ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આ સમય પણ વહી જશે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:26, 24 July 2025
આ સમય પણ વહી જશે
આ સમય પણ વહી જશે (રઘુવીર ચૌધરી; ‘ગેરસમજ’, ૧૯૮૩) અન્યત્ર પરણેલી હીરાના માંદા બાળકને જોઈને પાછા ફરતા ‘સાહેબ’ના ચિત્તમાં ભૂતકાળમાં માબાપ સાથે મજૂરીએ આવતી હીરા સાથેના નાજુક સંબંધનાં સ્મરણો ઊપસે છે. બીજી સવારે હીરાનું બાળક મૃત્યુ પામે છે ત્યારે ‘સાહેબ’ને એક વાર પાછા જઈને બાળકનું મોં જોવાની ઇચ્છા થાય છે. એવા તંતુઓથી વ્યંજિત થતી આ વાર્તામાં નાયકની બાહ્ય અને આંતરિક ચેતનાની સંવેદનશીલતા કથનશૈલીથી પ્રગટ થઈ છે. ચં.