ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉટાંટિયો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 03:22, 24 July 2025

ઉટાંટિયો

ઉટાંટિયો - (હરીશ મંગલમૂ, ‘તલપ’, ૨૦૦૧) મરેલાં ઢોર ઢસડી જનારાં કચરો અને રતન, ગામનાં છોકરાંને કુંડનું પાણી પાઈને એમનો ઉટાંટિયો મટાડે છે પણ ગામલોક એનો ઉપકાર ગણતાં નથી. જમીન ટોચમર્યાદામાં કચરાને મળેલી જમીન અંગે થયેલા ઝઘડામાં હુમલો કરવા આવેલા ગામલોકો ઉટાંટિયાની દવા કરાવવા આવ્યા છે – એવું માની બેસતા કચરાની મનોમયતાનું નિરૂપણ વાર્તાનું જમા પાસું છે. ર.