કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/‘સખા’ને સૉનેટગુચ્છમાંથી (એ પ્રેમનું પૂર...): Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
મારો નવો ઘાટ ફરી ફરી કરો : | મારો નવો ઘાટ ફરી ફરી કરો : | ||
આ કંઠ, ગંગાજળથી પ્રભો, ભરો. | આ કંઠ, ગંગાજળથી પ્રભો, ભરો. | ||
{{rh|તા. ૭-૭-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૬૭)}} | {{rh|તા. ૭-૭-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૬૭)}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 15:52, 17 July 2025
૩૮. ‘સખાને’ સૉનેટગુચ્છમાંથી
એ પ્રેમનું પૂર પ્રચણ્ડ, તારું,
તાણી ગયું વેગથી સર્વ કર્દમ :
વહ્યો જતાં ભાર અતોલ, અદ્રિ શો,
થઈ રહ્યો હું હળવો, બધી ગમ :
ને, શું નિહાળું, નવલાં જ નેને!
કાળા, મહા નિર્દય, ક્યાં ગયા જમ?
ઊભો જ, ભાળી નચિકેત નિશ્ચયી,
પ્રસન્ન, દેતા વર, સૌમ્ય આ યમ.
માટી મહામૂલ અહો, ધરાની;
જેથી, ઘડાઉં હું, વળી વળીને : –
ભીનો થઈ, પ્રેમતણાં મહા જળે;
માટી બને આ ઘટ, ઓગળીને.
મારો નવો ઘાટ ફરી ફરી કરો :
આ કંઠ, ગંગાજળથી પ્રભો, ભરો.
તા. ૭-૭-૧૯૭૮
(‘નૈવેદ્ય’, પૃ.૬૭)