ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એમના માટે

એમના માટે

મહેશ દવે

એમના માટે (મહેશ દવે; ‘મુકાબલો’, ૧૯૭૭) સગર્ભા પ્રિયતમા વિભા, બીજે પરણી ગયા પછી ય એને મળવા આવતા નાયકને અપમાનિત કરીને કાઢી મૂકે છે. છતાં પાંચ મહિના પછી સંતાનનું મોં જોવાના મોહથી નાયક વિભાને ત્યાં જાય છે ને જાણે છે કે વિભાએ પતિની બની રહેવાના સંકલ્પથી ગર્ભપાત કરાવી લીધો છે. નાયકના ચિત્તે જન્મેલી ઘૃણાને ગલીમાંથી ધસી આવતાં દુર્ગંન્ધનાં મોજાંથી સબળ રીતે વ્યક્ત કરતી વાર્તા એના લાઘવભર્યા નિરૂપણથી ધ્યાન ખેંચે છે.
ર.