કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/જ્યોતિ આભની: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
આવો રે આવો જ્યોતિ આભની! | {{gap}}આવો રે આવો જ્યોતિ આભની! | ||
{{gap}}આ રે કાયા કેરી દીવીમાં | {{gap}}આ રે કાયા કેરી દીવીમાં | ||
Latest revision as of 12:29, 16 July 2025
૧૦. જ્યોતિ આભની
આવો રે આવો જ્યોતિ આભની!
આ રે કાયા કેરી દીવીમાં
મારા પ્રાણની દિવેટ;
સીધી ઊભી ઊંચાં મસ્તકે
સીંચી હૈયાને હેત! આવો રે૦
આવો અજવાળાં ઊંચાં ગેબનાં,
મારો પોકારે અંધાર!
મીઠું રે મલકતી તેજલ ઝાળથી,
શિરને સ્પરશો પલવાર! આવો રે૦
અંધને આધાર ન્હોયે અંધનો;
આવો અંધના આધાર.
ભાંગો ભીડેલી વજ્જર ભોગળો,
અંજવાળાં કરો રે ઝોકાર! આવો રે૦
(‘પદ્મા’, પૃ. ૧૧૩)