ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉલ્કા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 15:16, 24 July 2025

ઉલ્કા

ઉલ્કા (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) સૌંદર્યાભિમાની ઉલ્કા પોતાના દેહસૌંદર્યથી ન આકર્ષાનારા કમલયનને જોઈ પહેલી વખત આઘાત અનુભવે છે. કમલનયન સાથે પછી થયેલી મુલાકાતોથી ઉલ્કાનો કમલનયન વિશેનો ખ્યાલ બદલાતો જાય છે અને એ તેના તરફ આકર્ષાય છે પરંતુ ઉલ્કાના આકર્ષણમાં રહેલી પાર્થિવતા ઓગાળી નાખી કમલનયન એમના સંબંધને અપાર્થિવ પ્રેમની કોટિએ લઈ જાય છે. વાર્તાકારે શ્રી અરવિંદની અસર નીચે આવ્યા પછી અપાર્થિવના આકર્ષણને વિષય બનાવી જે કેટલીક વાર્તાઓ રચી છે તેમાં આ ધ્યાનપાત્ર કૃતિ છે. જ.