કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ત્રણ ભાઈભાંડુ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વિશાળાં મેદાનો | |previous = વિશાળાં મેદાનો | ||
|next = | |next = મંદાક્રાન્તા | ||
}} | }} | ||
Latest revision as of 02:50, 17 July 2025
૨૩. ત્રણ ભાઈભાંડુ
માતા અમારી પૃથિવી, અમે છીએ
સંતાન એનાં, ત્રણ ભાઈભાંડુ.
આ સૌથી નાનું તરુ, માતથી એ
ક્ષણે ય છૂટું પડતું ન, જાણે
હજી વધેરી નહિ નાળ એની!
ને, અન્ય તે આ પશુડું, હજી એ
ચાલે ચતુષ્પાદ, ન ચાલતાં શીખ્યું
ટટ્ટાર બે પાયથી, (મારી જેમ);
ભાંખોડિયાંભેર ફરે ધરા બધી.
ને, સૌથી મોટો હું, મનુષ્ય નામે :
ઊડી રહું આભતણા ઊંડાણે.
હું આભનો તાગ ચહું જ લેવા.
ખૂંદી રહીએ બસ નિત્ય ખોળલો
માતાતણો, મૂર્તિ ક્ષમાતણી જ :
મૂંગીમૂંગી પ્રેમભરી નિહાળતી
લીલા અમારી ત્રણ ભાઈભાંડુની.
(‘નાન્દી’, પૃ. ૪૮)