ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એમના સોનેરી દિવસો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 15:56, 24 July 2025

એમના સોનેરી દિવસો

એમના સોનેરી દિવસો (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) દામોદર અમલદારને છેતરીને રજા લઈ દોઢ મહિને ઘેર આવે છે. જમીને મેડીએ સૂવા જતાં પત્ની ઊર્મિલા, આટલા દિવસે આવ્યા? કેટલા રૂપિયાની બચત કરી? કરકસર કેમ નથી કરતા? એવી એવી ફરિયાદો કરે છે. દામોદર ગુસ્સે થઈ જાય છે. આ સ્થિતિમાં પતિપત્ની બંને પોતાનો વાંક કાઢી પસ્તાય છે ને મિલનપળ વિલાઈ જાય છે. વ્યક્તિ-મનની અવળસવળ ગતિનો આલેખ સુવાચ્ય છે. ર.