એસ્કાઈલસના માનવી અને લેખક તરીકેના ગુણનું જે ગૌરવ છે તે પણ કશીય શેહશરમમાં આવ્યા વિના દર્શાવ્યું છે. એરીસ્ટોફેનીસના આ અભિપ્રાયને વજૂદવાળો માનવો એ આપણે માટે પણ યોગ્ય ગણાશે.
(૮)
આમ અનેક રીતે, અનેક વિધિએ, એક કરતાં વિશેષ બાબતમાં ત્રિભેટે આવી ઊભેલા, દેશભક્ત, નાટકકાર કવિ, સન્માનનીય દૃષ્ટાએ યોગ્ય કેડી પકડી, નવી કેડી પાડવા જેવું ઠીક લાગ્યું ત્યાં નવી કેડી પાડી. સખળડખળ અને અત્યંત પ્રાથમિક દશામાં મળેલા સાજને એણે એવું તો શણગાર્યું કે એમાંથી સચ્ચાઈનો રણકો બહાર આવે.
(૯)
જુવાન વયથી જ એસ્કાઈલસ ડાયોનિસસની નાટ્યસ્પર્ધામાં ભાગ લેતો. એમ કહેવાય છે કે છેક ઈ. પૂ. ૫૦૦માં (એની વય ત્યારે ૨૫ની હતી) એણે સ્પર્ધામાં પહેલો ભાગ લીધો. ઈ. પૂ. ૪૮૪માં એને પહેલીવાર પારિતોષિક મળ્યું. ઓરીસ્ટીસની નાટ્યત્રયી માટે ઈ. પૂ. ૪૫૮માં એને તેરમીવાર ટ્રેજેડીનું પારિતોષિક મળ્યું. એમ કહેવાય છે કે સ્પર્ધામાં પારિતોષિક મળ્યું તે પહેલાં પણ એનાં નાટક એટલાં લોકપ્રિય હતાં કે પ્રેક્ષકોના દરોડાને કારણે લાકડાની બેઠકો તૂટી ગયેલી અને ત્યારથી બેઠક પથ્થરની બનાવવામાં આવી! ‘એગામેમ્નોન’ એ એક રીતે પ્રથમ નાટકકારનું છેલ્લું નાટક.
- ↑ ૧ : કરુણાન્ત નાટક કે કારુણિકા એવો અનુવાદ કરવા કરતાં ‘ટ્રેજેડી’ શબ્દ જ અપનાવવો બહેતર લાગે છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.